IndicJinie - कौनसी भाषा चाहिये मेरे आका?
1:20 PM
Google India Labs ने Transliteration Bookmarkletप्रस्तुत की पर शायद उसमे भी वही कमी है जो कि मेरे Lipy Bookmarklet (ગુજરાતી લખો જાદૂઈ Lipy વડે!) में थी - की IFRAME की खिडकी से दीखने वाले "sub-documents" पे वह बेअसर है। जबकी कुछ मित्रोंने इस बारे में मुझे बताया था तभी से मैने इसका हल ढूंढना शुरु कर दिया था। पर security की वजह से parent window का document ऐसे children window के documents से बात नहिं कर सकता। तो सोचा ऐसा क्यूं न हो के ईसी Typepad को जिस किसी पन्ने पर चाहीये तब हाजिर करुं, English, हिन्दी, ગુજરાતી, বাংগ্লা, ଓଡ଼ିଆ, ਗੁਰਮੁਖੀ, తెలుగు, தமிழ், ಕನ್ನಡ, മലയാളം में से किसीभी script में Type करुं, copy करके उसे गायब करके वापस मूल पन्ने पर इच्छित जगह पर paste करुं।
तो हाजिर है IndicJinie bookmarklet - वो जादूई चिराग जो IndicJinie को हाजिर करता है किसी भी पन्ने पर! बस type, copy, close, paste, submit, smile!
आप चाहें तो ईस पर अभी click करके उसे आजमा सकतें हैं। ईसे इस्तमाल करने के निर्देश फिरसे बतानेसे बहतर है में आपको बडकेभैया Google के पास ही भेज दूँ - यहां पर!
Bonus: बस एक hint देता हुं के Lipy को भी हिन्दी में परिवर्तित कीया जा सकता है।
साधु तो चलता भला!
12:54 PM
Google મહાશયે હમણાં Google Pages ને સમેટીને Google Sites માં ભેળવવાના નિર્ણયનો અમલ કર્યો. Pages માં online webpage designer ની સુવિધા હતી પણ તેમાં પોતાના custom webpages અને xml અને opml files host કરવાની પણ સગવડ હતી.
મફતલાલ અખતરાવાળાની આખેઆખી lab ત્યાં આકાર અને વિકાસ પામી. પણ આ sites, જે wiki નું અનુ-રૂપ છે, તે attachment તરીકે storage કરવા દે છે પણ તે hosting (hoisting નહી!) નથી. આ દરમિયાન અમુક gadgets જેમકે ખેરખબર ગુજરાત 'ખોરંભે' ચડ્યા! હવે free hosting સેવાઓની મદદથી હાલ પૂરતું એમાંના અમુકને ઠેકાણે 'પાડી' દીધા છે! પણ આ મફતની માયા (કે fancy of FREE) છે ત્યાં લગી "साधु तो चलता भला"!
Bonus:
No promises પણ "મફતલાલનું અખતરાલય" પણ ઘર બદલે છે!

Swine Fly!
3:46 PM
Rundle Mall upgrade થઈ રહ્યો હતો ત્યારે નગરપંચાયત (Adelaide City Council) દ્વારા કલાત્મક રચનાઓ વડે તેને સજાવવાની મંજૂરી અપાઈ હતી. Marguerite Derricourtએ બનાવેલા ચાર કાંસાની પ્રતિમાઓ Myer center ના ઊંચા building સામે સ્થાપિત કરાઈ અને 3 July 1999 ના રોજ તેમનું અનાવરણ થયું ત્યારથી તે 'મૂર્તિસમૂહ' ખ્યાતનામ થઈ ગયો.
જાણે હમણા હલશે કે દૉડવા માંડશે તેવી વાસ્તવિક આ આકૃતિઓને એકદમ જોઈને પહેલીવાર તો ઘણા ડઘાઈ જાય છે - 'આ વળી અહીં શું કરે છે?'.
