चलो आखिरकार अब google indic transliteration सेवा Blogger पर हिंदी और अन्य प्रादेशिक भाषाओं मे उपलब्ध है. गुजराती को शायद अभी देर है पर यहाँ तो पहोंचे! हिंदी मे लिखने के बाद उसे गुजराती मे परिवृत्त करने के लिए xlit bookmarklet का इस्तेमाल किया जा सकता है. पहेले आपको अपने Blogger account मे transliteration सेवा activate करानी पड़ेगी.
આ હુ ગુજરાતીમા લખવા માગતો હતો એટલે મેં google indic transliteration હિંદી નો ઉપયોગ કરીને દેવનાગરી લિપિમા લખ્યુ પછી preview કરીને જે 'લખાન' ગુજરાતીમા જોઇતુ હતુ તેને select કરીને xlit bookmarklet પર click કરતા તે ગુજરાતી લિપિમા પરિવર્તિત થઈ ગયુ જેને copy કરીને પાછા Compose mode મા paste કરી દિધુ.
bonus :
ગુજરાતી xlit bookmarklet xlitG
google indic transliteration सेवा Blogger पर
મંગળવાર, 24 નવેમ્બર, 2009 કાપલીઓ Blog, Bookmarklet, Google, Hindi, Indic, transliterator 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
Google નું Indic Transliteration Tool સીધું Gmail Compose Mail માં - 2
ગુરુવાર, 19 નવેમ્બર, 2009 કાપલીઓ Blog, email, gmail, Google, transliterator, twitter, TypePad, WordPress 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
મારી આગલી પોસ્ટ પર કાંતિભાઈ કરસાળા એ સવાલ એ પૂછ્યો કે blogger કે wordpress માં direct email થી નવી post કેવી રીતે મોકલી શકાય? આ સવાલ નો જવાબ blogger પર Mail-to-Blogger અને wordpress પર Post By Mail (અહી પણ) બંને જગાએ છે જ. Wordpress માટે હું તમને Johnભાઈએ લખેલ આ સચિત્ર post વાંચી જવા અને ખાસ તો તેના છેડે આપેલ સરસ video જોઈ જવા ભલામણ કરીશ. Blogger માટે આવું કઈ લખાણ મળ્યું નથી પણ youtube પરની આ video E-mail options: Mail-to-Blogger Address પૂરતી થઇ પડશે. Twitter માટે http://www.twittermail.com આવું જ કામ કરે છે.
આ autosave ના feature પર હજી થોડી વાત કરવાનું મન છે. આમતો Gmail માં autosave નું feature શરૂઆત થી જ છે. એમાં તમે જેમ જેમ email ની વિગતો type કરતા જાઓ છો તેમ તેમ થોડા થોડા સમયના અંતરે તે તમારો મુસદ્દો (draft) save કરતુ જાય છે. તે gmail નાં servers પર save થાય છે એટલે ઘરે કે office માં કદાચ લખતા લખતા વીજળી ડૂલ થઇ જાય અને computer બંધ થઇ જાય અથવા તમે જાણીને બંધ કરો તો તમે અધૂરો છોડેલો આવો draft save થાય છે 'drafts' માં. થોડી જ વાર પછી વીજળી પાછી આવે ત્યારે કે પાડોશીના ઘરે કે કારની પાછલી seat પર transit દરમિયાન કે theater ના કોઈ બકવાસ song દરમિયાન iPhone કે અન્ય mobile પર Internet available હોય ત્યારે તમે છેલ્લો શબ્દ લખ્યો હોય ત્યાંથી આગળ લખવાનું શરુ કરી શકો છો.
