યાદ છે ને નામ આપણ કોતર્યાં'તા કો'ક 'દિ,
પ્રેમ ને પણ પ્રેમથી જો સાચવે છે પાયણાં.
ડુંગરા ને પર્વતો પણ ખળખળે છે રાત 'દિ,
છે કઠણ પણ કેટલું - કેવું રડે છે પાયણાં!
એ ઘસાઈને ધરે છે ઘાટ તે પણ ઊજળાં,
આમ તો મૂંગા મરીને કઈં કહે છે પાયણાં.
મૂરતી કે પગથીયું, જે ટાંકણે કાયા ધરી,
કામ આપેલુ સદા દિલથી કરે છે પાયણાં.
શુકર છે એનો કે આપ્યો દેહ આ માનવ તણો,
કઈ બનો 'સર્જન' નહીતર રહી જશો થઈ પાયણાં.
1 Response to "પાયણાં"
આ પોસ્ટ રમતી મૂક્યાની 10 મિનિટ્સમાં પાયણા પરની આ ગૂગલ સર્ચ (http://www.google.com.au/search?sourceid=navclient-menuext&ie=UTF-8&q=%e0%aa%aa%e0%aa%be%e0%aa%af%e0%aa%a3%e0%aa%be%e0%aa%82) પર લિસ્ટમાં આવી ગઈ!
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.