આજે જ્યારે વિશાલભાઈના પ્રમુખPad માં અક્ષર જોડણી-પરીક્ષક (Akshar Spell Checker) ઉપલબ્ધ થયાના સારા સમાચાર અનિમેષભાઈએ આપ્યા ત્યારે ઘણો ઘણો આનંદ થયો. આભાર બન્નેનો, પહેલાં બનાવ્યું તેનો, પછી બતાવ્યું તેનો!
આમ તો મારાં computer/internet પર જોડણી ચકાસવાનાં રસ્તાઓ ઘણાં હતાં:
- મારા laptop પર તો કાર્તિકભાઈની સલાહથી ભાષાIndia નું indic IME ક્યારનુંય આવી ગયું છે. અને હું Microsoft Word નું (The Next generation of) Spell Checker વાપરું છું. પણ ગુજરાતીમાં તેનાં પરિણામો એટલાં Reliable નથી હૉતાં. આ બે જુદાં જુદાં ઉદાહરણો જુઓ.
- ક્યારેક ગુજરાતીLexicon ની મદદ લેતો થયો. ત્યાં જોડણી ચકાસવા માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી પણ જો મારી જોડણીનો સાચો અર્થ દર્શાવતો શબ્દ મળે તો સાચું એમ માનીને ચાલતો હતો.
- બીજો સારો project છે વિક્ષનરી (કોઈ માયાવી રાક્ષસી માટેનો પ્રાચીન સંસ્કૃત શબ્દ લાગે છે? ના ભાઈ આ તો Wiktionary છે!) પણ હું તેમાં એટલો potential નથી જોતો.
- ગૂગલ indic transliteration પર કેટલીક ભાષાઓ માટે Spell-Suggestion ક્યારનુંય છે.
- quillpad ગુજરાતી પર spell checker અને તેથી એક ડગલું આગળ કંઈક autocorrect જેવી વ્યવસ્થા છે.
- Webદુનિયા Quest ગુજરાતી પણ suggestion પૂરાં પાડે છે
- છેક છેલ્લે હજી ગૂગલ પણ તાજું તાજું Google Suggest લાવ્યું છે અને ગૂગલ ગુજરાતીની નબળી બાજુ આપણે હમણાં જ જોઈ હતી જુઓ ગૂગલદેવતાનો નૈવેદ્ય Gujarati as offered by Google પણ આ તેનું નવું ખૂબ જ સક્ષમ પાસું છે કે search box માં અંગ્રેજી અક્ષરો Type કરતાં ગુજરાતી unicode માં suggestions આવે છે. ત્યાં એક વિચાર એ પણ આવ્યો કે તેનો પણ જોડણી ચકાસવા માટે ઉપયોગ કરી શકાય. પણ ગૂગલ કોઈ Dictionary ને આધારે નહિં પણ અત્યાર સુધીમાં લખાયેલ અને તેણે index કરેલ શબ્દોની લોકપ્રિયતા ને આધારે suggest કરે છે એટલે એમાં ઉંધા જોડણી કહેતાં ઉંઝા જોડણી ભળવાની પણ ભારોભાર શક્યતા છે! સાચવવું. (નોંધઃ હું સાર્થ જોડણી પરત્વે પણ એટલો કટ્ટર નથી પણ જોડણી બચાવવા કરતાં ભાષા બચાવવી વધુ જરૂરી છે તેમ અચૂક માનું છું.)

થોરામાં ઘનું:
- વિશાલભાઈ માટેઃ
- તમે નામ સારા સારા લાવો છો! પ્રમુખ એટલે Main કે Major અને આ સુવિધા ઉમેરાયા પછી તો અવ્વલ સ્થાને નિઃશંક પ્રમુખ TypePad છે. વળી, જે કદી ખરતો નથી તેવા અક્ષર ને જોડણી ચકાસવાનું કામ સોંપીને આ કામ ને વધુ વિશ્વસનીય બનાવ્યું છે. જય સ્વામિનારાયણ કે જય સ્વામીનારાયણ? પ્રમુખસ્વામિ મહારાજ ભાષા વિષે શં કહે છે જુઓ!
- ગભરાઈ ના જતાં, આ dictionary ને સાચવવાનું અને update કરતાં રહેવાનું કામ મોટું તો છે જ પણ અમે બધા તમારી સાથે છીએ! હું ધારું છં કે તમે શરુઆત તો ગુજરાતીlexicon ના સંચાલકો પાસેથી વર્તમાન શબ્દ્કોષ લઈને જ કરી હશે.
- આ જોડણીપરિક્ષક માં એક link વડે તે શબ્દના અર્થ અને પરિપ્રેક્ષ્ય (Thesauras) ગુજરાતીlexicon પર કે અન્ય કોઈ પણ સાઈટ પર મળતાં કરો.
- ગૂગલ ગુજરાતીનાં સૂચનો (Google Suggestions in Gujarati) searchગુજરાતીનો વિકલ્પ નહિં બની શકે કારણ કે તે આખી દુનિયામાં ખાંખા-ખોળા કરે છે જ્યારે searchગુજરાતી તેને એક દિશા આપે છે કે જેથી તે માત્ર ગુજરાતી sites ને જ ખૉળે. તેમાં એમ પણ બને કે ગૂગલ નાં એકાદ-બે પરિણામો અર્થહિન હૉય અથવા સામે પક્ષે searchગુજરાતીમાં કોઈ site નો સમાવેશ કરવાનો રહી ગયો હૉય તો તે પરિણામોમાં ના આવે. ઉ.ત્ નરેન્દ્ર મોદી પર searchગુજરાતીમાં માત્ર 10 પરિણામો મળે છે જ્યારે ગૂગલ પોતે કૂલ 35 પરિણામો આપે છે.
- Indic IME નાં Firefox Toolbar અને WordPress plugin પણ મળે છે.
- Online Typepads નું અગાઉ મેં જે list આપ્ય્ં તેને હવે હું અહિં Share કરું છું.
- તમે જો પ્રમુખ Typepad વાપરતાં હોવ તો વિશાલભાઈનો આભાર માનવાનો આ ઉત્તમ અવસર છે. આ રહ્યું એ form જ્યાં તમે આભાર કે ધન્યવાદ કહી શકો છો.
1 Response to "જોડણીનો ઝઘડો અને પ્રમુખનો બેજોડ જોડીદાર અક્ષર Glad to see અક્ષર Spell Checker - Gujarati!"
સરસ આર્ટિકલ. વિગતો ઉંડાણમાં અને સરસ રીતે લખેલ. LGPL અંગે મેં વિશાલભાઇ જોડે વાત કરી. આખો સોર્સકોડ LGPL માં નથી, TinyMCE અને સ્પેલચેકર પ્લગ-ઇન જ છે!!
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.