Recent Comments

Google નું Indic Transliteration Tool સીધું Gmail Compose Mail માં

બુધવાર, 18 નવેમ્બર, 2009 કાપલીઓ , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Google વધારે આક્રમકતાથી ભાષાકીય સેવાઓના 'બજાર'માં ઝંપલાવી રહ્યું છે ત્યારે આપણને આ એક સગવડ છોગામાં મળી છે.  હવે google નું indic transliteration tool સીધું gmail compose Mail box માં available છે. માત્ર bold-italic નાં buttons વાળા toolbar પર પહેલા button અ ને click કરતા બધી ભાષાઓના options માંથી 'ગુજરાતી' select કરવાથી એ સરળતાથી type કરવામાં મદદરૂપ થાય છે. Ctrl+g (ચાલો, આમતો BigG ને control કરી શકાય છે! ;) ) નાં ઉપયોગ થી ગુજરાતી અને English વચ્ચે અદલબદલ કર્યે રાખી શકાય છે.

જુઓ આ 'બીડાણ':





આ group ના મિત્રોને સીધું ગુજરાતીમાં communicate ના કરવાનું હવે કોઈ દેખીતું કારણ નથી!
  1. Bloggers ને મોટો ફાયદો એ કે જેમ WordPress/blogger માં directly email થી નવી post મોકલી શકાય છે તેમાં gmail ના drafts નો ઉપયોગ કરીને અનેક વિષયો પર અધૂરી post સાચવી શકાય છે અને જયારે ઠીક લાગે ત્યારે send કરીને publish કરી શકાય.
  2. કોઈ specific keystrokes ની જરૂર નથી. જેમકે 'ઢગલો' લખવા માટે 'dhglo' પૂરતું છે, 'Dhagalo' type કરવું જરૂરી નથી. ક્ષણ=ksn<>kShaN.  આમ 'a' અને 'shift' keys નો ઉપયોગ સદંતર ઘટી જાય છે. ઘણા kaystrokes બચી જશે અને overall productivity વધશે.
  3. આ સગવડ spell-check પણ કરી આપે છે. વધુમાં આ એક dynamically evolving crowd sourced system છે. એટલે નવા શબ્દો ઉમેરતા જશે, જોડણીઓ સુધરતી જશે અને તમને પ્રતિક્ષણ નવીનતમ lexicon નો ફાયદો મળતો રહેશે.
  4. આ સગવડ docs અને wave માં પણ આવશે જ. ત્યારે અંગ્રેજી માં શા માટે વહેવાર કરવો તે સવાલ થઇ પડશે.
Google Dictionary નો મહત્વાકાંક્ષી project વહેતો મૂક્યા પછી તેના ઉપયોગ અને ઉત્તરોત્તર સમૃદ્ધિ માટે આ પ્રકારના tools વધુને વધુ વપરાશમાં આવે તે અત્યંત જરૂરી છે.

તા.ક.: આ આખો email આ tool ની મદદ થી લખ્યો છે.

Bonus:
Google બીજી નાની companies પાસેથી ideas તફાડાવે છે તેવી ફરિયાદ બહુ જૂની થઇ ગઈ છે. આ transliterators નો idea પણ આગળ typepads ને લગતી post કરી તેમાં ઉલ્લેખ કર્યો તે તમામ પાસેથી આંચક્યો છે. આવું થવાથી (મોટી માછલી નાનીને ગળે તેમ) competition ઘટશે તેમ જણાય છે પણ બીજી તરફ Google જેટલો વ્યાપ અને વ્યવસાયિક સફળતા અન્ય players ને મળતી નથી તેથી પ્રગતિને ખાતર પણ ભાષાને તો ખરેખર 'ગાડામાં બેસવા કરતા વિમાનમાં બેસવું સારું' તેમ જોતા હું આને એક પ્રગતિ તરીકે જોઉં છું. Carry on, Google India! we are with you!

PS: Blogger Post Compose does not support Indic Transliteration yet, and the emailed images does not appear properly in the post.

No Response to "Google નું Indic Transliteration Tool સીધું Gmail Compose Mail માં"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.