Recent Comments

ગિરગિટ: ભાષા બદલતો કાચંડો!

Thursday, August 7, 2008 કાપલીઓ , , , , , , , , , , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો


ભારતમાં ઘણા અન્યભાષીઓ છે કે જેમને બીજી ભાષાઓ સમજાય તો છે પણ વાંચતા નથી આવડતી કારણ કે ગુજરાતી લિપિ થી તેઓ અજાણ છે. તેમના સુધી આપનો શબ્દ પહોચાડવા અને ભારત આખાને ભાષાનો અવરોધ ઘટાડવા માટે આ સેવા અદ્ભૂત સામર્થ્ય ધરાવે છે. દાખલા તરીકે...

  1. વર્ષો થી હિન્દી ફિલ્મોમાં વપરાતા પંજાબી ભાષા અને શબ્દો સાંભળીને મોટી થયેલી એક પેઢી હજી પંજાબી વાંચી નથી શકતી.
  2. ਵਰ੍਷ੋ ਥੀ ਹਿਨ੍ਦੀ ਫਿਲ੍ਮੋਮਾਂ ਵਪਰਾਤਾ ਪਂਜਾਬੀ ਭਾ਷ਾ ਅਨੇ ਸ਼ਬ੍ਦੋ ਸਾਂਭਲ਼ੀਨੇ ਮੋਟੀ ਥਯੇਲੀ ਏਕ ਪੇਢੀ ਹਜੀ ਪਂਜਾਬੀ ਵਾਂਚੀ ਨਥੀ ਸ਼ਕਤੀ.

એક સામાન્ય ગુજરાતી બીજો ફકરો વાંચી-સમજી શકે તેની શક્યતા કેટલી? અને ઉપરનાં બંને ફકરાનું લખાણ સરખું છે તેમ કહું પછી? હા, હવે બીજી વાર પ્રયત્ન કરો તો શબ્દોની ગોઠવણ સરખી હોવાનું દેખાઈ આવે છે. તો પછી નડ્યું શું? માત્ર લિપિ! મેં પણ એ લખાણ પંજાબી લિપિ ગુરમુખી ਗੁਰਮੁਖੀ માં ફેરવવા માટે ગિરગિટના આ ઑનલાઈન સાધન નો ઉપયોગ કર્યો. પણ કેટલી બ્લૉગ કૉપી પેસ્ટ કરી શકાય? અને સમજાવું તો જોઈએને કે આ કામનું લખાણ છે? તો આખા પેજ ને જ Trans-Script કરવામાં આવે તો? ગુર્જરદેશ જેમ બીજા ફૉંટ માંનું લખાણ યુનિકોડમાં ફેરવી ને ગુજરાત સમાચાર જેવા આખા ને આખા સમાચારપત્રો ને નવજીવન આપે છે તેમ! ભાષા બદલતો કાચંડો ગિરગિટ એ કામ કરી આપે છે. નહિ Translation નહિ Transcription, આ છે Trans-Scription! ગિરગિટ સેવાનું આ તદ્દન જુદું અને વધુ રોમાંચક સ્વરૂપ છે. તે આપની ભારતીય ભાષા કહેતાં Indic Script ના બ્લૉગ કે ગૃપ કે વૅબપેજ કે વૅબસાઈટ ના ફૉંટ સૂચિત અન્ય ભારતીય ભાષા ના ફોંટમાં ફેરવી આપે છે. અરે SMS ને લાયક શાયરી કે લખાણ માટે તેના રોમન રૂપાંતર નો ઉપયોગ કરી શકાય છે.

હા, ગિરગિટ હજી એટલું પાછળ છે કે તે પેજ માંના અનુસંધાનો ને બદલતું ન હોવાથી રૂપાંતરિત પેજ પરના અનુસંધાનો ક્લિક કરતાં ફરી મૂળ ભાષા જોવા મળે છે. બીજું કે મુળ ડિઝાઈન પણ રૂપાંતર પછી ઘણી બદલાઈ જાય છે.

ચાલો બીજા થોડા નમૂના જોઈએ

જોકે ગુજરાતીમાં વાંચવાની શક્યતા સંસ્કૃત આધારિત ભાષાઓ માટે ઊજળી છે નહિતર તે હાસ્યાસ્પદ બની શકે છે જેમ કે

તો વળી ક્યાંક આ રૂપાંતર અર્થહિન થઈ જાય છે જ્યારે તમે બીજી લિપિ જાણતા હોવ જેમ કે હિન્દી માટે વપરાતી દેવનાગરી લિપિમાં જ લખાતી મરાઠી ભાષા ને ગુજરાતી માં ફેરવવાનો અર્થ નથી જેમ કે

અગાઉ એક પોસ્ટ ...कब गझल ये बनाई મુકતી વખતે મે ગિરગિટનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર એક હિન્દીભાષી વાચકનો પ્રતિભાવ આવ્યો ત્યારે સાચી લિપિ ના ઉપયોગનું મહત્વ સમજાયું. હાલના તબક્કે સર્ચ એંજીનો માટે Hindi, હિન્દી અને हिन्दी, ત્રણે નો અર્થ જુદો છે. કારણ કે ત્રણેય ના HTML Code જુદા છે. તેથી જો મેં માત્ર એ ગઝલ ગુજરાતી લિપિમાં લખી હૉત તો એ વાચક કદાચ અહિં સુધી કદી ન આવત! અહિં મારી ગઝલ નું કંઈ મહત્વ નથી પણ અખાના છપ્પા કોઇ બંગાળી ને સમજાય કે ગુરદ્વારાના કિર્તનમાં રહેલો ભક્તિભાવ કોઇ ગુજરાતીને રસ તરબોળ કરી જાય તે જરૂરી છે. સાહિત્યને ભાષા હૉય છે પણ તે તેની સીમા ના બનવી જોઇએ.

ગિરગિટ નો એક ખૂબ જ સરસ અભિગમ છે રૂપાંતરિત લખાણ નો સર્ચમાં સમાવેશ કરવા માટે નો આગ્રહ. શું ફરક પડશે? ગુરુવર વિશે વધુ જાણવા માટે ગૂગલ સર્ચ કરશો તો હિન્દી માં લખેલ બ્લૉગ ના ગુજરાતી રુપાંતર ના કારણે તેનો પણ સર્ચ પરિણામોમાં સમાવેશ થાય છે ઉપરાંત લિંક પર ક્લિક કરતાં રેડિયોનામા પરની તે હિન્દી બ્લૉગ પોસ્ટ ગુજરાતી માં વંચાય છે. છે ને અદ્ભૂત!

તમારી બ્લૉગને પણ વધુ મોટો વાચક ગણ આપવા માટે આ પાના પરથી વિઝેટ વાપરો. મેં આ વિઝેટ નો મારા સાઈડબારમાં ઉપયોગ કર્યો છે અને હજુ તો ગિરગિટ બૂકમાર્કલેટ પણ આવશે.

1 Response to "ગિરગિટ: ભાષા બદલતો કાચંડો!"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.