Recent Comments

લેબલ Australia સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Australia સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

નચલે Bollywood!

ગુરુવાર, 21 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો


કાલે રાત્રે TV Channels બદલતાં બદલતાં અચાનક એક Channel પર જૂનું અને જાણીતું ધમાકેદાર Bollywood music એ જ regular ડફલી અને ઢોલ સાથે ગુંજતું સાંભળ્યું તો કાન પર વિશ્વાસ ન થયો. પણ પછી ખાતરી થઈ કે Katee અને Joshua channel TEN પરનાં Ametica’s No. 1 dance show “So you think you can dance?” (તમને લાગે છે કે તમે નાચી શકશો?) પર આપણા તાજેતર માં release થયેલા bollywood superhit ઓમ શાન્તિ ઓમ ના ગીત ધૂમ તાના ... પરનો તેમનો અદ્ભૂત dance પૂરો કરી રહ્યા હતાં. મને આખો dance miss કરી ગયાનો વસાવસો થઈ આવ્યો પણ પછી youtube પર આખી વિડિયો (ડાઉનલોડ) મળી. એ dance ના choreographer હતા Artesia, California નિવાસી ભારતીય મૂળના નકૂલ દેવ મહાજન! Fusion in Dance ની સરસ રજૂઆત હતી જેમાં માત્ર વિભિન્ન નૃત્યપ્રણાલીઓ જ નહિં પણ Etnicity પણ અજમાવી છે!



આમ તો ગઈ સાલ SBS channel પર દર રવિવારે રાત્રે 9 વાગ્યે દેવદાસ અને પરિણિતા જેવી સારી સારી હિન્દી movies જોવા મળી હતી પણ આ ટુકડો બીલકૂલ Cool હતો! સાથે સાથે એ પણ ગૌરતલબ બાબત છે કે અહિં Australia માં ઘણા (કે બદ્ધા જ?) TV programs America થી જ યથાવત બતાવાય છે – પણ ના અહિં એકતા કપૂરની જરાય જરૂર નથી હોં!

ફન-ઍન્-ગ્યાન ટૂલબાર

સોમવાર, 28 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , , , , , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

કંઈ વાંચવાનું ચૂકીના જવાય એટલા માટે ઑનલાઈન ગુજરાતી વાંચનના નવનીત સ્વરૂપે ફન-ઍન્-ગ્યાન ટૂલબાર ઈન્સ્ટૉલ કર્યું છે. ધન્યવાદ વિનયભાઈ ખત્રી ઉર્ફે "અનિમેશ અંતાણી"!
તેમનું લિસ્ટ સમૃદ્ધ છે પણ ગુજરાતના દરેક શહેર માટે વૅબસાઈટ છે તેનો અલગ વિભાગ આપી શકાત જેમકે.

  1. અમદાવાદઃAhmedabad.com, amdavad.com
  2. મહેસાણાઃmehsanamarathon.com
  3. જામનગરઃ jamnagar.co.in,
  4. રાજકોટઃhttp://rajkot.in/
  5. ભાવનગરઃhttp://www.bhavnagar.com/
  6. વડોદરાઃ http://www.baroda-online.com/ vadodara.net.in
  7. સૂરતઃ (એક સૂરત અહિં ઑસ્ટ્રૅલિયામાં પણ છે! અને સૂરતની ગૂગલ ડેફીનીશન પણ જોવા જેવી છે.) insurat.com, infosurat.com,surat.net.in
  8. અને અમરેલી પણઃamrelionline.com

