Recent Comments

એડિલેડની વર્ચ્યુઅલ સફરે

ગુરુવાર, 31 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ADELAIDE, SOUTH AUSTRALIA, AS YOU'VE NEVER SEEN IT BEFORE!

આજે તમને હું જ્યાં છેલ્લાં બે વરસથી રહું છું તે ઍડિલેડ નગરની વર્ચ્યુઅલ સફરે લઈ જાઉં છું.


View Larger Map

ઉપર મારં ઘર બતાવ્યું છે તેમ ગૂગલ પર ઍડિલેડના નકશા તો જોયા હશે જ પણ હજી ગૂગલનો સ્ટ્રીટવ્યૂ અહિ ઉપ્લબ્ધ નથી થયો ત્યાં લગી ઍડિલેડ જીઓરામા (ફ્લેશ 9 અને બ્રૉડબૅંડ કનેક્શન જરૂરી છે) થકી પસંદગીની જગ્યાઓ માટે આ શક્ય છે. તો તૈયાર? અરે અરે, પહેલાં આટલું તો સમજી લો...

  • આજુ-બાજુ જોવા માટે માઉસ ક્લિક અને ડ્રૅગ (માઉસની કળ દબાવેલી રાખીને માઉસને ફેરવવું મતલબ કે ઘસડવું) કરો.
  • નકશા પર આમતેમ ખસવા માટે W, A, S અને D કળ વાપરો.
  • કોઇ પણ જગ્યા પસંદ કરીને તેના વાદળી ટપકા પર ડબલ-ક્લિક કરો અથવા ક્લિક કરીને એ જગ્યાના 3D દ્રશ્યો જોવા માટે કળપટલ પર E (Enter માટે) દબાવો.
  • વર્ચ્યુઅલ સફરના દ્રશ્યો માણતી વખતે પણ આજુ-બાજુ જોવા માટે માઉસ ક્લિક અને ડ્રૅગ કરો.
  • એ જ રીતે નકશા પર પરત ફરવા માટે ડબલ-ક્લિક કરો અથવા કળપટલ પર E (હવે Exit માટે) દબાવો.

બસ તો નીચેના નકશા પર ક્લિક કરો અને
ભલે પધાર્યા...

Adelaide map

No Response to "એડિલેડની વર્ચ્યુઅલ સફરે"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.