Recent Comments

Adelaideની ગુજરી - Sunday Markets @ Gepps Cross

Wednesday, October 8, 2008 કાપલીઓ , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો


890 cars ને સમાવી શકતું Mainline Drive-In Theater નું આંગણું દર રવિવારે સવારે Adelaide ના સૌથી મોટા outdoor બજારમાં ફેરવાઈ જાય છે. આમ તો આ Cinema નું પ્રાંગણ માત્ર એક ખૂલ્લી જગ્યા છે અને પોતાનું વાહન પડદા સામે park કરીએ ત્યારે સહેજ ઉંચું રહે તે માટે પડદાને કેન્દ્રમાં રાખીને અર્ધવર્તુળાકારે નાના ઢોળાવો બનાવ્યાં છે. Google Maps માં મળતા Birds Eye viewમાં આ આકારો જાણે ગામડેગામમાં ઘરઆંગણે છાણમાટીનું લિંપણ કર્યું હૉય તેવી ભાત ઉપજાવે છે. પણ માથામાં પાંથી પાડી હૉય તેમ મેદાનના બિલકુલ મધ્યમાં રહીને movieનો soundtrack Carના Radio માં સાંભાળવા માટે Stereo FMમાં પ્રસારિત કરતી office થી લઈને ઉત્તરમાં આવેલી cafeteria ની મધ્યરેખા ની બે બાજુ જાણે બે જુદાજુદા વિભાગો પડે છે. પશ્ચિમ માં તાજા અને ખાસ તો સસ્તાં (આ સૌથી મોટું કારણ છે Sunday Markets ની લોકપ્રિયતાનું!) સંતરા, સફરજન, કેળાં, કાકડી, ટામેટાં, બટાકાં, મોટાંમોટાં રીંગણ અને કારેલાં, કોથમીર અને લીલી મેથી જેવાં ફળફળાદિ અને શાકબકાલું તથા તાજાં breadloaves તો સામે પૂર્વમાં રમકડાં, જૂનાં electronics, માછલીઘરનો સામાન, furniture, ફૂલછોડના કૂંડાં જેવી નવીનક્કોર અને જૂની (Australian Slangમાં તેના માટે એક સુંદર શબ્દપ્રયોગ છે - pre-loved!) ચીજવસ્તુઓ વેચાય છે. અહિં તાળાચાવીવાળો પણ છે અને TradingPost પણ વેચાય છે! અહિં સહુના માટે કંઈનેકંઈ છે. આને અહિંની ગુજરી કે રવિવારી કહી શકાય! ખરીદદાર તરીકે આવો તો આ વ્યાજબી ભાવનું ઠેકાણું છે અને વેપારી તરીકે આવો તો જે તમારે મન નક્કામું છે તે કોઇ માટે ખૂબ કામનું છે તે ન્યાયે નકામાને નગદનાણાંમાં ફેરવવાનું ઠાણું છે! વેચનારા વહેલી સવારે સાડાપાંચના ગોઠવાવા લાગે છે અને ખરીદનારાને સાત વાગ્યા પછી અંદર આવવા દેવાય છે. આ "કાછીયાઓ" 25-40 dollars ચૂકવે છે તો પ્રવેશમાટે રોકડો dollar fee છે. આ મેળો પછી છેક બપોરે એક વાગ્યા લગી ચાલે છે.


બે વર્ષ પહેલાં sunday markets સાથે મારી ઓળખાણ કરાવનાર હતા મોડાસાના મિત્ર ભાવેશભાઈ પટેલ. એ સમયે તે પોતાના અન્ય student friends સાથે રહેતાં હતાં જ્યાં મને તેમના ભાઈ-કમ-ભાઈબંધ-જ્યાદા એવા મારા મિત્ર ભાવિનભાઈ પટેલ થકી મારા Adelaide ના શરુઆતી પખવાડિયામાં "આશ્રય" મળ્યો હતો. પહેલીવાર એ મિત્રો સાથે sunday market ગયો ત્યારે એ અણસાર પણ આવ્યો નહોતો કે આ ખરેખર એક Drive-In Theater છે! ("betta than cinmena!" એવા big-screen પર એક car માંના પાચેક જણ ને માત્ર 12 dollar માં આખું movie બતાવતા Adelaideનું કદાચ સૌથી સસ્તા theater માં હજી કોઈ Hindi movie આવ્યાનું સાંભળ્યું નથી પણ આવશે ત્યારે અચૂક જવાનો વિચાર છે!) શરુઆતમાં અમે household economy નું ધ્યાન રાખીને :) entry fee નો એક Gold Coin કહેતાં dollar બચાવવાના હેતુથી port wakefield road પર આવેલા પ્રવેશદ્વાર પર બાર વાગે ticket વેચાવાનું બંધ કરાય અને entry મફત થાય તેની રાહ જોતાં હતાં. પછી પણ તાજું શાક લેવા થોડા વહેલાં આવીને carનું parking પણ બાજુના shopping centers ની જગ્યામાં કરતાં હતાં જે મફત છે અને એ પ્રવેશદ્વારે માથાદીઠ dollar ખર્ચીને જતાં હતાં. પછી ખબર પડી કે Main North Road તરફના મુખ્ય પ્રવેશદ્વારે એ જ માથાદીઠ એક dollar આપતાં carને theaterની અંદર જ market થી બિલકૂલ નજીક safe and legal parking મળે છે ત્યારથી એ જ રસ્તો વાપરીએ છીએ. મારા માટે અહિં આવવાનાં ત્રણ જણ માટે પૂરતા નાનકડા fridgeને બીજા અઠવાડિયા-બે-અઠવાડિયા માટે ભરી દેવા ઉપરાંત ઘણાં કારણો છે. Adelaideમાં ભારતીયો અને ખાસ તો ગુજરાતીઓ northern suburbs માં રહેવાનું પસંદ કરે કારણ કે:

