Recent Comments

છાપાંની websites: ઝબકતી જાXખ વચ્ચેનું વાંચન

Tuesday, July 14, 2009 કાપલીઓ , , , , , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

રવિવારે સવારની ચાના cup સાથે આ surprise મળી કે દિવ્યભાસ્કર ફરી રૂપરંગ બદલે છે. આમ જુઓ તો છેલ્લે કરેલા ફેરફારો ઉપરાંત નવું કઈ નથી. દેખીતા ફેરફારો (cosmetic changes) થી મુખ્યપૃષ્ઠ ને થોડી સુંદરતા સાંપડી છે પણ જો કોઈ link કે poll ના ચાલે ત્યારે તમામ વાચકો પર testing કરાઈ રહ્યા હોવાનો અહેસાસ થાય છે. એક વાત ખરી કે ગુજરાત સમાચાર ક્યારનાય બીતાં-બીતાં beta site ચલાવે રાખે છે એટલે કે તેને finalise નથી કરાતી જ્યારે દિવ્યભાસ્કર પોતાની readership ના કે content ના જોરે ક્યાંક-ક્યાંક કાચી રહેલી રોટલી પણ પીરસી દે છે!

ગુજરાતી છાપાંની websites પર વાંચનાર કે જોનારની આંખો ને થાક લાગે પણ ઝગમગ કરતી "ટચુકડી" જાXખ ને થાક નાં લાગે! અને ક્યારેક તો આ જાહેરાતો જરા વધુ પડતી લાગે છે! અને હવે તો તમે વાંચતા હોવ તે દરમિયાન શેઠાણી સામે સાડીઓનો ખડકલો કરનાર દુકાનદાર જેમ નવી નવી varieties દેખાડતો જાય તેમ સતત refresh થતી રહે છે. "તમે આ જાહેરાત પર click ના કરી મતલબ તમને એ ના ગમી; તો લો આ બીજી જોઈ જુઓ!".

આંખો ને ખુંચે તે હદે બેડોળ કે out-of-proportion graphics કે જેમાં કરીના કપૂર ના zero figure અંગેના સમાચાર માં તે ટુનટુન જેટલી જાડી દેખાતી હોય કે દેશનેતાઓને ખેતર ની વાડે ખડ ઉગ્યું હોય તેમ ઊંચા-લાંબા કરી દેવાયેલા હોય ("નેતાઓને larger-than-life ચીતર્યા" એમ કહી શકાય?) તેવી તસવીરો સાથેની photo galleries જોઇને jQuery Photo Galleries suggest કરવાનું મન થાય. (BTW, viithii.com પરનુ છબી પ્રદર્શન effect interesting છે!)

સંદેશ અને ગુજરાત સમાચાર beta પર મોટા ભાગે એક જ જાહેરાત બે જુદીજુદી size માં જોવા મળે છે. પણ સંદેશ પોતાની જાહેરાતો (જે અમુક વાર થોડી loud લાગે છે) પણ ચાલુ રાખે છે. જે network તેમણે subscribe કર્યું છે તે એટલું તો સારું છે કે મને અહી Adelaide માં મને વધુ લાગુ પડી શકતી local businesses ની જ ads બતાવે છે! (એ પણ બે-બે વાર - ઊભી ના ગમે તો આડી જોઈ લો!) છેલ્લા થોડા સમયથી સંદેશ પર Times of India Group related એટલી બધી links અને ads દેખાય છે કે એકવાર તો મેં About Us પાનાં પર જઈને ખાતરી કરી લીધી કે ક્યાક સંદેશ ને TOI એ ખરીદી તો નથી લીધુંને!

આ બધી sites પર editorials (તંત્રીલેખો) તો જાણે સંતાડીને રાખ્યા હોય તેમ લાગે છે! દિવ્યભાસ્કર તંત્રીલેખો, સંદેશ તંત્રીલેખો ગુજરાત સમાચાર beta તંત્રીલેખો (કદાચ!)

મારા આ blogની જેમ ગુજરાત સમાચાર ને પણ Adsense દ્વારા તો "Google દ્વારા જનહિત માટે જાહેરખબરો" જ મળે છે.

શું હું આ sites પાસેથી  news.com.au કે nytime.com જેવી  અપેક્ષા રાખું છું? આના કરતાં તો તેઓ WordPress જેવું સુવિકસિત blogging platform વાપરે તો કદાચ વધારે સારા અને સુંદર પરિણામો મળે!

Bonus:
http://www.tidyread.com "જાXખ"નો અકસીર ઈલાજ છે!
તા.ક.
આ post Google Indic Transliterator માં લખી અને પછી blogger ના editor માં edit કરી post કરી.

No Response to "છાપાંની websites: ઝબકતી જાXખ વચ્ચેનું વાંચન"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.