હવે આ જ સગવડ નો ફાયદો લઇ શકાય છે અધૂરા વિચારો, અધૂરા post topics ને સંઘરવા માટે. ઘણી વાર એમાં બને કે વિચારરૂપી તણખો Twitter ના 140 characters માં સમાય એમ ના હોય અથવા તેને વિસ્તૃત રીતે સમજાવવા લાંબુ લખાણ જરૂરી લાગે કે છેવટે લખતા-વિચારતા અચાનક પત્ની યાદ દેવડાવે કે 'ચાલો હવે સુઈ જાઓ, સવારે સાડા આઠની meeting છે એમ કહેતા હતા અને અત્યારે સવારના સાડા પાંચ તો થઇ ગયા!' તો પછી 'આદર્યા અધૂરાં રહે ને હરિ કરે તે થાય' તેમ બોલી ભારે હૃદયે shutdown કરવું પડે ત્યારે બીજી સાંજે એ વિચારમાળા માં નવા મણકા પરોવવા આ 'drafts' ખોલી છેલ્લો ટુકડો આગળ ધપાવવો આસાન બને છે.
વળી અમુક વિચારો માત્ર ક્ષણિક ઊભરા જેવા હોય છે. આવા drafts માત્ર થોડી minutes કે hours માં irrelevant, તરંગી અને ક્યારેક વિચિત્ર લાગવા લાગે છે. ત્યારે એવા draft ને discard કરી શકાય છે. એમાં પણ જો ભૂલથી discard કર્યો હોય તો તરત જ gmail ઉપર એક notification કે સુચના આવે છે તેમાં undo પર click કરીને એવા draft ને કચરાટોપલી કે bin માં થી પાછો લાવી શકાય છે. પણ સાદા email થી વિરુદ્ધ draft માટે આ chance એક વાર જ મળે છે કારણ કે discard કરેલો draft bin માં જતો નથી. (No સત્યવાન-સાવિત્રી story here!)
માત્ર gmail જ નહિ, અન્ય ઘણી બધી services autosave અને draft ને support કરે છે Yahoo Mail અને Hotmail જેવી email service ઉપરાંત તેમાંની Blogger અને WordPress પણ છે. પણ મારી આગલી post નું મહત્વ માત્ર ત્યાં સુધી કે જ્યાં લગી એ લોકો પણ Indic transliteration service ને support ના કરે. જે દિવસે એ આવી જશે ત્યારે કદાચ મારા જેવા gmail addicts સિવાયના ઘણા તેમના drafts જે તે blogging platform પર જ save કરવાનું રાખશે. ત્યાં સુધી કોઈ જુદા page પરના transliterator typepad પર compose કરેલું લખાણ blogging માટે copy-paste કરતી વખતે પણ 'copy-paste' ખરાબ છે તેવો guilt અનુભવતા bloggers માટે આ ખરેખર એક ઉત્તમ સાધન છે.
અહી એક થોડી technical પણ જરૂરી આડવાત: Gmail uses ajax calls to autosave, and those are not transported on a secure connection, this can be a security breach. so eventhough you have enabled 'always use https' lab feature, you are not sure of any such 'leakage'. તમને યાદ હશે કે email trace કરી આંતરી શકાય છે તે જાણતા આતંકવાદીઓ માત્ર draft save કરી એકનું એક account password share કરીને એકબીજા સાથે સંદેશ ની આપલે કરતા હતા પણ એ તો ખૂબ જ confidential વાતો માટે ધ્યાન માં રાખવા જેવો મુદ્દો છે. તમારી - મારી આ વાતો માટે તો ભલે ને હંધાય સાંભળે, સુઉં કિયો છો?
Google નું Indic Transliteration Tool સીધું Gmail Compose Mail માં
બુધવાર, 18 નવેમ્બર, 2009 કાપલીઓ Blog, gmail, Google, India, Observation, transliterator, TypePad 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
Google વધારે આક્રમકતાથી ભાષાકીય સેવાઓના 'બજાર'માં ઝંપલાવી રહ્યું છે ત્યારે આપણને આ એક સગવડ છોગામાં મળી છે. હવે google નું indic transliteration tool સીધું gmail compose Mail box માં available છે. માત્ર bold-italic નાં buttons વાળા toolbar પર પહેલા button અ ને click કરતા બધી ભાષાઓના options માંથી 'ગુજરાતી' select કરવાથી એ સરળતાથી type કરવામાં મદદરૂપ થાય છે. Ctrl+g (ચાલો, આમતો BigG ને control કરી શકાય છે! ;) ) નાં ઉપયોગ થી ગુજરાતી અને English વચ્ચે અદલબદલ કર્યે રાખી શકાય છે.
