Recent Comments

લેબલ Reading સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Reading સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

Google Cache: રોકડું ને ઢૂંકડું

બુધવાર, 25 ફેબ્રુઆરી, 2009 કાપલીઓ , , , , , , , 3 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

  • તમારું માનીતું web page નથી ખુલી રહ્યું?
  • slow connection હોવાથી સંદેશ કે દિવ્યભાસ્કર ના અમુક page ખુલવામાં વાર લાગી અને connection error નો સામનો કરવો પડ્યો?
  • હમણાં જ ખોલેલો Readગુજરાતી.com પરનો લેખ જ્યારે પપ્પાને વંચાવવા ખોલ્યો તો site down છે?
  • લેખનું લખાણ copy કરવું છે પણ સાથે સાથે બિનજરૂરી જાહેરાતો, ચિત્રો અને links પણ આવે છે?
Login જરૂરી ના હૉય તેવી કોઈ પણ સાઇટ પર Google Cache  Try કરો! ('catch' નહિં 'cash' બોલો! સાચો ઉચ્ચાર અહિં સાંભળો!)

તમને જે તે web page નું સરનામું એટલે કે URL (જેમ કે www.manishmistry.com) ખબર હૉય તો તેની આગળ http://www.google.com/search?strip=1&q=cache: એટલું ઉમેરી જુઓ. Google જેટલા પાનાં search results માં list કરે છે તેના કરતાં ઘણા વધારે વાંચે છે અને તેને પોતાના અલગ storage માં (જે 72.14.235.132 IP દ્વારા ઉપ્લબ્ધ કરાય છે) સંગ્રહિત કરે છે. 'cache:' એક search operator છે જેના થકી તમે આ ભંડાર ને પણ ફેંદી શકો છો. જૂની websites જે તાજેતરમાં બંધ થઈ ગઈ હૉય તે પણ અહિં ઉપલબ્ધ હૉઈ શકે છે.

આગળ નોંધ્યું તેમ મજાની વાત એ છે કે ગુજરાત સમાચાર જેવી જાણીતી સમાચાર ની site ને તો આ caching ની પ્રક્રિયા દરમિયાન જ unicode માં રૂપાંતરિત કરવામાં આવે છે.જેમકે કદાચ તમને ગઈકાલે cache કરાયેલ ગુજરાત સમાચાર મુખપૃષ્ઠ જોવા અહિં click કરો. (Hindi સમાચારપત્ર નવભારત પણ આ રીતે unicode રૂપાંતરણ પામે છે!) તેથી માત્ર એકાદ જૂનો લેખ વાંચવા માટે કોઇના computer પર font download અને install કરવાની ઝંઝટમાં ના પડવું હૉય તો પણ આ cache ને ફંફોસવું સાર્થક નીવડી શકે છે.

Bonus:
  1. Google Cache Bookmarklet version 2 જે graphical content strip કરીને માત્ર text એટલે કે લખાણ પર ધ્યાન આપે છે! GoogleCacheStrip
  2. ઑનલાઈન પસ્તી ભંડાર જેવા Archivals ની 'યાદી'


Browsing ઝટપટ, without ખટપટ

મંગળવાર, 14 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ઘણીવાર કોઈકોઈ sites ખૂલતાં ખૂબ વાર લાગતી હૉય છે. મોટેભાગે siteની ખાસતો Flash અને અન્ય widgetsથી ભરપૂર ભારેભરખમ design જવાબદાર હૉય છે (હા ભાઈ એક આંગળી એ sites તરફ છે તો મને એ પણ ખબર છે કે બાકીની ત્રણ આંગળી મારી heavyweight blog તરફ પણ છે!) ત્યારે તેની ચરબી ઉતારીને તેને પાતળી કરવા જેવું કામ કરે છે mobile પર મૉંઘેરા data-plans ને અનુરૂપ browsing માટે બનાવેલ આ સાધનો!
1. Google Mobile Transcoder ઉદાહરણ: http://www.google.com/gwt/n?u=http://manishmistry.blogspot.com
2. Finch ઉદાહરણ: http://finch.ploogy.net/finch/manishmistry.blogspot.com

ધીમા dial-up connection પર sites ઝડપથી ખૂલશે અને already ઝડપી broadband connection પર bandwidth બચશે! તમને બીજો કોઇ ફાયદો લાગ્યો? comment please!

