Recent Comments

ચા વિશે... second cup!

Saturday, December 20, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ચા વિશે.. લખેલી મારી એક postમાં વર્ણવેલી ચા-રસિયાના willની કવિતા તો જોકે હજી મળી નથી પણ ચાના ઉકળવા પરનું એક અવલોકન વાંચીને પ્રતિભાવ આપવા ગયો ત્યાં ઘણું બધું લખાઈ ગયું તે થયું લાવ post  કરી દઉં. આમેય હવે પંદર દિવસની Chrimstmas ની રજાઓમાં time જ time છે.
ચા ના પ્રકારો ઉત્પાદકો કરતાં વપરાશકર્તાનો જુદી રીતે પાડે છેઃ

 1. ઘરમાં બનતી ચાઃ આખા દુધની ચા, ઊકાળો
 2. ચાની લારીવાળા તરફ્થીઃ રજવાડી, અડધી કે cutting, special
 3. hostelમાં અનુભવેલાઃ stipend પતી ગયું હૉય પણ મહિનો પૂરો થયો ના હૉય ત્યારે ખાતામાં લખાવીને પીધેલ ચા, દોસ્તાર પાસેથી notes કઢાવવા માટે તેના બીજાં બે roommates ને પણ પિવડાવવી પડેલી ચા
 4. Australia આવ્યા પછી માણેલાઃ tea, green tea, flavoured tea, ચાય, મસાલા ચા અને $3.5 (Rs. 1000.00) ની ચા
 5. શાહબુદ્દીન રાઠોડે આપેલઃ આપુડી, બાપુડી અને ??? (આ ત્રીજો પ્રકાર યાદ નથી પણ એમનું પૃથક્કરણ stylish હતું!)
ચા સ્મરણોની રેલમછેલઃ વાઘબકરી, સી. સોમાભાઈ (એ ખરેખર નીચા છે? - સી. સોમાભાઈ'ની ચા'?) કે વાહ! તાજ - કોઈપણ હૉય, ગુજરાતભરમાં વેચાતી ભૂકી ચા અને એની જાહેરાત માં દેખાડાતી ત્રણ કૂમળી કળીઓ વચ્ચે કોઇ સામ્ય જણાયું નહિં. School જતાં રસ્તામાં આવતી ચાના wholesale વૅપારીની દુકાન આગળ પડ્યા રહેતાં લાકડાની ચાની પેટીમાં લગાવેલા ચમકતા કાગળમાંથી આવતી મઘમઘતી સુગંધ હજી યાદ છે.૧૯ feet ના વિશાળ billboard પર વડલા નીચે ઓટલા પર ચાના છ ખાલી કાચના ૮ feet ઊંચા પ્યાલા બતાવીને Hutch તરફથી group SMS ની અનેક યાદોને ઢંઢોળી નાંખતી ભવ્ય રજૂઆત થઈ હતી. અમારી hostel માં રાત્રે બે વાગ્યે બાજુની roomવાળો station પર ચા પીવા માટે પૂછે તો 'ના' હોઠે ના આવે એવા મારા સમેત અમે ત્રણચાર મિત્રો ચાની gutter કહેવાતાં! Seminars વખતે અપાતી high tea એટલે બીજા માળે પિવાતી ચા નહિં પણ working અંગ્રેજો કામ પતાવીને ઘરે આવીને ચા સાથે નાસ્તો કરે તે છે એમ બહુ મૉડેથી ખબર પડી હતી! વડોદરા Medical hostel ની સામે મારા મોટાભાઈ જેવા પ્રેરક્ભાઈ પટેલ સાથે ઉપરાઉપરી ત્રણ કપ ચાની ચૂસકી લેતાં લેતાં એમના સુરતવાસી મિત્ર સંજયભાઈ ભાગવત નાં મૉઢે Titanic, Cast Away અને The Matrix જેવી Hollywood superhits નો રસાસ્વાદ માણ્યો હતો તે નહિં ભૂલાય! દિવસના ઓછામાં ઓછા ચાર mug ભરીને ચા પીવાનું standard જાળવવાનો 'આગ્રહભર્યો આગ્રહ' કરતો મારો ભૂરિયો colleague 'Byron', company છોડી બીજે ગયો ત્યાર પછી દિવસ દરમિયાનની ચા તો લગભગ છૂટી જ ગઈ છે! બહેનને તેડવા ગયા ત્યારે બનેવીના ઘરની સામે ત્રણચાર સગાવ્હાલાંને ત્યાં એક જ કલાક માં એક પછી એક જૂદાજુદા સ્વાદની ચા વિવેકમાં ને વિવેકમાં પીવાનું ખૂબ આકરું પડ્યું હતું.

Bonus: આ પણ 'ચા'ખી જુઓ!
 1. અડધી ચા નો નશો
 2. ચા, કોફી, કોકો
 3. મુંબાઈમાં રાતે ચા!
 4. ચા પુરાણ
 5. ચા અને રામભાઈ.com
 6. મોંઘવારીનો ઉપાય?
 7. પોલીસે ચા પીવડાવી
 8. ચાનું ઉકળવું – એક અવલોકન
 9. ચા – એક અવલોકન
 10. અમે તો ભઈ ગુજરાતી…!
 11. ચાની રંગત
 12. ચા, દાળ અને સાસુ

1 Response to "ચા વિશે... second cup!"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.