લોકો પાસે પડાવેલ નામ દઈને કહું તો Truffles તેની જગ્યાએથી હલતો પણ નથી તો બાળકો તેની પર બેસીને કોઈ જાદુગરના ખેલ જુએ છે, Horatioને બેસી રહેવાનું પસંદ છે એટલે તેને હાથ પસવારવાનું દરેકને ગમે તેમ છે, Oliver સ્વભાવગત અકરાંતીયો છે એટલે એને રમવાનો time નથી અને and Augustaને આમતેમ દૉડાદૉડ કરવી ગમે છે એટલે તેની સવારી કરીને બાળકો photos પડાવે છે. આવતાં-જતાં માનવમેળાને પોતપોતાની સુનિશ્ચિત જગ્યાએથી તદ્દન ભોળાભાવે તાકી રહેલ આ અબોલ અસ્તિત્વોને કચકડે કંડારવાનો લ્હાવો મુલાકાતીઓ ચૂકતાં નથી અને બાળકો ને પણ તે અતિપ્રિય થઈ ગયા છે.
આ વાત છે Rundle Mallના logoમાં સ્થાન પામેલ "Mall's Balls" પછી કદાચ સૌથી વિખ્યાત "A Day Out" તરીકે ઓળખાતી ચાર ભૂંડની પ્રતિમાઓની!
અત્યારે એમને યાદ કરવાનું કારણ એ કે ગઈકાલે અમારા staff માં ફરતી થયેલી એક email માં ચારેયના મૉઢે માસ્ક પહેરાવીને Swine Flu થી સાબદા રહેવા ચેતવણી આપવામાં આવી છે! તમામ airports પર આ virus ને પ્રવેશબંધી ફરમાવતી કરડાકી વર્તાય છે જેથી Flu fly કરીને ના આવે!
SAARS, Bird Flu અને Swine Flu થી ત્રાહિમામ્ પોકારી ગયેલી દુનિયાના તારણહાર તરીકે Adelaide ના વૈજ્ઞાનિક Dr. મોહમ્મદ અલશરીફીને ચમકાવતા આજના The Advertiserના મુખપૃષ્ઠ પર એમાંના એકની આવી 'masked' તસવીર છે. યોગાનુયોગ હું આ લેખ online વાંચતો હતો ત્યારે ANZ Bankની "SmartyPig" campaign ની flash ad ચાલતી હતી!

Bonus:ચકલી ઊડે ............ફૂર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર....
પોપટ ઊડે ............ફૂર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર....
ભૂંડ ઊડે..............??????????
હા ભઈ, ભારતના નેતાઓ એમણે આપેલા તમામ વચનો પાળવાના છે, ક્યારે? ભૂંડ ઊડે ત્યારે!

ગબ્બરનો Orkut Profile!
1:12 PMએક મિત્રના Orkut photos માં મૂકેલ કોઈક અજ્ઞાત કલાકારે હાથે બનાવેલ ચિત્ર ના આધારે અને Orkut ના screenshot વાપરીને Paint.Net વડે બનાવેલ "The Orkut Profile of Gabbar Singh / गब्बर सिंह का ऑर्कुट प्रोफाईल / ગબ્બર સિંહનો ઑર્કુટ પ્રોફાઈલ") સારી Quality માં જોવા માટે નીચેના ચિત્ર પર click કરો!
![]() |
| From Blogger Pictures |
"અરે ઓ સાંભા!" થી શરુ થતા scene માં ગબ્બર તેના સાથીઓ સાથે જે ગમખ્વાર ગેમ રમે છે તેનું નામ છે Russian Roulette એવું અહિં આ forum પરની શોલે વિશેની પ્રશ્નાવલી માંથી જાણવા મળ્યું!
ગુજરાતી લખો જાદૂઈ Lipy વડે!
