Recent Comments

ઍડિલેડની સફરે, ગૂગલ સ્ટ્રીટ વ્યૂની નજરે (Adelaide on Google Street View)

મંગળવાર, 5 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

લો હજી 31 જુલાઈ ના રોજ હું તમને એડિલેડની વર્ચ્યુઅલ સફરે લઈ ગયો હતો ત્યારે જેની વાત કરી હતી તે ગૂગલ મૅપ્સ પર હવે ઑસ્ટ્રૅલિયાના ઘણા શહેરો નો સ્ટ્રીટવ્યૂ ઉપ્લબ્ધ કરાયો છે જેમાં ઍડિલેડ પણ છે. આ વાત આજે Google Street View Australia is Live પરથી જાણવા મળી. તો આ રહ્યા ઍડિલેડ અને આજુબાજુની 13 જગ્યાઓના સરનામાં અને અનુસંધાનો જેના પર ક્લિક કરવાથી જેતે સ્થળનો સ્ટ્રીટવ્યૂ નવી વિંડોમાં કે ટૅબમાં ખૂલશે.

  1. ચાલો તો કરીએ શ્રી ગણેશ આ સફરના ઑક્લેંડ પાર્કમાંના ગણેશ મંદિરથી, કિલ્બર્નમાંના ભગવાન શ્રી કૃષ્ણના ઈસ્કૉન દ્વારા સ્થાપિત હરે કૃષ્ણ મંદિર થી, મૅલબર્ન લઈ જતા પ્રિંસેસ હાઈવે ના પ્રવેશ પાસે આવેલા ગુરુદ્વારા સાહેબથી
  2. પછી આવે એડિલેડ જેવા સુઆયોજિત નગરની કલ્પના અને રચના કરનારા કર્નલ લાઈટનું ‘મંદિર’ – “લાઈટ્સ વિઝન
  3. સેંટ પિટર્સ કેથીડ્રલ -નોર્થ ઍડિલેડનું ખ્યાતિપ્રાપ્ત ચર્ચ
  4. ક્રિકેટના રસીયાઓને ઍડિલેડ સાંભાળતા વેંત યાદ આવે તેવું “ઍડિલેડ ઓવલ” ક્રિકેટ મેદાન અને તેની સામે સર ડોનાલ્ડ બ્રૅડમૅનનું પૂતળું
  5. એ જ એડિલેડ ફૅસ્ટીવલ સેંટર કે જેની સામે ના બસ સ્ટૉપ પરથી Love Story 2050 ની નાયિકા (પ્રિયંકા ચોપરા) ને ઍડિલેડ મેટ્રોની બસમાં બેસેલી જોઇને નાયક (હરમન બાવેજા) ભાગંભાગ પીછો કરે છે. જે બસ ઉત્તરમા કિંગ વિલિયમ રોડ આ તરફ પર જતી હોવા છતાં તેને નૉર્થ ટૅરેસના ટ્રિનીટ્રી ચર્ચ આગળ મળે છે. ફૅસ્ટીવલ સેંટરથી તો પ્રોસ્પેક્ટ નામના મોટી ગુજરાતી વસ્તી ધરાવતા પરાંની ઘણી ગરવી ગુજરાતણો 222 અને 182 નંબરની બસો પકડતી હોય છે!
  6. નૉર્થ ટૅરેસ પરનાં જ સ્ટેટ લાઈબ્રેરી, સ્ટેટ મ્યુઝીયમ અને રૉયલ ઍડિલેડ હૉસ્પિટલ
  7. સિટીનું વણલખ્યું મધ્યબિંદુ એવું “ઍડિલેડ મૅટ્રો ઈંફોસૅંટર” અને ઍડિલેડ નગરપાલિકા કહેતાં ઍડિલેડ સિટિ કાઉંસીલની ઓફિસ
  8. શહેરની ખ્યાતનામ સિસ્ટર-સ્ટ્રીટ્સ પૈકી રંડલ મૉલનો બી હાઈવકૉર્નર તરીકે જાણીતો છેડો અને તેની સામેનો હાઈંડલી સ્ટ્રીટ. આ બે શહેરની જીવતી ગલીઓ છે. રંડલ મૉલ ઍડિલેડનું પ્રમુખ બજાર છે. દર શુક્રવારે સાંજે (Friday Night) રંડલ મૉલમાં માનવીયુંનો મેળો ભરાય છે. તો હાઈંડલી સ્ટ્રીટ પ્રખ્યાત-કુખ્યાત મસ્તીધામ છે. શનિવારે રાત્રે શનિચરો ને મનભાવન તમામ સગવડ અહિં ઉપ્લબ્ધ હોય છે.
  9. નગરનો મુખ્ય ચોરસ હિસ્સો જે માઈલ સ્ક્વેર તરીકે ઓળખાય છે તે CBD કહેતાં સેંટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટને સમાવે છે. તેનું ભૌગોલિક મધ્ય એટલે આ વિક્ટોરિયા સ્ક્વેર (વિકિપીડિયા પર વાંચો અથવા બીજા મૅપ્સ જુઓ)
  10. શહેરનુ મધ્યસ્થ બજાર અર્થાત સેંટ્રલ માર્કેટ
  11. ગામમાં બે ઉંચા ટાવર છે તેમાંનો એક આ કરી સ્ટ્રીટ પરનો સૅંટોસ ટાવર (અમે એને કો’ક વાર પ્રેમથી સંતોષભાઈ પણ કહીયે છીયે) અને બીજો સાઉથ ટેરેસ પરનો ઑપ્ટસ ટાવર.
  12. સીમાફોર બીચ, હેનલી બીચ, અને વિક્ટર હાર્બર જેવા રળિયામણા દરીયાકિનારાઓ
  13. દુનિયા આખીમાંથી આવતી ઑસ્ટ્રેલિયન જનરલ સ્કીલ્ડ માઈગ્રેશનના વિઝા માટેની અરજીઓ પર જ્યાં કામ થાય છે તે ઍડિલેડ વિઝા પ્રોસેસિંગ સૅંટર ની ઑફિસ આ 55 કરી સ્ટ્રીટના ત્રીજા માળે આવેલી છે. મને લાગે છે કે જેમની વિઝા ફાઈલ ચાલુ છે તેવા ઘણાને આ જગ્યા જોવી ગમશે! પણ વિઝા એ પિઝા નથી કે તરત જ મળી જાય, ધરપતઅલી અને ધીરજલાલને સાથે રાખો અને રાહ જુઓ બાકી વિઝાદેવી જેવા અમને ફળ્યા તેવા સૌને ફળજો!

