Recent Comments

કેટલાંક બાળગીતો

ગુરુવાર, 3 જુલાઈ, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

આજે પટેલ-પરીવારની બ્લૉગ પરથી કેટલાંક બાળગીતોનું Transliteration કરવાનું મન થયું, આપની સેવામાં!

ચકી ચોખા ખાંડે છે.
મોર પગલાં પાડે છે,
ઢેલ પાણી ઢોળે છે.
પિતાંબર પગલાં પાડે છે.
ટિલડીનો ટૂચકો, મારો જોરમાં ભૂસકો.


મેં એક બિલાડી પાળી છે. તે રંગે બહુ રૂપાળી છે.
તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે.
તે દહીં ખાય, દૂધ ખાય, ઘી તો ચપ્-ચપ ચાટી જાય.
તે ઊંદરને ઝટપટ ઝાલે, પણ કૂતરાથી બીતી ચાલે.
એના ડીલ પર મોટો ડાઘ છે. તે મારા ઘરનો વાઘ છે.

એક હતો ઊંદર, કોટ પહેર્યો સુંદર,
હાથમાં લીધી સોટી, વાતો કરતો મોટી,
જો બનું હું અન્નપ્રધાન, કદી પડે ના અન્નની તાણ,
ઊંદરસેના ઘૂમતી જાય, ચોકી પહેરો કરતી જાય,
કોઠા રોટલા ચરતી જાય, લોકો સૌ વહેંચીને ખાય

એક બીલાડી જાડી, એણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ,
તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર,
સાડી નો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો!


આવ રે વરસાદ, ઘેબરીયો પરસાદ, ઊની-ઊની રોટલીને કારેલાંનું શાક,
આવ રે વરસાદ, નેવાળે પાણી, નઠારી છોકરીને દેડકે તાણી
આવ રે વરસાદ, ઘેબરીયો પરસાદ,ઊની-ઊની રોટલીને કારેલાંનું શાક,

વારતા રે વારતા,
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાં સમજાવતા,
એક છોકરું રીસાણું,
કોઠી પાછળ સંતાણું,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર માડી!


મામાનું ઘર કેટલે? દિવો બળે એટલે.
દિવા મેં તો દિઠા, મામા લાગે મીઠા,
મામી મારી ભોળી, મીઠાઈ લાવે મૉળી,
મૉળી મીઠાઈ ભાવે નહિ, રમકડાં કોઇ લાવે નહિ.
મામાનું ઘર કેટલે? દિવો બળે એટલે.


હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા,
આગળ લટકે લાંબી સૂંઢ્ પાછળ લટકે ટૂંકી પૂંછ.
હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા.

1 Response to "કેટલાંક બાળગીતો"

Unknown કહ્યું...

Thanks for the correction on the spelling. As you may have guessed, my Gujarati writing skills could use some improvement. Nice work with the transliteration.

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.