જુઓ આ 'બીડાણ':
આ group ના મિત્રોને સીધું ગુજરાતીમાં communicate ના કરવાનું હવે કોઈ દેખીતું કારણ નથી!
- Bloggers ને મોટો ફાયદો એ કે જેમ WordPress/blogger માં directly email થી નવી post મોકલી શકાય છે તેમાં gmail ના drafts નો ઉપયોગ કરીને અનેક વિષયો પર અધૂરી post સાચવી શકાય છે અને જયારે ઠીક લાગે ત્યારે send કરીને publish કરી શકાય.
- કોઈ specific keystrokes ની જરૂર નથી. જેમકે 'ઢગલો' લખવા માટે 'dhglo' પૂરતું છે, 'Dhagalo' type કરવું જરૂરી નથી. ક્ષણ=ksn<>kShaN. આમ 'a' અને 'shift' keys નો ઉપયોગ સદંતર ઘટી જાય છે. ઘણા kaystrokes બચી જશે અને overall productivity વધશે.
- આ સગવડ spell-check પણ કરી આપે છે. વધુમાં આ એક dynamically evolving crowd sourced system છે. એટલે નવા શબ્દો ઉમેરતા જશે, જોડણીઓ સુધરતી જશે અને તમને પ્રતિક્ષણ નવીનતમ lexicon નો ફાયદો મળતો રહેશે.
- આ સગવડ docs અને wave માં પણ આવશે જ. ત્યારે અંગ્રેજી માં શા માટે વહેવાર કરવો તે સવાલ થઇ પડશે.
તા.ક.: આ આખો email આ tool ની મદદ થી લખ્યો છે.
Bonus:
Google બીજી નાની companies પાસેથી ideas તફાડાવે છે તેવી ફરિયાદ બહુ જૂની થઇ ગઈ છે. આ transliterators નો idea પણ આગળ typepads ને લગતી post કરી તેમાં ઉલ્લેખ કર્યો તે તમામ પાસેથી આંચક્યો છે. આવું થવાથી (મોટી માછલી નાનીને ગળે તેમ) competition ઘટશે તેમ જણાય છે પણ બીજી તરફ Google જેટલો વ્યાપ અને વ્યવસાયિક સફળતા અન્ય players ને મળતી નથી તેથી પ્રગતિને ખાતર પણ ભાષાને તો ખરેખર 'ગાડામાં બેસવા કરતા વિમાનમાં બેસવું સારું' તેમ જોતા હું આને એક પ્રગતિ તરીકે જોઉં છું. Carry on, Google India! we are with you!
PS: Blogger Post Compose does not support Indic Transliteration yet, and the emailed images does not appear properly in the post.
છાપાંની websites: ઝબકતી જાXખ વચ્ચેનું વાંચન
મંગળવાર, 14 જુલાઈ, 2009 કાપલીઓ advertising, Blog, Divyabhaskar, Google, GujaratSamachar, Indic, News, Sandesh, tinyread, transliterator, viithii, WordPress 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
રવિવારે સવારની ચાના cup સાથે આ surprise મળી કે દિવ્યભાસ્કર ફરી રૂપરંગ બદલે છે. આમ જુઓ તો છેલ્લે કરેલા ફેરફારો ઉપરાંત નવું કઈ નથી. દેખીતા ફેરફારો (cosmetic changes) થી મુખ્યપૃષ્ઠ ને થોડી સુંદરતા સાંપડી છે પણ જો કોઈ link કે poll ના ચાલે ત્યારે તમામ વાચકો પર testing કરાઈ રહ્યા હોવાનો અહેસાસ થાય છે. એક વાત ખરી કે ગુજરાત સમાચાર ક્યારનાય બીતાં-બીતાં beta site ચલાવે રાખે છે એટલે કે તેને finalise નથી કરાતી જ્યારે દિવ્યભાસ્કર પોતાની readership ના કે content ના જોરે ક્યાંક-ક્યાંક કાચી રહેલી રોટલી પણ પીરસી દે છે!
