Recent Comments

દિવ્યભાસ્કર પણ નવાં વાઘા સજવા થગનની રહ્યું છે

સોમવાર, 28 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

અમદાવાદમા શનિવારે થયેલ ધડાકાઓના સમાચાર દિવ્યભાસ્કર અને સંદેશ પર સૌપ્રથમ (સાંજે પોણા સાતની ઘટનાની ખબર સાડા સાત વાગ્યે - અહિં ઍઈલેઈડના રાત્રે સાડા અગિયાર વાગ્યે - ઑનલાઈન હતી અને મેં મારા પપ્પાને ફૉન પર કહ્યા ત્યારે તેમને હિંમતનગરમાં પણ ખબર નહોતી!) અને વધુ વિગતવાર જોવા મળ્યા ત્યારે લાગ્યું કે બન્ને ને ઈંટરનેટના માધ્યમની શક્તિનો અંદાજ તો છે જ! ધન્યવાદ.
એકંદરે દિવ્યભાસ્કર ગુજરાતી સમાચારોની હાલના સમયની સર્વોત્તમ (અર્થાત સૌથી ઓછી ખરાબ) વૅબસાઈટ ડીઝાઈન છે. પણ ના જાણે તેઓ શા માટે બધું અચાનક બદલવા માગે છે. આજે તેમણે નવી સાઈટનું બીટા વર્ઝન (કોઇ અજાણ્યા જ ડોમેઈન પરથી) જાહેર-જનતા માટે રજૂ કરતાં પ્રતિભાવો માટે વિનંતિ કરી છે. ફીડબૅકનો કોઇ રસ્તો બતાવ્યો નથી પણ સંપર્કના પાના પર આપેલ ઈમેઈલ ઍડ્રેસ પર આગળ કરેલ ફીડબૅકનો કોઇ પ્રતિભાવ ના મળતાં અહિં પોષ્ટ કરું છુ. આ રહ્યા મારા પ્રતિભાવો.
  • હવે, સંદેશના નવા રૂપ માં જેટલું નવું છે તેટલું તો આપવું જ રહ્યું. (કંઈ નહી તો RSS તો આપો!). સાથે સાથે સંદેશ ફરી આગળ.. વખતે કરેલી થોડી કૉમેન્ટ્સ દિવ્યભાસ્કર ને પણ લાગુ પડે છે.
  • નૅવિગેશનઃ(સાઈટ-અંતર્ભ્રમણ(?!?!?)) વારેઘડીયે ગુજરાતના સમચાર બ્યૂરો (Bureau) બદલવા માટે સિલૅક્ટ કરાવવા માટે ગુજરાતના નકશા પર ક્લિક કરાવો.
  • સમાચારો અને ફોટોગ્રાફ્સનું જીઓ-ટૅગિંગ (સર્ચ કરો કે આ વાંચો અથવા અહિં અને અહિં અજમાવી જુઓ, ગૂગલ અર્થ તો તૈયાર જ છે!.) કરો તો કદા સર્વોત્તમ નૅવિગેશન ના રસ્તાઓ મળી આવશે!
  • લૉગીન અને પ્રોફાઈલ બનાવવા દો છો તો લોકલ કસ્ટમાઈઝેશન અને સૅટીંગ્ઝ જેવા કે ફોન્ટ સાઈઝ, સમાચાર બ્યૂરો, ભાષા (English કે ગુજરાતી) અને કયું આગમ-પૃષ્ઠ (landing page) અને કૉમેન્ટ્સનું પણ વિચારો.
  • URL "વાચક-ફ્રૅન્ડલી" બનાવી શકાય જેમ કે http://www.itspindore.com/news.php?NT=G&D=1&DST=4&BUR=8 ના બદલે http://www.itspindore.com/news.php?NT=Gujarat&D=North&DST=Patan&BUR=Patan
  • અને હા, ટાઈટલબાર પરનું ઍનિમેશન બંધ કરો. અમે અહિ એક પ્રૉફેશનલ વૅબસાઈટ જોવા આવીએ છીએ, અને એ કંઈ નવા નિશાળીયાનું હોમપેજ નથી!

રાહ જુઓ, કારણ કે ફાયદો તો વાચકોને જ થવાનો છે!

No Response to "દિવ્યભાસ્કર પણ નવાં વાઘા સજવા થગનની રહ્યું છે"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.