ક્લ્સ્ટર મૅપ્સ કોઈ સાઈટ આ ગોળ દુનિયાના કયા ખૂણે વધુ વંચાય છે તેનો “ચિતાર” આપતી સરસ સેવા છે. (એક આડવાત, વૅબ 2.0 ના જમાનાની ડોમેઈન નામ પાડતી નવી ફઈઓ યાહૂ ના ફ્લિકર પાસેથી જોડણીમાં નો e કાઢી નાંખતાં શિખી છે! લાંબું લિસ્ટ તો ListR પરની આ પોસ્ટ તથા પ્રતિભાવો પર મળશે).
ઘણા ગુજરાતી બ્લૉગ પર આ નાનકડો મૅપ ઘણું બધું કહી જાય છે. પણ પછી એક વિચાર આવ્યો કે આ મૅપ્સ જે તે સાઈટની લોકપ્રિયતા ઉપરાંત એ પણ કહે છે કે આખી દુનિયામાં ગુજરાતીઓ ક્યાં ક્યાં છવાયેલાં છે! (પૂર્વધારણાઃ ગુજરાતી બ્લૉગ વાંચનારા ગુજરાતીઓ જ હૉય છે.) તો જુઓ કેટલાંક બ્લૉગ પરથી...
| રણકાર | કાર્તિકભાઈ મિસ્ત્રી |
| અધ્યારૂ નું જગત | જ્ઞાનદર્શન |
| મારો આ બ્લૉગ :( | |
અહિં આ બધા મૅપ્સને સ્લાઈડશો કરવાનો પ્રયત્ન કર્યો છે પણ ન દેખાય તો આ અનુસંધાન પર જવા (કે જોવા?) વિનંતી!