12:14 PM
વિચાર:
ગુજરાતી blog જગતની બહુ જૂની ફરિયાદ છે કે અમારા comment box માં ગુજરાતી લખાતું કેમ નથી? comment box ની નજીક વાચકો IndicIME install કરે કે અન્ય typepads વાપરી લખાણ copy-paste કરે તેવા સૂચનો મૂકવા પડે છે. વિશાલભાઈએ ઘણા સમય પહેલાં આનો ખૂબજ સરળ જવાબ આપતાં પ્રમુખ typepad નું અત્યંત સરલ સ્વરૂપ પણ બનાવ્યું હતું અને એના ઉપયોગ વિશે સમજૂતી આપી હતી પણ કદાચ technical મર્યાદાઓને કારણે આ ખૂબ જ સુંદર રચના એટલી વપરાશમાં ન આવી. મને હંમેશા થતું હતું કે એવું કંઈક હોવું જોઇએ જેથી આ copy-paste ની કડાકૂટ માંથી બચી શકાય. એવું કંઈક કે એક button દબાવો અને સાદું textarea control (કે જેમાં તમે તમારી comments કે લાંબા લખાણ લખો છો) તરત જ એક સરળ ગુજરાતી type pad માં પરિવર્તિત થઈ જાય! આ જાદુ એટલો સરળ દેખાતો હતો કે મેં ઘણી વાર પ્રયત્નો કર્યા પણ અંતે એટલું જ સમજાતું હતું કે આ ખરેખર એટલું સરળ નહોતું! એક છડી ફેરવો ને દેડકામાંથી રાજકુમાર બની જાય! ABRACADABRA! હવે સુધરેલા browsers અને મારા વધેલા અનુભવના આધારે આ પાઘડીનો વળ છેડે આવ્યો! એ વસ્તુ છે મારી પ્રિય technique - bookmarklet! 'લીપિ' શબ્દ પરથી મેં આને Lipy એવું નામ આપ્યું છે!
કાર્ય:
આ bookmarklet ખુલ્લી tab માં મુખ્ય પાના પરના તમામ textarea ને સરળ ગુજરાતી Typepad માં પરિવર્તિત કરે છે.
પદ્ધતિ:
service.vishalon.net પરથી એક javascript current document માં સામેલ કરે છે
current tab ના document ના તમામ forms ના દરેક textarea control ને ગુજરાતી typepad માં પરિવર્તિત કરે છે અને તે મતલબ નો સંદેશ ઉમેરે છે.
ઉપયોગ:
તો આ રહી એ bookmarklet!
માત્ર આ bookmarklet ને ઢસડીને તમારા firefox, Safari કે Chrome ના bookmark bar પર મૂકી દો. જ્યારે તમે કોઇ બ્લોગ ના comment box માં ગુજરાતીમાં type કરવા ઈચ્છો ત્યારે માત્ર આ bookmarklet ને click કરી દો. માત્ર થોડી seconds માં જે તે comment box અને અન્ય textareas માં હવે ગુજરાતી લખી શકાશે. દર વખતે જ્યારે તમે એ blog ની મુલાકાત લો ત્યારે bookmarklet વાપરવી જરૂરી છે જ્યાં સુધી જે તે blogger પોતે ગુજરાતી typing ની વ્યવસ્થા ના કરી આપે. વધુ માહિતી માટે મારી bookmarklets સંબંધિત posts ની મુલાકાત લો.
મુશ્કેલીનિવારણ:
આ કોઈ guaranteed program નથી અને તમે તેને પોતાના જોખમે વાપરશો પણ જો bookmarklet click કરવાથી textarea માં ગુજરાતી type થવાનું શરુ ના થાય તો textarea નું લખાણ copy કરી પાના ને refersh/reload F5 કરીને paste કરવું અને શક્ય હૉય તો પાના નું સરનામું URL અને તમારા Browser નું તથા તમારી operating system નું version જણાવવા મારો સંપર્ક કરવો.
નોંધ:
Windows Vista પર નીચેના Browsers માં બરાબર ચાલે છે.
બીજે વાપરીને અનુભવ જણાવશો.