વળી ગુજરાતીઓ સ્વભાવે જ વૅપારીઓ છે. આ ટૂલબાર સાહિત્યિક ઋચી અને ટૅકનોલૉજી વિષે ઘણું જોડે છે પણ ધંધા-વૅપાર ('મારા કેટલા ટકા?') ની પણ લિંક્સ આપવી ઘટે જેમકે બિઝનેસ સ્ટાન્ડર્ડ ગુજરાતી (યુનિકોડ) (RSS)અને બૉમ્બે સ્ટૉક ઍક્ષ્ચેન્જ ગુજરાતી (કેટલુંક યુનિકોડમાં નથી (?!?!?!?) પણ ગુર્જરદેશની ફૉન્ટ-રૂપાંતર સેવાઓમાં અવન્તિકા કે સંદેશ ફૉન્ટ્સ થી યુનિકોડમાં લાવી શકાય છે.)! ગુજરાતી સાઈટ્સ અને સોફ્ટવૅરની લિંક્સના લિસ્ટ્સ (જેમકે GSWA અથવા દિનેશભાઈ(?) ની આ યાદી કે જેમાં ઢગલાબંધ સાઈટ્સ માત્ર કોઇ જોતું નહોતું એટલે બંધ થઈ ગઈ છે કદાચ!) ફેંદવાથી પણ કઈ ફાયદો થાય તેમ છે.

વિશ્વ ગુજરાતી સમાજ કે ગુજરાતી સમાજ ઑફ ન્યૂ સાઉથ વૅલ્સ ઑસ્ટ્રૅલિયા, ગુજરાતી સમાજ ઑફ વૅસ્ટર્ન ઑસ્ટ્રૅલિયા , ગુજરાતી સમાજ ઑફ ડૅટ્રૉઈટ , દિલ્હી ગુજરાતી સમાજ ( વધુ સાઈટ્સ માટે ગૂગલ સર્ચ) જેવી સામાજિક પ્રવૃત્તિઓને પણ આગળ ધપાવી શકાય.

ઑનલાઈન સંગીતની અલગ શ્રેણી બની શકે જેમાં ટહૂકો કે રણકાર તો થાય અને સાથો-સાથ શીતલ-સંગીત અને ગુજરાત-ઑન-ઍર નો સમાવેશ કરી શકાય!

ચા વિશે...

બુધવાર, 2 જુલાઈ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

વર્ષો પહેલાં ચા ના ચાહકનું વિલ- કે આખરી ઈચ્છા- નામની કવિતા વાંચી હતી. આજે મારો આ ઑસ્ટ્રૅલિયન સહ-કાર્યકર બાયરૉન (Mine is not just tea addiction, its tea-dependency! મને ચાની માત્ર આદત નથી, હુ ચા પર નિર્ભર રહું છું - Byron) જ્યારે મને ચા પીવાનું યાદ દેવડાવતો હતો ત્યારે મને એ કવિતા યાદ આવી. એમાં કવિ કબરમાં ચા મૂકવવાથી માંડીને આખી શ્મશાનયાત્રાના રસ્તે મફત ચાના સ્ટૉલ ઊભા કરવની અરજી કરે છે! મને ચાની તલબ તો નહોતી પણ આ કવિતાની તલબ જાગી. તમારી પાસે હોય તો પ્રગટ કરવા વિનંતી અથવા આ બ્લોગ પોષ્ટને ક્મૅન્ટ કરો.

ઑસ્ટ્રૅલિયામાં ગુજરાતીઓ

સોમવાર, 30 જૂન, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ગુજરાતી એ ઑસ્ટ્રૅલિયાનાં વિસ્થાપિત વસ્તી પૈકી ૧૨ પ્રમુખ ભાષાકીય મંડળોમાંનું એક છે. એસ. બી. એસ. રેડિઓ ગુજરાતી સીવાય હિન્દી, પંજાબી, કન્નડ અને તામીળ ભાષાઓમાં પણ કાર્યક્રમો પ્રસારીત કરે છે. ઑસ્ટ્રૅલિયાના ગુજરાતીઓ હિન્દુ, મુસલમાન, જૈન, પારસી કે ખ્રિસ્તી ધર્મના છે.