ગુજરાતી છાપાંની websites પર વાંચનાર કે જોનારની આંખો ને થાક લાગે પણ ઝગમગ કરતી "ટચુકડી" જાXખ ને થાક નાં લાગે! અને ક્યારેક તો આ જાહેરાતો જરા વધુ પડતી લાગે છે! અને હવે તો તમે વાંચતા હોવ તે દરમિયાન શેઠાણી સામે સાડીઓનો ખડકલો કરનાર દુકાનદાર જેમ નવી નવી varieties દેખાડતો જાય તેમ સતત refresh થતી રહે છે. "તમે આ જાહેરાત પર click ના કરી મતલબ તમને એ ના ગમી; તો લો આ બીજી જોઈ જુઓ!".
આંખો ને ખુંચે તે હદે બેડોળ કે out-of-proportion graphics કે જેમાં કરીના કપૂર ના zero figure અંગેના સમાચાર માં તે ટુનટુન જેટલી જાડી દેખાતી હોય કે દેશનેતાઓને ખેતર ની વાડે ખડ ઉગ્યું હોય તેમ ઊંચા-લાંબા કરી દેવાયેલા હોય ("નેતાઓને larger-than-life ચીતર્યા" એમ કહી શકાય?) તેવી તસવીરો સાથેની photo galleries જોઇને jQuery Photo Galleries suggest કરવાનું મન થાય. (BTW, viithii.com પરનુ છબી પ્રદર્શન effect interesting છે!)
સંદેશ અને ગુજરાત સમાચાર beta પર મોટા ભાગે એક જ જાહેરાત બે જુદીજુદી size માં જોવા મળે છે. પણ સંદેશ પોતાની જાહેરાતો (જે અમુક વાર થોડી loud લાગે છે) પણ ચાલુ રાખે છે. જે network તેમણે subscribe કર્યું છે તે એટલું તો સારું છે કે મને અહી Adelaide માં મને વધુ લાગુ પડી શકતી local businesses ની જ ads બતાવે છે! (એ પણ બે-બે વાર - ઊભી ના ગમે તો આડી જોઈ લો!) છેલ્લા થોડા સમયથી સંદેશ પર Times of India Group related એટલી બધી links અને ads દેખાય છે કે એકવાર તો મેં About Us પાનાં પર જઈને ખાતરી કરી લીધી કે ક્યાક સંદેશ ને TOI એ ખરીદી તો નથી લીધુંને!
આ બધી sites પર editorials (તંત્રીલેખો) તો જાણે સંતાડીને રાખ્યા હોય તેમ લાગે છે! દિવ્યભાસ્કર તંત્રીલેખો, સંદેશ તંત્રીલેખો ગુજરાત સમાચાર beta તંત્રીલેખો (કદાચ!)
મારા આ blogની જેમ ગુજરાત સમાચાર ને પણ Adsense દ્વારા તો "Google દ્વારા જનહિત માટે જાહેરખબરો" જ મળે છે.
શું હું આ sites પાસેથી news.com.au કે nytime.com જેવી અપેક્ષા રાખું છું? આના કરતાં તો તેઓ WordPress જેવું સુવિકસિત blogging platform વાપરે તો કદાચ વધારે સારા અને સુંદર પરિણામો મળે!
Bonus:
http://www.tidyread.com "જાXખ"નો અકસીર ઈલાજ છે!
તા.ક.
આ post Google Indic Transliterator માં લખી અને પછી blogger ના editor માં edit કરી post કરી.


