Recent Comments

ઑર્કુટનો સનેડો

ગુરુવાર, 19 જૂન, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

આજે કો'કે ઑર્કુટમા સ્ક્રેપ કરેલ કવિતા નું UTF-કરણ માણો

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ઑર્કૂટ-ઑર્કૂટ સહુ રમે...સ્ક્રેપ્સની જોવે વાટ...
કૉમ્યૂનિટીઝમાં રખાડ્યા કરે..(૨) અને પોષ્ટ કરે રિપ્લાય લાલ સનેડો.
હે સનેડો-સનેડો ઑર્કુટનો સનેડો, ઑનલાઈન મિત્રોના નેટવર્કનો સનેડો.

સ્ક્રેપબૂકને રિફ્રેશ કરે...ચેન્જ કરે ડિસ્પ્લે પિક...
પ્રોફાઈલ્સ વિઝીટ કર્યા કરે...(૨) અને જોવે યેસ્ટર્ડેના હિટ્સ લાલ સનેડો.
હે સનેડો-સનેડો ઑર્કુટનો સનેડો, ઑનલાઈન મિત્રોના નેટવર્કનો સનેડો

નામ ચેન્જા કર્યા કરે...ટ્રેડ કરે ટેસ્ટિમોનિયલ્સ...
આલ્બમમાં પિક્સ અપલોડ કરે...(૨) અને ફ્રેન્ડ્સ બનાવે કમ્માલ લાલ સનેડો.
હે સનેડો-સનેડો ઑર્કુટનો સનેડો, ઑનલાઈન મિત્રોના નેટવર્કનો સનેડો.

ઑફીસમાંથી ઑર્કુટ જોવે, ફોર્વર્ડ કરે સ્પામ મેસેજ...
વિડિઓઝ સેક્શન અપડેટ કરે...અને ટાઈમ કરે બરબાદ લાલ સનેડો.
હે સનેડો-સનેડો ઑર્કુટનો સનેડો, ઑનલાઈન મિત્રોના નેટવર્કનો સનેડો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No Response to "ઑર્કુટનો સનેડો"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.