ગુજરાતીભાષીઓએ ૧૯૫૦માં ઑસ્ટ્રૅલિયા આવવાનુ શરુ કર્યુ મોટેભાગે તેઓ વેપારીઓ અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલ હતા. ૧૯૪૬માં સૌપ્રથમ સી. ઍસ. પટેલ આવ્યા. ત્યારબાદ ૧૯૪૯ માં કાપડના વેપારીબંધુઓ વિજેન્દ્ર અને મહેશ કાપડીયા આવ્યા. લગભગ એ જ અરસામાં રુસ્ત્રી (?) શેઠ પણ આવ્યા. આ શરુઆતી આગંતુકો પાસે કામચલાઉ ધંધાનો પરવાનો રહેતો કારણ કે ઑસ્ટ્રૅલિયાએ હજુ તેની "શ્વેત ઑસ્ટ્રૅલિયા" નીતિ છોડી ન્હોતી. તેમ છતાં, સમય વિતતાં, આ નીતિ ગઈ અને છેવટે તેને ૧૯૬૦ ના દશકમાં ત્યજી દેવામાં આવી. ઘણા ગુજરાતીઓ માટે કાયમી વસવાટ માટે ઑસ્ટ્રૅલિયા આવવાનું શક્ય બન્યું. વળી, નિયંત્રક સ્થળાંતર નીતિઓ નો અંત આવવા સાથે ઘણા ડૉક્ટર્સ, શિક્ષકો, કારીગરો અને અન્ય વ્યાવસાયિકો ભારત અને અન્ય રાષ્ટ્રો વાટે આવ્યા. ગુજરાતીઓ ઘણા આફ્રીકન દેશો અને ફિજી માંથી આવ્યા છે. તેમનું આ સ્થળાંતર ખાસ કરીને તેમના વતન દેશોમાંની રાજનૈતિક ઊથલપાથલોને કારણે થયું. ૭૦ના દશકાની શરુઆતમાં, યુગાન્ડાના કુખ્યાત તાનાશાહ ઈદી અમીને એશીયાઈ વસ્તીને દેશનીકાલ આપ્યો જેમાં ગુજરાતીઓ પણ હતાં જેમણે ઑસ્ટ્રૅલિયા, કૅનેડા અને યુનાઈટેડ કિંગ્ડમ (લંડન) મા ઘર વસાવ્યાં. તે જ રીતે, ૮૦ના દશકનાં અંતભાગમાં ફિજીમાં થયેલ બળવાના કારણે ગુજરાતીઓએ ઑસ્ટ્રૅલિયા અને બીજા દેશો તરફ પ્રયાણ કર્યુ.

૨૦૦૫-૦૬માં ઑસ્ટ્રૅલિયાનાં વિસ્થાપિતોમાં ચીન અને ભારત અનુક્રમે ત્રીજા અને ચોથા (ન્યૂ ઝીલૅન્ડ અને યુનાઈટેડ કિંગ્ડમ બાદ) મોટા ઉદ્ગમો હતા તેમજ બીજા અને ત્રીજા (યુનાઈટેડ કિંગ્ડમ બાદ) મોટા કૂશળ વિસ્થાપિતોના ઉદ્ગમો હતા. આ અરસામાં કૂશળતાનું વિસ્થાપન પણ ૪૭૦૦ થી વધીને ૧૨૩૦૦ થયું. આમતો ૨૦૦૬માં ચીની વિધ્યાર્થીઓ ની સંખ્યા વધારે (૬૯૮૪૮ એટલે કે ૨૨%) હતી પણ બીજા ક્રમે ભારતીયો (૧૧%) હતા.

Moving? consider this checklist

સોમવાર, 28 એપ્રિલ, 2008 કાપલીઓ , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

I have just moved and was wondering for any checklist of whom I should let know about the new address/contacts and I found one here at http://www.capital8.com.au/Environments/edoras/Resources/Capital8/pdf/Moving%20House%20checklist.pdf
 
Hope this will help someone as temporary residents often rent and move once a year.
 
Do you know some one moving house this weekend? refer to my this post!