મોટાભાગના web developers FireBug વાપરે છે F12 shortcut key નો ઉપયોગ કરે છે. તેથી મેં Lipyમાં F9 shortcut key નો ઉપયોગ કર્યો છે અર્થાત્ ગુજરાતી-અંગ્રેજી અદલ-toggle-બદલ કરવા માટે keyboard માં છેક ઉપરની હરોળની F9 key નો ઉપયોગ કરવો.
વિસ્તાર:
વિશાલભાઈ મોણપરા
Bonus:
અપેક્ષિતપણે આ bookmarklet IE8 (8.0.6001.18702) માં ચાલતી નથી!

- આ પ્રકારના bookmarklets દરેક ભાષા માટે બનાવી શકાય.
- textarea માંથી વધુ વિસ્તૃત પ્રમુખ Typepad પ્રકારનું toolbar અને જોડણી પરિક્ષક સહિતનું editor બનાવી શકાય.
- હું જાણું છું કે આ સર્વશ્રેષ્ઠ રીત નથી પણ bloggers પોતે આ Lipy link પોતાના comment box ની બાજુમાં મૂકે તો તેને વાચક bookmarklet ની અવેજમાં વાપરી શકે.
- આ bookmarkletનું offline version પણ શક્ય છે પણ મને તેની જરૂરિયાત જણાઈ નથી. પણ કોઈને જરૂર જણાય તો "order પર પૂરતું ધ્યાન આપવામાં આવશે"
વિશાલભાઈ મોણપરા
Bonus:
અપેક્ષિતપણે આ bookmarklet IE8 (8.0.6001.18702) માં ચાલતી નથી!
Google Cache: રોકડું ને ઢૂંકડું
12:14 PM- તમારું માનીતું web page નથી ખુલી રહ્યું?
- slow connection હોવાથી સંદેશ કે દિવ્યભાસ્કર ના અમુક page ખુલવામાં વાર લાગી અને connection error નો સામનો કરવો પડ્યો?
- હમણાં જ ખોલેલો Readગુજરાતી.com પરનો લેખ જ્યારે પપ્પાને વંચાવવા ખોલ્યો તો site down છે?
- લેખનું લખાણ copy કરવું છે પણ સાથે સાથે બિનજરૂરી જાહેરાતો, ચિત્રો અને links પણ આવે છે?
તમને જે તે web page નું સરનામું એટલે કે URL (જેમ કે www.manishmistry.com) ખબર હૉય તો તેની આગળ http://www.google.com/search?strip=1&q=cache: એટલું ઉમેરી જુઓ. Google જેટલા પાનાં search results માં list કરે છે તેના કરતાં ઘણા વધારે વાંચે છે અને તેને પોતાના અલગ storage માં (જે 72.14.235.132 IP દ્વારા ઉપ્લબ્ધ કરાય છે) સંગ્રહિત કરે છે. 'cache:' એક search operator છે જેના થકી તમે આ ભંડાર ને પણ ફેંદી શકો છો. જૂની websites જે તાજેતરમાં બંધ થઈ ગઈ હૉય તે પણ અહિં ઉપલબ્ધ હૉઈ શકે છે.
આગળ નોંધ્યું તેમ મજાની વાત એ છે કે ગુજરાત સમાચાર જેવી જાણીતી સમાચાર ની site ને તો આ caching ની પ્રક્રિયા દરમિયાન જ unicode માં રૂપાંતરિત કરવામાં આવે છે.જેમકે કદાચ તમને ગઈકાલે cache કરાયેલ ગુજરાત સમાચાર મુખપૃષ્ઠ જોવા અહિં click કરો. (Hindi સમાચારપત્ર નવભારત પણ આ રીતે unicode રૂપાંતરણ પામે છે!) તેથી માત્ર એકાદ જૂનો લેખ વાંચવા માટે કોઇના computer પર font download અને install કરવાની ઝંઝટમાં ના પડવું હૉય તો પણ આ cache ને ફંફોસવું સાર્થક નીવડી શકે છે.