અને મારા ઍડિલેડવાસી મિત્રો, તમને કોઈ જગ્યા બતાવવાની બાકી રહી ગઈ હૉય તેમ લાગે છે? તો મને અહિં કૉમેંટ્સમાં જણાવો. જગ્યાનું નામ જણાવશો તો પણ ચાલશે પણ જો અનુસંધાન પણ આપો તો અતિઉત્તમ! ગૂગલ મૅપ્સમાં જમણી બાજુએ ઉપર બાજુમાં સાંકળના પ્રતિક સાથે Link લખેલું છે તેના પર ક્લિક કરવાથી જે ખાનું ખૂલે તેમાંથી Paste link in email or IM નીચેના આખા લખાણની જરૂર છે.

1 Response to "ઍડિલેડની સફરે, ગૂગલ સ્ટ્રીટ વ્યૂની નજરે (Adelaide on Google Street View)"

Manish Mistry કહ્યું...

ગૂગલ સ્ટ્રીટ વ્યૂના ચાહકો માટે આ છે ગૂગલ નું ઈસ્ટર ઍગ : http://maps.google.com/?ie=UTF8&ll=37.423719,-122.081966&spn=0.014246,0.038753&z=16&layer=c&cbll=37.420864,-122.08353&panoid=nq0XuZoGHXcP_i6JGX1gTA&cbp=1,347.79033504728835,,1,6.562217679780011

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.