  1. Grand Junction Road ની ઉત્તરે આવેલાં મોટાભાગના ઉદ્યોગોમાં job નજીક પડે છે
  2. City કે University (ટૂંકમાં Uni)થી પણ નજીક રહેવાય છે
  3. ઉપરના બંને માટે Main North Roadનો AdelaideMetro Busesનો 15 minute GoZone મળે છે
  4. sunday market, Indian Plaza અને Northpark અને sefton plaza જેવા shopping places સુલભ-સુગમ પડે
  5. પોતાના હમવતન-હમજબાન લોકોની communityથી પણ નજીક રહી શકાય છે


આમાંના મોટાભાગના ઓળખીતા-પારખીતાં Sunday Market માં મળી જાય છે. તમે એકબીજાના ખબરઅંતર થી શરુ કરીને ટામેટાં ક્યાં સસ્તા મળે છે ત્યાં સુધીનું પૂછી શકો છો. હવે ધાર્મિક પ્રસંગોના આમંત્રણો પણ વહેંચાય છે. છેલ્લા વર્ષ-દૉઢ-વર્ષમાં વધેલી ભારતીયોની અને તેમણે અહિં આવીને પછી વધારેલી Australian (બાળકો) ની સંખ્યા અહિં ઉડીને આંખી વળગે છે. દુકાનદારો પણ વસ્તુઓના ભારતીય નામો જાણતાં થવા લાગ્યા છે - ભારતીય ગ્રાહક જુએ તો fenugreek ને મેથી કહે છે! મોટાભાગનું બજાર immigrants થી ચાલે છે તેમ લાગે પણ ખરેખરતો તમામ raceના લોકો આવે છે. એમાંય વળી spring ની શરૂઆતના આ દિવસોમાં આછા તડકામાં ખુશનુમા વાતવરણની મજા સાથે શાકબજાર અને ઢગલાબજાર ની ગલીઓને ધીમે ધીમે scan કરવાની મજા લેવા આપણી ભાષામાં કહું તો "માનવ-મહેરામણ" ઉમટી પડે છે!


એંશીના દાયકાથી ઘેર-ઘેર video players આવતાં cinema નાં વળતાં પાણી થયાં અને Wallis Cinemasએ 2003 સુધીમાં પોતાના છ country-side અને સાત શહેરી theaters આટોપી લેવા પડ્યા તેમાં Modburyનું Valleyline, Salisbury Downsનું Hollywood અને South Australia stateનું સૌપ્રથમ drive-in theatre West Beachનું Blueline એક-પછી-એક બંધ થયા પછી બચેલું Gepps Cross નું Mainline Drive-In Theatre હાલ Adelaideનું એકમાત્ર Drive-In Theater છે. તેને બચાવી રાખવા માટે Wallis ના marketing manager Paul Besankoએ રજુ કર્યો trash and treasure market ઉર્ફે રવિવારી બજાર નો આ નુસ્ખો જે કારગત નિવડ્યો! સરેરાશ પાંચથી દસ હજાર લોકોને આકર્ષતું આ બજાર Theaterએ ની આવક પણ વધારી આપી છે જેથી તે હાલના સમયમાં પણ ટકી રહ્યું છે.


Adelaideમાં આવ્યો ત્યારથી એક બાળકની વિસ્મય અને કૂતુહલભરી નજરે હું આ બજારને માણતો રહ્યો છું અને સાથે ખૂણામાં ઊભેલો વિશાળ સફેદ પડદો Cinemaના બદલાતા સમય અને Adelaideની બદલાતી સિકલ નો સાક્ષી બનીને આ ફેરફારને મૂંગોમંતર જોયા કરે છે.
Gepps Cross Market,Mainline Drive-In Theatre, 588 Main North Road, Gepps Cross SA
P: +61 (0)8 8352 1377 between 9am-5pm


સ્રોત: http://news-review-messenger.whereilive.com.au/news/story/drive-in-buff-in-lasting-role/ અને http://www.telethon.com.au/events_details.asp?ID=13

No Response to "Adelaideની ગુજરી - Sunday Markets @ Gepps Cross"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.