Recent Comments

ઑસ્ટ્રૅલિયામાં ગુજરાતીઓ

Monday, June 30, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ગુજરાતી એ ઑસ્ટ્રૅલિયાનાં વિસ્થાપિત વસ્તી પૈકી ૧૨ પ્રમુખ ભાષાકીય મંડળોમાંનું એક છે. એસ. બી. એસ. રેડિઓ ગુજરાતી સીવાય હિન્દી, પંજાબી, કન્નડ અને તામીળ ભાષાઓમાં પણ કાર્યક્રમો પ્રસારીત કરે છે. ઑસ્ટ્રૅલિયાના ગુજરાતીઓ હિન્દુ, મુસલમાન, જૈન, પારસી કે ખ્રિસ્તી ધર્મના છે.

ગુજરાતીભાષીઓએ ૧૯૫૦માં ઑસ્ટ્રૅલિયા આવવાનુ શરુ કર્યુ મોટેભાગે તેઓ વેપારીઓ અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલ હતા. ૧૯૪૬માં સૌપ્રથમ સી. ઍસ. પટેલ આવ્યા. ત્યારબાદ ૧૯૪૯ માં કાપડના વેપારીબંધુઓ વિજેન્દ્ર અને મહેશ કાપડીયા આવ્યા. લગભગ એ જ અરસામાં રુસ્ત્રી (?) શેઠ પણ આવ્યા. આ શરુઆતી આગંતુકો પાસે કામચલાઉ ધંધાનો પરવાનો રહેતો કારણ કે ઑસ્ટ્રૅલિયાએ હજુ તેની "શ્વેત ઑસ્ટ્રૅલિયા" નીતિ છોડી ન્હોતી. તેમ છતાં, સમય વિતતાં, આ નીતિ ગઈ અને છેવટે તેને ૧૯૬૦ ના દશકમાં ત્યજી દેવામાં આવી. ઘણા ગુજરાતીઓ માટે કાયમી વસવાટ માટે ઑસ્ટ્રૅલિયા આવવાનું શક્ય બન્યું. વળી, નિયંત્રક સ્થળાંતર નીતિઓ નો અંત આવવા સાથે ઘણા ડૉક્ટર્સ, શિક્ષકો, કારીગરો અને અન્ય વ્યાવસાયિકો ભારત અને અન્ય રાષ્ટ્રો વાટે આવ્યા. ગુજરાતીઓ ઘણા આફ્રીકન દેશો અને ફિજી માંથી આવ્યા છે. તેમનું આ સ્થળાંતર ખાસ કરીને તેમના વતન દેશોમાંની રાજનૈતિક ઊથલપાથલોને કારણે થયું. ૭૦ના દશકાની શરુઆતમાં, યુગાન્ડાના કુખ્યાત તાનાશાહ ઈદી અમીને એશીયાઈ વસ્તીને દેશનીકાલ આપ્યો જેમાં ગુજરાતીઓ પણ હતાં જેમણે ઑસ્ટ્રૅલિયા, કૅનેડા અને યુનાઈટેડ કિંગ્ડમ (લંડન) મા ઘર વસાવ્યાં. તે જ રીતે, ૮૦ના દશકનાં અંતભાગમાં ફિજીમાં થયેલ બળવાના કારણે ગુજરાતીઓએ ઑસ્ટ્રૅલિયા અને બીજા દેશો તરફ પ્રયાણ કર્યુ.

૨૦૦૫-૦૬માં ઑસ્ટ્રૅલિયાનાં વિસ્થાપિતોમાં ચીન અને ભારત અનુક્રમે ત્રીજા અને ચોથા (ન્યૂ ઝીલૅન્ડ અને યુનાઈટેડ કિંગ્ડમ બાદ) મોટા ઉદ્ગમો હતા તેમજ બીજા અને ત્રીજા (યુનાઈટેડ કિંગ્ડમ બાદ) મોટા કૂશળ વિસ્થાપિતોના ઉદ્ગમો હતા. આ અરસામાં કૂશળતાનું વિસ્થાપન પણ ૪૭૦૦ થી વધીને ૧૨૩૦૦ થયું. આમતો ૨૦૦૬માં ચીની વિધ્યાર્થીઓ ની સંખ્યા વધારે (૬૯૮૪૮ એટલે કે ૨૨%) હતી પણ બીજા ક્રમે ભારતીયો (૧૧%) હતા.

1 Response to "ઑસ્ટ્રૅલિયામાં ગુજરાતીઓ"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.