Recent Comments

સંદેશ ફરી આગળ...

બુધવાર, 23 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , , , , , , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ગુજરાતના અગ્રણી સમચારપત્ર સંદેશે આજે તેની વૅબસાઈટના ક્લેવર બદલ્યા છે. (કદાચ ઘણા સમય પહેલાં મેં કરેલી પોસ્ટ્સ અને અંગત ફીડબૅક કામ કરી ગયા છે :)). નવું રૂપ જે છાપા કરતાં મૅગેઝીન જેવું વધારે લાગે છે તે પહેલાં કરતાં ઘણૂં સારું છે. જોકે બેધડક કહી શકાય કે આ બાબતે દિવ્યભાસ્કર પાસેથી શીખવા જેવું ઘણું હતું (અને હજુ છે!) હું સંદેશની ટીમને આ માટે ધન્યવાદ આપું છું, Congrats! અને સાથે-સાથે એ પણ કહીશ કે સંદેશ ગુજરાતીમાં સમાચારપત્રની સારી વૅબસાઈટ બાબતે પણ આગળ આવ્યું છે.

આમતો નવું શું છે તે સંદેશ પર અંગ્રેજીમાં અહીં યાદી બનાવેલ જ છે પણ ગુજરાતીમાં કહું તો આ રહ્યા મારાં અવલોકનોઃ

  1. સૌથી મોટી વાત એ થઈ કે હવે સંદેશ પોતે જ RSS માટે ઢગલાબંધ વિકલ્પો આપે છે, જુઓ અહિં! માફ કરશો પણ આ અગાઉ મેં મૂકેલી આ પોસ્ટ(Gujarati News Headlines)માં RSS માટેની લિંક્સ હવે નહી ચાલે અને તેની જરૂર પણ નથી.
  2. સંદેશ ડૅસ્કટૉપ ટીકર દ્વારા વૅબસાઈટ ખોલ્યા વિના પણ તાજાખબર જોવા મળશે (જોકે હું તો વિંડોઝ વિસ્ટાના RSS Reader સાઈડબાર ગૅજેટને વધુ પસંદ કરીશ, પણ એકાદો સ્ક્રીનશૉટ મૂક્યો હૉત તો વિચારત!)
  3. ફાયરકૉક્સ અને ઈન્ટરનેટ ઍક્સ્પ્લોરર માં ઓકે છે પણ સફારી ૩.૧.૨ માં અમૂક ભાગ બરાબર દેખાતા નથી.
  4. આખી વૅબસાઈટ ગુજરાતી યુનિકોડમાં છે તો મેનું અંગ્રેજીમાં રાખવાનો અર્થ શો છે?(આ બાબત દિવ્યભાસ્કર ને પણ એટલીજ લાગુ પડે છે.)
  5. કંઈ પણ હોય પણ સાઈટ ઘણી ધીમી છે, ઍડ્રૅસ ટાઈપ કરો, ઍન્ટર મારો, અને પછી થોડી વાર સુધી રાહ જુઓ અને છેલ્લે ધમ્મ દઈને આખ્ખું પેજ આવશે, કંઈક સુધારવાની જરૂર છે. હદ તો ત્યારે થઈ જ્યારે મને Server Error in '/' Application. નો મૅસેજ મળ્યો!
  6. સિવાય કે ગુરુજી.કૉમ સાથે સારા ઈંડેક્ષિંગના કોઈ કરાર થયા હોય, ગૂગલ કસ્ટમ સર્ચ માં કદાચ વધારે સારૂ પરિણામ આપી શકત.
  7. સંદેશ અર્ધસાપ્તાહિક પૂર્તિના ચાહકો માટે ખાસ મુખ્યપૃષ્ઠ ગમ્યું. (કૉલમનાં ટાઈટલ ક્યાં છે? કૉલમિસ્ટ મિત્રોને કોઇ જશ નહિ?) પણ આવો કૉમ્પ્લિકેટેડ યુઆરઍલ ના ગમ્યો એટલે મેં આ ટાઈનીયુઆરઍલ બનાવ્યો!
  8. અને છેલ્લે, મુખ્ય પૃષ્ઠ પર જાXખ નો અતિરેક નથી લાગતો?

ક્યાંક એવું તો નથીને કે સંદેશbeta લખવાનું રહી ગયું હોય? તમને શું લાગે છે?

1 Response to "સંદેશ ફરી આગળ..."

Unknown કહ્યું...

Wanna load a sandesh page faster?
Replace article.aspx with printarticle.aspx and add "&lang=Read in English" without quotes at the end of the url and it will load without any ads, a lot faster!
e.g. Change
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=633 to http://www.sandesh.com/sandesh_printarticle.aspx?newsid=633&lang=Read%20in%20English.

Enjoy!

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.