Bonus:
- Google Cache Bookmarklet version 2 જે graphical content strip કરીને માત્ર text એટલે કે લખાણ પર ધ્યાન આપે છે! GoogleCacheStrip
- ઑનલાઈન પસ્તી ભંડાર જેવા Archivals ની 'યાદી'

Torrens તારાં વહી ગયાં પાણી...
10:15 AMપાતળી લીટી જેવી નદી Torrens River Adelaide ગામ વચ્ચે થી પસાર થાય છે. જાણે વ્યસ્ત દિવસ એટલે કે CBD (Working City) અને આરામદાયક રાત્રિ એટલે કે North Adelaide (Residential City) ને જે જુદાં પાડે છે તે એનો એટલો ભાગ એક catchment એટલે કે બંધ કરેલું લાંબું તળાવ છે. બંને છેડા બંધ કરીને પાણીનો સંગ્રહ કરી તેની આસપાસ (River-Front) રમણીય સ્થળો બનાવ્યાં છે.
એક સવારે Torrens Bridge પરથી પસાર થતી બસમાંથી બહાર નજર ગઈ તો આંખો પર વિશ્વાસ ન થયો, ધારીને જોયું તો ખાતરી થઈ કે Torrens catchment અડધું ખાલી છે! એકાએક પાણી જાણે સુકાઈ ગયું હૉય કે કોઇ Aussie અગત્સ્યએ ચાખી જોયું હૉય તેમ તેમ પાણીનું level એકદમ લગભગ અડધું થઈ ગયું છે! ન જાણે શું ને શું કલ્પનાઓ થઈ આવી પણ મન માનતું નહોતું. હું અંગત જીવનમાં થોડી ધમાલમાં હતો એટલે વાત જાણે વિસરાઈ ગઈ પણૅ આજે શોધ આદરતાં ABC પર અને Advertiser પર હકિકત જાણવા મળી. વાત જાણે એમ હતી કે 'તળવાસ'ના બંધ આગળ એક electrical fault ના કારણે દરવાજો અધરૂકો રહી જતાં ઘણું પાણી વહી જવા પામ્યું છે. (કોઈ શ્રાપ-બ્રાપ નથી!) હવે 'ઉપરવાસ'માં એટલે કે Adelaide Hills પર વરસાદ પડે ત્યારે ફરી આ 'નદી-તળાવ' ભરાવાના યોગ છે. કારણકે મોટાભાગના Adelaidians એ વાત સારી રીતે સમજે છે કે દુકાળ જેવી પાણીની તંગીના આ સમયમાં Kangaroo Creek Reservoir નું પિવાલાયક પાણી આ lake ને ભરવામાં વેડફી નાખવા જેવું નથી.
નિરાશાવાદીઓને એ દેખાય છે કે આવનારા The Fringe, Womadelaide અને Clipsal 500 જેવાં 'ઉત્સવભર્યા' બે મહિનાઓમાં આ અગત્યનું આકર્ષણ આમ કદરૂપું થઈ જાય તે યોગ્ય ના કહેવાય તો સામે આશાવાદી city council આને lake ને સાફસૂફ કરી લેવાની દશક માં એક એવી તક તરીકે જુએ છે! હાલ તો city થી દરિયા લગી રસ્તામાં આવતી બધી councils (પંચાયતો?) ને પર્યાવરણલક્ષી ચિંતાઓ થાય છે તો બીજી બાજુ નદીના ઉઘાડા થયેલા તળીયાએ સંતાડી/સંઘરી રાખેલ shopping trolleys, skateboards અને નાવિકોના coach નો ખોવાયેલ radio handset અને એક જળસમાધિસ્થ car વગેરે દેખા દેતાં 'કહિં ખુશી કહિં ગમ' નો માહોલ છે!
