- તમારું માનીતું web page નથી ખુલી રહ્યું?
- slow connection હોવાથી સંદેશ કે દિવ્યભાસ્કર ના અમુક page ખુલવામાં વાર લાગી અને connection error નો સામનો કરવો પડ્યો?
- હમણાં જ ખોલેલો Readગુજરાતી.com પરનો લેખ જ્યારે પપ્પાને વંચાવવા ખોલ્યો તો site down છે?
- લેખનું લખાણ copy કરવું છે પણ સાથે સાથે બિનજરૂરી જાહેરાતો, ચિત્રો અને links પણ આવે છે?
તમને જે તે web page નું સરનામું એટલે કે URL (જેમ કે www.manishmistry.com) ખબર હૉય તો તેની આગળ http://www.google.com/search?strip=1&q=cache: એટલું ઉમેરી જુઓ. Google જેટલા પાનાં search results માં list કરે છે તેના કરતાં ઘણા વધારે વાંચે છે અને તેને પોતાના અલગ storage માં (જે 72.14.235.132 IP દ્વારા ઉપ્લબ્ધ કરાય છે) સંગ્રહિત કરે છે. 'cache:' એક search operator છે જેના થકી તમે આ ભંડાર ને પણ ફેંદી શકો છો. જૂની websites જે તાજેતરમાં બંધ થઈ ગઈ હૉય તે પણ અહિં ઉપલબ્ધ હૉઈ શકે છે.
આગળ નોંધ્યું તેમ મજાની વાત એ છે કે ગુજરાત સમાચાર જેવી જાણીતી સમાચાર ની site ને તો આ caching ની પ્રક્રિયા દરમિયાન જ unicode માં રૂપાંતરિત કરવામાં આવે છે.જેમકે કદાચ તમને ગઈકાલે cache કરાયેલ ગુજરાત સમાચાર મુખપૃષ્ઠ જોવા અહિં click કરો. (Hindi સમાચારપત્ર નવભારત પણ આ રીતે unicode રૂપાંતરણ પામે છે!) તેથી માત્ર એકાદ જૂનો લેખ વાંચવા માટે કોઇના computer પર font download અને install કરવાની ઝંઝટમાં ના પડવું હૉય તો પણ આ cache ને ફંફોસવું સાર્થક નીવડી શકે છે.
Bonus:
- Google Cache Bookmarklet version 2 જે graphical content strip કરીને માત્ર text એટલે કે લખાણ પર ધ્યાન આપે છે! GoogleCacheStrip
- ઑનલાઈન પસ્તી ભંડાર જેવા Archivals ની 'યાદી'

3 Response to "Google Cache: રોકડું ને ઢૂંકડું"
mast article manishbhai !! :)
વસંતપંચમી વિશેનો મારો લેખ રાજ મેકવાને પોતાના બ્લોગ પર ચડાવી દીધો હતો જે મારી કોમેન્ટ કર્યા પછી હટાવી લીધો છે જે ગુગલ કેશ દ્વારા વાંચી શકાય છે: http://tinyurl.com/rajnimacwan
સરસ લેખ.
ઉપયોગી માહિતી ધરાવતો લેખ.
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.