Recent Comments

નાનકડો વિમાનપ્રવાસ અને ટચુકડાં વિચારો - short flight and tiny thoughts!

Friday, September 5, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

હાશ આખરે આ post પૂરી થઈ! 29-SEP-08 ના રોજ સાંજે પ્લેનમાં લખવાનું ચાલૂ કર્યું હતું તે આજે પૂરું થયું.

Qantas ની flight ખાસી 15 minutes late પડી છે. Mobile ખાલી છે, નવા ગીત ભરવાના રહી ગયા હતાં નહિંતર ગીતસમાધિ લઈ લેત! હમણા થોડી વાર પહેલાં જ થયું કે ચાલ laptop ખોલું અને કંઈક કરું. (અહિં Australiaમાં બધાને આવી ટેવ છે, બસમાં, jogging કરતાં કરતાં કે પછી અમથા ક્યાંક બૅઠા હૉય તો પણ કાનમાં ડટ્ટા ભરાવી દીધા હૉય.) પણ જ્યાં સુધી વિમાન પૂરેપૂરું ઉડવા ના લાગે (એટલે કે take off પૂરું ના થાય) ત્યાં લગી electronics બંધ રાખવાની સૂચના છે. એટલે ભગવાન સૌને હેમખેમ રાખે અને છેલ્લી seat પર બેઠેલા મારાથી શરૂઆત કરે એટલા માટે મૅં આ વિચાર માંડી વાળ્યો!
  1. કામ વહેલાં પતી ગયું એટલે અને Sydney નો Friday evening traffic (traffic હંમેશા terrific જ કૅમ હૉય છે?) ટાળવા માટે થઈને પણ હું office થી વહેલો નીકળ્યો. સાડા છ વાગે નીકળતી flight માટે હું બહુ જ વહેલો પડ્યો! check-in કરાવવા માટેના kiosk પર મને એક કલાક પહેલાંની બીજી એક flight offer કરવામાં આવી તે મૅં લઈ લીધી. બારી પાસેની seat જોઈ તો છેક છેલ્લી હરોળમાં મળી.
  2. Plane scoot કરતું હતું એટલે કે runway પર દોડતાં પહેલાં પોતાની જગ્યાએ ગોઠવાવા માટે Airportના platform સાથેથી પોતાનું જોડાણ છોડીને થોડું "ચાલતું" હતું ત્યારે થયું કે ખરેખર કહેવાય વિમાન અને ભલે તેનું કામ ઉડવાનું રહ્યું છતાંયે તેને પણ ઉડતાં પહેલાં તેણે પણ થોડું ચાલવું-દૉડવું પડે છે તે આ માણસ કેમ ફટ દઈને ઉડતા થઈ જવાની આશા રાખે છે?
  3. વળી આ scooting દરમિયાન જ crew members (પરિચારિકાઓ અને અન્ય સભ્યો) સુરક્ષા સંબંધી સૂચનાઓ આપે છે. એની સાથે announcer જે કંઈ બોલતી હૉય છે તે મને હવે Sydneyની આ ત્રીજી વખતની મુલાકાતમાં છઠ્ઠી વાર સાંભળવામાં કોઈ રસ રહ્યો નથી. પહેલાં મને લાગતું હતું કે આ recorded message વગાડ્યા કરતાં હશે પણ પછી ખબર પડી કે એ દર વખતે "બોલાતું" હૉય છે, શક્ય છે કે કદાચ 15 ફકરા જેવી આ સૂચનાઓ તેમને અવશ્ય મૉઢે થઈ ગઈ હશે! કઠપૂતળીની જૅમ હાલતાં ચાલતાં ચારેક crew members વિમાનમાં થોડા થોડા અંતરે ઊભા રહીને બધું સમજાવે છે. પહેલાં પટ્ટો કેવી રીતે બાંધવો તે સમજાવે છે. મને શાહબુદ્દીનભાઈ રાઠોડની એક વિમાનપ્રવાસની વાતમાં તેમની સાથે આવેલા એક ગુજરાતી ભાઈ જેવી રીતે આ સમયે રડવા લાગેલાં કારણ કે તે લૅંઘો પહેરીને આવ્યા હતા તે યાદ આવતાં જરા હસવું આવી ગયું! પછી તેઓ અકસ્માતના સંજોગોમાં oxygen પૂરો પાડતું mask, life-jacket અને બહાર નિકળવાના રસ્તા બતાવે છે. આ સમયે મને જાણે deja-vu થવા લાગ્યું અને પછી દ્રષ્ય જાણે સ્પષ્ટ થવા લાગ્યું. હું અમદાવાદથી હિંમતનગર જવાની બસમાં બેઠો છું અને બસ ઉપડવાની થોડી વાર છે. passengers આવવા લાગ્યા છે અને એક ભાઈ બસમાં આવીને બિલકુલ દરવાજા પાસે ઉબા રહે છે. તેમનો મુસાફરીનો કોઈ ઈરાદો હૉય તેમ જણાતું નથી! તરત જ એ પોતાના થેલામાંથી કંઈ નકલી-સોનાની chain, કૌન બનેગા કરોડપતિ clear કરવાની master key જેવી સામાન્યજ્ઞાનની ચોપડીઓ કે રંગબેરંગી pensનાં packets ખૂબ જ સસ્તા ભાવે વેચવા માંડે છે. driver-conductor પણ જાણે જાણી-જોઈને મૉડું કરતાં હૉય તેમ લાગવા લાગે છે! અને બસ ચાલૂ થાય એ ભાઈ પહેલાં પોતાના વહેંચેલા samples ફટાફટ ભેગા કરીને રવાના થઈ જાય છે!
  4. હું તો રાહ જ જોતો હતો કે ક્યારે વિમાન stabilize થાય, પટ્ટો બાંધી રાખવાની લાઈટ બંધ થાય અને હું આ laptop ચાલૂ કરું, મારો પ્રિય Sony Ericsson K770i ચાલૂ કરું! બહાર હજી સાંજનું અજવાળું છે અને Sydney શહેર પર છવાયેલાં વાદળો મને ધડાધડ photos પાડવા માટે આતુર કરી રહ્યાં છે! મારી બાજુમાં બેસેલો Aussie (Australian માટેનો હુલામણો શબ્દ) બારીમાં ડોકિયાં કરી રહ્યો છે. પછી મેં અંધારું ઘેરી વળે તે પહેલાં થોડી clicks કરી લીધી! અહિં ચાર જ photos છે પણ વધુ માટે ગૂગલને પૂછો!    કુદરતને capture કરવામાં આ 3.2 megapixels પણ ઓછાં પડે ત્યારે અસંતોષ ઉપજી આવે છે કે એક સરસ digital camera વસાવી લઉં! સફેદ વાદળો ઉપરથી સરકતું વિમાન ધીમે ધીમે Sydney ને છોડી રહ્યું હતું ત્યાં મેં બે ત્રણ photos લઈ લીધા. વાદળાં કે નાની વાદળીઓનો સમૂહ આમ પથરાયેલો જોઈને મને નાનપણનાં એ દિવસો યાદ આવી ગયા કે જ્યારે વર્ષે એક વાર મારી મમ્મી ગાદલાં તડકે સૂકવવા નાખતી હતી તે ઘરમાં ગાદલું ખોલ્યું હૉય તે અમે તેમાં રમતાં કે એ રીતે બધબધું વેરણછેરણ કરી નાંખતાં! ને પછી photos થી ધરવ ના થયો તે એક નાનકડી video ઉતારી લીધી. લો આપની સેવામાં!  5. Qantasના in-flight magazineનો આ અંક ગમ્યો ખાસ કરીને ચીને Olympics દરમિયાન જેનું મન મૂકીને પ્રદર્શન કર્યું હતું તે અત્યાધુનિક સ્થાપત્યો અને તેની પાછળના starchitects નો પરિચય તથા Olympics નો ધબકાર માપતી Omega ની timing team વિશેનો લેખ!
  6. હજુ કળ નથી વળતી કે આ હરોળની બિલકુલ પાછળ kitchen માં બની રહેલા lamb rogan josh નો મારા શાકાહારી નાકને તદ્દન અણગમતો "મઘમઘાટ" વધારે અકળાવનારો હતો કે એકવાર ભરચક train માં વડોદરાથી સુરત જવાનું થયેલું ત્યારે general ડબ્બામાં seat ન મળતાં દરવાજાઓની વચ્ચે toilet ની બાજુમાં બેસેલાં ત્યારે આવતી વાસ વધારે અકળાવનારી હતી. આ ભૂલ ફરી કરવી નહિં.
  7. on:Q એ Qantas માં overhead LCD screen પર દર્શાવાતું સરસ English (પાક્કું કહું તો Australian) movies અને માહિતીપ્રદ તેમજ મનોરંજક કાર્યક્રમો બતાવતું in air television છે. ભારતમાં બિહારમાં આવેલા પૂરના સમાચાર (બિહારમાં કુદરતનો કહેર: અતિભારે વરસાદની આશંકા) હમણાં જ on:Q પર NINE News માં જોયા અને હવે તાજેતરની કેટલીક TV જાહેરાતોની ઠેકડી ઉડાડતો talk show ચાલે છે.

1 Response to "નાનકડો વિમાનપ્રવાસ અને ટચુકડાં વિચારો - short flight and tiny thoughts!"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.