Recent Comments

Google નું Indic Transliteration Tool સીધું Gmail Compose Mail માં - 2

Thursday, November 19, 2009 કાપલીઓ , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

મારી આગલી પોસ્ટ પર કાંતિભાઈ કરસાળા એ સવાલ એ પૂછ્યો કે blogger કે wordpress માં direct email થી નવી post કેવી રીતે મોકલી શકાય? આ સવાલ નો જવાબ blogger પર Mail-to-Blogger અને wordpress પર Post By Mail (અહી પણ) બંને જગાએ છે જ. Wordpress માટે હું તમને Johnભાઈએ લખેલ આ સચિત્ર post વાંચી જવા અને ખાસ તો તેના છેડે આપેલ સરસ video જોઈ જવા ભલામણ કરીશ. Blogger માટે આવું કઈ લખાણ મળ્યું નથી પણ youtube પરની આ video E-mail options: Mail-to-Blogger Address પૂરતી થઇ પડશે. Twitter માટે http://www.twittermail.com આવું જ કામ કરે છે.

આ autosave ના feature પર હજી થોડી વાત કરવાનું મન છે.
આમતો Gmail માં autosave નું feature શરૂઆત થી જ છે. એમાં તમે જેમ જેમ email ની વિગતો type કરતા જાઓ છો તેમ તેમ થોડા થોડા સમયના અંતરે તે તમારો મુસદ્દો (draft) save કરતુ જાય છે. તે gmail નાં servers પર save થાય છે એટલે ઘરે કે office માં કદાચ લખતા લખતા વીજળી ડૂલ થઇ જાય અને computer બંધ થઇ જાય અથવા તમે જાણીને બંધ કરો તો તમે અધૂરો છોડેલો આવો draft save થાય છે 'drafts' માં. થોડી જ વાર પછી વીજળી પાછી આવે ત્યારે કે પાડોશીના ઘરે કે કારની પાછલી seat પર transit દરમિયાન કે theater ના કોઈ બકવાસ song દરમિયાન iPhone કે અન્ય mobile પર Internet available હોય ત્યારે તમે છેલ્લો શબ્દ લખ્યો હોય ત્યાંથી આગળ લખવાનું શરુ કરી શકો છો.

હવે આ જ સગવડ નો ફાયદો લઇ શકાય છે અધૂરા વિચારો, અધૂરા post topics ને સંઘરવા માટે. ઘણી વાર એમાં બને કે વિચારરૂપી તણખો Twitter ના 140 characters માં સમાય એમ ના હોય અથવા તેને વિસ્તૃત રીતે સમજાવવા લાંબુ લખાણ જરૂરી લાગે કે છેવટે લખતા-વિચારતા અચાનક પત્ની યાદ દેવડાવે કે 'ચાલો હવે સુઈ જાઓ, સવારે સાડા આઠની meeting છે એમ કહેતા હતા અને અત્યારે સવારના સાડા પાંચ તો થઇ ગયા!' તો પછી 'આદર્યા અધૂરાં રહે ને હરિ કરે તે થાય' તેમ બોલી ભારે હૃદયે shutdown કરવું પડે ત્યારે બીજી સાંજે એ વિચારમાળા માં નવા મણકા પરોવવા આ 'drafts' ખોલી છેલ્લો ટુકડો આગળ ધપાવવો આસાન બને છે.

વળી અમુક વિચારો માત્ર ક્ષણિક ઊભરા જેવા હોય છે. આવા drafts માત્ર થોડી minutes કે hours માં irrelevant, તરંગી અને ક્યારેક વિચિત્ર લાગવા લાગે છે. ત્યારે એવા draft ને discard કરી શકાય છે. એમાં પણ જો ભૂલથી discard કર્યો હોય તો તરત જ gmail ઉપર એક notification કે સુચના આવે છે તેમાં undo પર click કરીને એવા draft ને કચરાટોપલી કે bin માં થી પાછો લાવી શકાય છે. પણ સાદા email થી વિરુદ્ધ draft માટે આ chance એક વાર જ મળે છે કારણ કે discard કરેલો draft bin માં જતો નથી. (No સત્યવાન-સાવિત્રી story here!)

માત્ર gmail જ નહિ, અન્ય ઘણી બધી services autosave અને draft ને support કરે છે Yahoo Mail અને Hotmail જેવી email service ઉપરાંત તેમાંની Blogger અને WordPress પણ છે. પણ
મારી આગલી post નું મહત્વ માત્ર ત્યાં સુધી કે જ્યાં લગી એ લોકો પણ Indic transliteration service ને support ના કરે. જે દિવસે એ આવી જશે ત્યારે કદાચ મારા જેવા gmail addicts સિવાયના ઘણા તેમના drafts જે તે blogging platform પર જ save કરવાનું રાખશે. ત્યાં સુધી કોઈ જુદા page પરના transliterator typepad પર compose કરેલું લખાણ blogging માટે copy-paste કરતી વખતે પણ 'copy-paste' ખરાબ છે તેવો guilt અનુભવતા bloggers માટે આ ખરેખર એક ઉત્તમ સાધન છે.

અહી એક થોડી technical પણ જરૂરી આડવાત: Gmail uses ajax calls to autosave, and those are not transported on a secure connection, this can be a security breach. so eventhough you have enabled
'always use https' lab feature, you are not sure of any such 'leakage'. તમને યાદ હશે કે email trace કરી આંતરી શકાય છે તે જાણતા આતંકવાદીઓ માત્ર draft save કરી એકનું એક account password share કરીને એકબીજા સાથે સંદેશ ની આપલે કરતા હતા પણ એ તો ખૂબ જ confidential વાતો માટે ધ્યાન માં રાખવા જેવો મુદ્દો છે. તમારી - મારી આ વાતો માટે તો ભલે ને હંધાય સાંભળે, સુઉં કિયો છો?

No Response to "Google નું Indic Transliteration Tool સીધું Gmail Compose Mail માં - 2"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.