Bonus: Photo Gallery

Visa અને Recession
11:49 AMઘણા Australian Immigration Visa જેમ કે SIR અને student visa પછી મળતી permanent residency aka PR માટે પ્રતિસપ્તાહ અમુક કલાકોનો paid work experience જરૂરી છે. હાલ ચાલી રહેલ recession કે વૈશ્વિક મહામંદી માં જ્યારે employers પાસે પણ પૂરતું કામ ન હોવાથી પોતાના employees ને એ full-time કામ આપી શકતાં નથી. આથી એ શરત પૂરી કરવી કેટલાક casual employeesને સહજપણે અઘરી પડે તે શક્ય છે. આ વાતને ધ્યાનમાં રાખીને DIMA ઉપરોક્ત શરતમાં કંઈક recession discount આપશે?
અહો, શું અજાયબ છે જગત!
7:22 PM
મારી મનપસંદ સંદેશાત્મક Animation Movie "Madagascar" માંના વ્યંગગીત "What a wonderful world!" નાં શબ્દો
ના ભાવાનુવાદનો પ્રયાસ. પ્રાણી સંગ્રહાલયની આરામદાયક જિંદગીથી ભાગીને માડાગાસ્કરના ટાપૂ પરના જંગલમાં અકસ્માતે આવી પહોંચેલી જીરાફ,ગર્દભ, હિપ્પો અને સિંહની મિત્રટોળકીને "અદ્ભૂત જગતની વાસ્તવિકતાઓ"નો સામનો થાય છે તે મતલબના जीवो जीवस्य भोजनम् સમજાવતા આ ગીત ના એક દ્રષ્યમાં કેડી પાર કરતા બતકના બચ્ચાને કોઇ ખાઈ જશે તે બીક લાગતાં આ મિત્રો તેને સાચવીને તેના ઘરઆંગણા જેવી સુરક્ષિત નદીમાં ઊંચકીને માંડ કૃતકૃત્યતાપૂર્ણ "હાશ" અનુભવતાં હૉય છે ત્યાં તો પાણીનો પટ ચીરીને બહાર આવેલા એક વિકરાળ મગરના જડબામાં તે પધરાવાઈ જાય છે. કેટલું કડવું સત્ય!
Bonus:
અંગ્રેજની ગોળી થી મરેલું તેતર પટેલની વાડીમાં પડ્યું. પટેલે અંગ્રેજને વાડ ઠેકતો અટકાવીને કહ્યું કે એમ તેતર ના મળે. ગામના રિવાજ પ્રમાણે આપણે બન્ને એકબીજાને ત્રણ-ત્રણ પાટાં (લાતો) મારીએ અને જે હારી જાય એ તેતર લઈ જાય. ભારતીય રીતિરિવાજોના "અભ્યાસુ" અંગ્રેજે હા ભણી એ સાથે પટેલે એને માથે-પેટમાં અને પગે એક એક એવી દેવાડી કે અંગ્રેજ ભૉંયભેગો. થોડીવારે માંડમાંડ ઊભો થઈ એ બોલ્યો - "હવે મારો વારો" તો પટેલ કહે - "જા હું હાર્યો, લઈ જા તેતર!"

દીઠાં મેં લીલાંછમ્મ જંગલ, લાલ ગુલાબ પણ
દીઠાં મેં એમને ખિલતાં, મારા-તમારા કાજે
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"

દીઠાં મેં આસમાની આભ ને વાદળ શ્વેત,
વરદાનસમ ઊજ્જવલ દિન અને પવિત્ર ઘનઘોર રાત,
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
વરદાનસમ ઊજ્જવલ દિન અને પવિત્ર ઘનઘોર રાત,
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
મેઘધનુષી રંગો, શું સુંદર આકાશે,
અને આવતાંજતાં લોકોનાં ચહેરે દેખાશે,
મને દીસે મિત્રો હાથ હલાવી પૂછતાં - કેમ છો?
ખરેખર કહેતાં - "તમે અમારો પ્રેમ છો!"

મને બાળકો રડતાં સંભળાય છે, હું તેમને મોટાં થતાં જોઉં છું
મેં કદી પણ જાણ્યું હશે તેનાથીય વધારે એ બધાં શિખશે,
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
મેં કદી પણ જાણ્યું હશે તેનાથીય વધારે એ બધાં શિખશે,
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
વાહ!