Recent Comments

Blessing in disguise છૂપા આશિર્વાદ

શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2010 કાપલીઓ , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

વર્ષ ૨૦૧૦ ની શરુઆત થઇ છે Adelaide થી Melbourne સ્થળાંતરથી.
કારણ કે નવી નોકરી મળી છે.
કારણ કે પહેલાની નોકરી recession તરીકે ઓળખાતી 'વૈશ્વિક મંદી' ખાઈ ગઈ!
(ઘરે પપ્પાને સમાચાર પણ આ જ ક્રમમાં આપ્યા હતા!)

કહેવાતી permanent નોકરી આ રીતે જવાનું ભારોભાર દુઃખ થયું, વધારે તો એ કારણે કે છેલ્લા તેરેક વર્ષોમાં કરેલી દસેક નાની-મોટી નોકરીઓમાં આ પહેલી હતી જેમાં મને ગૌરવપૂર્વક રાજીનામું મુકવાની તક નહોતી મળી! પણ તે સમાચાર આપવા manager એ બોલાવ્યો તે જ meeting માં નક્કી કર્યું કે હવે ક્યાંક Melbourne કે Sydney જવું છે. અને એ પછીના અડધા કલાકમાં resume (biodata) update/refresh દીધો.

Christmas ની રજાઓ દરમિયાન પરિવાર અને પરિવાર-સમ મિત્રો સાથે Melbourne અને Great Ocean Road ફરવા આવ્યા હતા તે સમયે Boxing Day ના રોજ, Christmas પહેલા થયેલા phone interview નાં અનુસંધાનમાં થયેલ personal interview માં જ નોકરી પાકી થઇ. Hawthorn નામના સારી એવી ગુજરાતી વસતી ધરાવતા area માં ભાડે ઘર પણ મળી ગયું! આ Valentines Day પર સામાન અને partner અને દીકરો ઘરે આવી જશે.

ભગવાન, partner અને મિત્રોનો આભાર કે ખાસ કશી તકલીફ વગર આ સ્થાનાંતર શક્ય બન્યું! જૂની જગ્યા, મિત્રો અને ઘર છોડવાના રંજ ને ખંખેરતાં ખંખેરતાં નવી નોકરી, નવું ઘર અને નવા મિત્રો ની તક સાંપડી તે એક છૂપા આશિર્વાદ સાબિત થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું!


આ સાથે Adelaide Torrens ને કાંઠે થી લખાતી આ blog અહી વિરામ પામે છે! પણ કહે છે ને કે ...

जहाँ में अहले अमन सूरते खुर्शीद जीते हैं
ईधर डूबे उधर निकले, उधर डूबे इधर निकले

(In this world, men of faith and self confidence are like the Sun,
They go down on one side to come up on the other)
એટલે આ અટલ ઓટલો આટલેથી ઉઠે છે પણ બીજી બાજુ બીજા બજાર માં બેસે છે! હવેથી manmis.wordpress.com પર મનિષ મિસ્ત્રીનાં Melbourne Musings લખીશ!

Bonus:

મને કોઈ વ્યસન નથી (દરેક વ્યસની પોતાના વ્યસન ને અપવાદ ગણે તેમજ હું 'ચા' ને અપવાદ ગણું છું) પણ સારા dinner પછી સરસ મજાનું તાજું મીઠું પાન મળી જાય તો ભૈ વાહ! Adelaide માં Prospect Road પર આવેલ Royal India Grocery Store માં આવા તાજા બનાવેલા પાન મોડી રાત્રે નવ વાગ્યા લાગી મળતા થઇ ગયા છે તે મિત્ર નો આભાર માનવા અને અન્ય મિત્રો સારું આ 'ગમતાનો ગુલાલ' કરવા માટે આજનું bonus આ photographs છે! આશા રાખું છું કે સો થી વધારે posts સાથે અહી અટકતી આ સહયાત્રા માં આનાથી પાન ખાધા જેવી મીઠડી રતાશભરી મજા આવશે!

1 Response to "Blessing in disguise છૂપા આશિર્વાદ"

અજ્ઞાત કહ્યું...

મનીષભાઇ,
પહેલા તો અભિનંદન કે આટલી જલ્દી તમને બીજી નોકરી મળી પણ ગઇ. આર્થિક મંદી અને ઓસ્ટ્રેલિયામાં ભારતીયો વિરોધી વાતાવરણ જોઇને મને આ સુખદ આશ્ચર્ય લાગે છે.
પાન ખાવાની આટલી સારી સગવડ ઓસ્ટ્રેલિયામાં છે એ સારુ કહેવાય. સિંગાપોરમાં એવી કોઇ વ્યવસ્થા નથી.

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.