Recent Comments

ગુજલિશનું નવું રૂપ કે ભાષાની ભેળસેળ?

સોમવાર, 28 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , , , , , 2 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

દિવ્ય ભાસ્કર અને પ્રુફ રીડર માં તો ક્યાંક પ્રૂફરીડરની નૉકરી જશે! આવાં લેખો ઘણાં છે. દિવ્યભાસ્કર પર ગૂગલ સર્ચથી તો મળશે જ પણ બીજે બધે પણ છે ઉ.ત. જેમકે બિઝનેસ સ્ટાન્ડર્ડ નો આ લેખ! "ત્ર્દ્દદ્દષ્ટ://ફુફૂૃં.રુiસ્ન્ર્ત્ર્ીશ્રંઁ.ઁફૂદ્દ/ ઞ્યસ્ત્ર્aર્શ્વીદ્દi વ્ક્કષ્ટફૂભ્ફૂફુ.ત્ર્દ્દૃઃ" જેવા ઉખાણા ઉકેલવાનું આ કામ કદાચ વિશાલભાઈ કરી શકે! જે તેમણે કર્યું છે (ગુજરાતી ટાઈપ-પૅડ) તેનાથી બિલકુલ ઉંધી દિશામાં (ગુજરાતીમાંથી અંગ્રેજી) છે!
હવે, આમાં તો હું એમ જ કહી શકું કે કદાચ દિવ્યભાસ્કરના ટાઈપિસ્ટ્સ એન્ટ્રી કરતી વખતે કોઇ બીજું સૉફ્ટ્વૅર (જેમ કે શ્રીલિપિ ('લિપિ'ની આ જોડણી ચકાસવા ગુજરાતી લૅક્સિકૉન ની ડીક્ષ્નરી સેવા નો ઉપયોગ કરવો પડ્યો) વાપરતાં હોય અને પછી કોઇ ઑટોમેટેડ કન્વર્ટરની મદદથી તેને યુનિકોડમાં લાવતાં હોય! (શ્રીલિપિ સોફ્ટવૅર તો કદાચ ઇનબિલ્ટ યુનિકોડ કન્વર્ટર આપે છે.). મારી આ પોસ્ટમાં મેં આ રીતનો ઉલ્લેખ કર્યો છે. પણ વિશાલભાઈ ની સાઈટ પર મૂકાયેલ દિવ્યભાસ્કરે આપેલ આ PDF માં તો ગોવિંદ ફૉન્ટ્સ વાપર્યાં છે તે જોતાં લાગે છે કે ત્યાં શ્રીલિપિ નથી વપરાતું! જોકે, ઈંટરનેટને ઉપયોગી અને મહત્વનું ગણીને વૅબસાઈટ શરૂ કરો તો પછી તેના લેખોમાં સમાવિષ્ટ બધી લિંક્સ ચાલતી હોય તે જોવાની જવાબદારી પણ કોઈકની તો છે જ, ભલે તે પ્રિન્ટ વર્ઝનના પ્રૂફરીડરની ના હોય!
તા.ક. ગમે તે કારણ હોય, દેશ-ગુજરાતની ફોન્ટ રૂપાંતર સેવાઓમાં હજી શ્રીલિપિ નું કન્વર્ઝન થતું નથી.

2 Response to "ગુજલિશનું નવું રૂપ કે ભાષાની ભેળસેળ?"

વિનય ખત્રી કહ્યું...

સરસ જાણવા મળ્યું.

kakasab કહ્યું...

મનિષભાઈ

સુંદર બ્લોગ, આપનો ખુબ આભાર
આપનું ઈમેલ એડ્રસ ન હોવાથી અહિયા લખુ છું, કામની વ્યસ્તતા અને ઈન્ટરનેટ પર વધી ગયેલી પ્રવૃતિને કારણે અમુક બ્લોગ્સમાં થોડી લીન્ક્સ તુટી ગયેલ છે, જેનું સમારકામ કરવાનું ધ્યાનમાં જ છે અને ટુંક સમયમાં તેને નવું સ્વરૂપ આપી દેવામાં આવશે... આપ બેફીકર રહો

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.