Recent Comments

ક્લિયર ટાઈપ: વાંચનની ચાહત સાથે આંખોને રાહત

શુક્રવાર, 1 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

આજે વિનયભાઈ (‘અનિમેષ’) ના ફન-ઍન-ગ્યાન પરના આ લેખ દિવાસો અને મહિલા વિશેષ પર દર્શાવેલ ચિત્રો જોઈ આ લખવાની પ્રેરણા મળી. અહિં જુઓ તેમણે દર્શાવેલ સ્ક્રીનશૉટ્સ સાથે મારા સ્ક્રીન પરના ફૉંટ્સ નો તફાવત.

આ ચિત્ર ઍડિટ કરવા માટે મફતલાલ સૉફ્ટ્વેર કું. ના Paint.Net ની મદદ લીધી જેની વાત ફરી ક્યારેક (અને માત્ર વિનંતીથી જ!).

વિકિપીડિયા ના આ લેખ પ્રમાણે ક્લિયર ટાઈપ એ દ્ર્ષ્યપટલના નાનામાં નાના એકમ ‘પિક્સેલ’ થી પણ ઝીણી ચોકસાઈથી ચિત્રો રચવાની માઈક્રોસૉફ્ટની રીત છે જેથી અમુક પ્રકારના (ખાસ તો LCD flat panel monitors) સ્ક્રીન પરના લખાણની ગુણવત્તા અને સ્પષ્ટતા વધારી શકાય.

આ એક જાતનું ટ્વિકિંગ છે જેમા તમારા કૉમ્પ્યુટરમાં અમુક કૉંફિગ્યુરેશન બદલવા માત્રની જરૂર છે. અરે અરે ગભરાશો નહિ. તદ્દન સરળ છે – Next, Next, Next જેટલું. બસ માઇક્રોસોફ્ટની આ ઑનલાઈન ક્લિયર ટાઈપ ટ્યૂનર સેવા (IE Only) નો લાભ લો. Turn on ClearType ચૅકબોક્સ ને ચેક કરી Next બટન ક્લિક કરો અને પછી બીજાં બે સ્ટૅપ સુધી બસ તમને સૌથી સ્પષ્ટ દેખાતા ચિત્ર પર ક્લિક કરીને Next/Finish પર ક્લિક કરવાનું છે. બસ થઈ ગયું કામ!
આની અસર માત્ર વૅબસાઈટ જ નહિ તમારા સમગ્ર કૉમ્પ્યુટિંગ અનુભવ પર પડે છે કેમ કે તે આખી Operating Systemને અસર કરે છે, નહિ કે માત્ર બ્રાઉઝરને!

અને હા, આમ કરવાથી તમને સફારી બ્રાઉઝર વગર પણ મેં અગાઉ જેની વાત કરી હતી (વાંચવાની મઝા તો સફારીમાં જ!) તેવું સરસ પરિણામ મળી શકે જેથી સ્ક્રીન પરનાં અક્ષરો આંખોને ખૂંચે નહિ અને વધુ સમય સુધી થાક્યા વિના ઑનલાઈન વાંચન કરી શકાય.

No Response to "ક્લિયર ટાઈપ: વાંચનની ચાહત સાથે આંખોને રાહત"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.