Recent Comments

અહો, શું અજાયબ છે જગત!

શનિવાર, 24 જાન્યુઆરી, 2009 કાપલીઓ , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

મારી મનપસંદ સંદેશાત્મક Animation Movie "Madagascar" માંના વ્યંગગીત "What a wonderful world!" નાં શબ્દો

ના ભાવાનુવાદનો પ્રયાસ. પ્રાણી સંગ્રહાલયની આરામદાયક જિંદગીથી ભાગીને માડાગાસ્કરના ટાપૂ પરના જંગલમાં અકસ્માતે આવી પહોંચેલી જીરાફ,ગર્દભ, હિપ્પો અને સિંહની મિત્રટોળકીને "અદ્ભૂત જગતની વાસ્તવિકતાઓ"નો સામનો થાય છે તે મતલબના जीवो जीवस्य भोजनम् સમજાવતા આ ગીત ના એક દ્રષ્યમાં કેડી પાર કરતા બતકના બચ્ચાને કોઇ ખાઈ જશે તે બીક લાગતાં આ મિત્રો તેને સાચવીને તેના ઘરઆંગણા જેવી સુરક્ષિત નદીમાં ઊંચકીને માંડ કૃતકૃત્યતાપૂર્ણ "હાશ" અનુભવતાં હૉય છે ત્યાં તો પાણીનો પટ ચીરીને બહાર આવેલા એક વિકરાળ મગરના જડબામાં તે પધરાવાઈ જાય છે. કેટલું કડવું સત્ય!

દીઠાં મેં લીલાંછમ્મ જંગલ, લાલ ગુલાબ પણ
દીઠાં મેં એમને ખિલતાં, મારા-તમારા કાજે
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
દીઠાં મેં આસમાની આભ ને વાદળ શ્વેત,
વરદાનસમ ઊજ્જવલ દિન અને પવિત્ર ઘનઘોર રાત,
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
મેઘધનુષી રંગો, શું સુંદર આકાશે,
અને આવતાંજતાં લોકોનાં ચહેરે દેખાશે,
મને દીસે મિત્રો હાથ હલાવી પૂછતાં - કેમ છો?
ખરેખર કહેતાં - "તમે અમારો પ્રેમ છો!"
મને બાળકો રડતાં સંભળાય છે, હું તેમને મોટાં થતાં જોઉં છું
મેં કદી પણ જાણ્યું હશે તેનાથીય વધારે એ બધાં શિખશે,
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
વાહ!


Bonus:

અંગ્રેજની ગોળી થી મરેલું તેતર પટેલની વાડીમાં પડ્યું. પટેલે અંગ્રેજને વાડ ઠેકતો અટકાવીને કહ્યું કે એમ તેતર ના મળે. ગામના રિવાજ પ્રમાણે આપણે બન્ને એકબીજાને ત્રણ-ત્રણ પાટાં (લાતો) મારીએ અને જે હારી જાય એ તેતર લઈ જાય. ભારતીય રીતિરિવાજોના "અભ્યાસુ" અંગ્રેજે હા ભણી એ સાથે પટેલે એને માથે-પેટમાં અને પગે એક એક એવી દેવાડી કે અંગ્રેજ ભૉંયભેગો. થોડીવારે માંડમાંડ ઊભો થઈ એ બોલ્યો - "હવે મારો વારો" તો પટેલ કહે - "જા હું હાર્યો, લઈ જા તેતર!"

No Response to "અહો, શું અજાયબ છે જગત!"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.