Recent Comments

Torrens તારાં વહી ગયાં પાણી...

બુધવાર, 18 ફેબ્રુઆરી, 2009 કાપલીઓ , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

પાતળી લીટી જેવી નદી Torrens River Adelaide ગામ વચ્ચે થી પસાર થાય છે. જાણે વ્યસ્ત દિવસ એટલે કે CBD (Working City) અને આરામદાયક રાત્રિ એટલે કે North Adelaide (Residential City) ને જે જુદાં પાડે છે તે એનો એટલો ભાગ એક catchment એટલે કે બંધ કરેલું લાંબું તળાવ છે. બંને છેડા બંધ કરીને પાણીનો સંગ્રહ કરી તેની આસપાસ (River-Front) રમણીય સ્થળો બનાવ્યાં છે.

એક સવારે Torrens Bridge પરથી પસાર થતી બસમાંથી બહાર નજર ગઈ તો આંખો પર વિશ્વાસ ન થયો, ધારીને જોયું તો ખાતરી થઈ કે Torrens catchment અડધું ખાલી છે! એકાએક પાણી જાણે સુકાઈ ગયું હૉય કે કોઇ Aussie અગત્સ્યએ ચાખી જોયું હૉય તેમ  તેમ પાણીનું level એકદમ લગભગ અડધું થઈ ગયું છે! ન જાણે શું ને શું કલ્પનાઓ થઈ આવી પણ મન માનતું નહોતું. હું અંગત જીવનમાં થોડી ધમાલમાં હતો એટલે વાત જાણે વિસરાઈ ગઈ પણૅ આજે શોધ આદરતાં ABC પર અને Advertiser પર હકિકત જાણવા મળી. વાત જાણે એમ હતી કે 'તળવાસ'ના બંધ આગળ એક electrical fault ના કારણે દરવાજો અધરૂકો રહી જતાં ઘણું પાણી વહી જવા પામ્યું છે. (કોઈ શ્રાપ-બ્રાપ નથી!) હવે 'ઉપરવાસ'માં એટલે કે Adelaide Hills પર વરસાદ પડે ત્યારે ફરી આ 'નદી-તળાવ' ભરાવાના યોગ છે. કારણકે મોટાભાગના Adelaidians એ વાત સારી રીતે સમજે છે કે દુકાળ જેવી પાણીની તંગીના આ સમયમાં Kangaroo Creek Reservoir નું પિવાલાયક પાણી આ lake ને ભરવામાં વેડફી નાખવા જેવું નથી.

નિરાશાવાદીઓને એ દેખાય છે કે આવનારા The Fringe, Womadelaide અને Clipsal 500 જેવાં 'ઉત્સવભર્યા' બે મહિનાઓમાં આ અગત્યનું આકર્ષણ આમ કદરૂપું થઈ જાય તે યોગ્ય ના કહેવાય તો સામે આશાવાદી city council આને lake ને સાફસૂફ કરી લેવાની દશક માં એક એવી તક તરીકે જુએ છે! હાલ તો city થી દરિયા લગી રસ્તામાં આવતી બધી councils (પંચાયતો?) ને પર્યાવરણલક્ષી ચિંતાઓ થાય છે તો બીજી બાજુ નદીના ઉઘાડા થયેલા તળીયાએ સંતાડી/સંઘરી રાખેલ shopping trolleys, skateboards અને નાવિકોના coach નો ખોવાયેલ radio handset અને એક જળસમાધિસ્થ car વગેરે દેખા દેતાં 'કહિં ખુશી કહિં ગમ' નો માહોલ છે!

Bonus: Photo Gallery

1 Response to "Torrens તારાં વહી ગયાં પાણી..."

અજ્ઞાત કહ્યું...

majaano lekh ... :)

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.