ઉમેરો: તમારા email ઝડપથી વાંચી જવા માટે computerપર થી જ અજમાવો
  1. Gmail Mobile (http://m.google.com/mail)
  2. Yahoo! Mobile (http://m.yahoo.com/mail) અને 
  3. Hotmail Mobile (http://mobile.live.com/hm/folder.aspx)
અને હા, બન્ને URL Addressમાં છેલ્લે જે મેં મારી blog નું Address લખેલ છે તે ભાગ ને બદલે બીજી કોઈ site પણ લખી શકાય જેમકે http://www.google.com/gwt/n?u=http://readgujarati.com

આભાર: Finch Formats Web Sites for Really Slow Connections [Web Utilities]

ખેરખબર ગુજરાત Gujarat News Headlines

બુધવાર, 1 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , , , , , , , 2 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Updated: 21MAY2009

મારા કેટલાંક મિત્રો રોજે રોજ ગુજરાતી newspapers ની sites visit કરે છે. લગભગ પચાસ headlines માંથી માત્ર બે-ત્રણ વિગતવાર વાંચવી હૉય તો પણ વારફરતી બધી જ sites જોવી પડે છે. વિકલ્પ છે RSS feeds નો. પણ હજુ વસમી વીસમી સદીમાં જીવતી ઘણી ગુજરાતી news sites RSS આપતી નથી પણ Dapper, Yahoo Pipes અને Feed43 જેવા HTML Scrappers તેમની સાઈટ પરથી માહિતિને RSS માં પચાવી આપવાનું સરસ કામ (કહેવાની જરૂર નથી કે 'મફત'માં!) કરી આપે છે. હું તો પોતે જો કે Google Readerનો ચાહક છું જ્યાં અમૂક વસ્તુઓ હું અવારનવાર share ("ગમતાંનો ગુલાલ") પણ કરું છું. પણ મારે હું જેટલું પણ વાંચું છું તે બધું બીજાને ઉપલબ્ધ થાય તેવી કોઈ રીત નથી. ગુજરાતી blogs પરની posts ને એક જગ્યાએ ભેગા કરીને વાંચવા માટે નિપ્રા અને તરકશ ઓટલો જેવી RSS Aggregation સેવાઓ તો ઘણી છે અને કદાચ સર્ફ ગુજરાતી પણ સમગ્રપણે કે અંશતઃ પણ એય કરશે.

મને આ Gadgets નામનાં રમકડાં ગમે છે, Web2 માં તેમની જ બોલબાલા છે! મારા એ મિત્રો માટે ખાસ વિવિધ સમાચારપત્રો અને બ્લોગ્સ પર મૂકાતાં સમાચારોને એકત્રિત કરીને Grazr નું આ રમકડું બનાવ્યું છે. outline, slider અને three pane એમ ત્રણ જુદા જુદા views માંથી મને three pane view ગમ્યો! તમે બીજા view અને options અજમાવી જુઓ કંઈ ના ચાલે તો મને feedback આપો. હા, આ સમાચારો "તાજાખબર" છે! આ બ્લોગ પરનું આ બળકટ બાળક રૂપ તમને ન ફાવે તો આપ અહિં આ Gadgetને Full Screenમાં જોઈ-વાંચી શકો છો. વળી જો તેને તમારા browserનું home page બનાવી દો તો તે આપના માટે અનોખું "સુપ્રભાત ગુજરાત" બની શકે. આ Gadget પસંદ ના પડ્યું? વાસ્તવમાં આ પ્રકારના Gadgets subscription list અથવા feed list ના સ્વરૂપમાં બનાવેલ OPML fileને ઈશારે કામ કરે છે. જો તમે પણ મારી માફક Google Readerના રસિયા હોવ તો આ Gadgetમાં વપરાયેલ OPML file ને Google Readerમાં Import કરી શકો છો. Microsoft Outlook 2007 પણ આ તૈયાર ભાણું સ્વીકારે છે! તમે આવા કોઈ opml list બનાવો તો મને જણાવવા વિનંતી.

તા.ક. Adelaide માં વસતાં મારા Immigrant અને Student મિત્રો માટે ખાસ ખેરખબર Adelaide પણ જુઓ.

ક્લિયર ટાઈપ: વાંચનની ચાહત સાથે આંખોને રાહત

શુક્રવાર, 1 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

આજે વિનયભાઈ (‘અનિમેષ’) ના ફન-ઍન-ગ્યાન પરના આ લેખ દિવાસો અને મહિલા વિશેષ પર દર્શાવેલ ચિત્રો જોઈ આ લખવાની પ્રેરણા મળી. અહિં જુઓ તેમણે દર્શાવેલ સ્ક્રીનશૉટ્સ સાથે મારા સ્ક્રીન પરના ફૉંટ્સ નો તફાવત.

આ ચિત્ર ઍડિટ કરવા માટે મફતલાલ સૉફ્ટ્વેર કું. ના Paint.Net ની મદદ લીધી જેની વાત ફરી ક્યારેક (અને માત્ર વિનંતીથી જ!).

વિકિપીડિયા ના આ લેખ પ્રમાણે ક્લિયર ટાઈપ એ દ્ર્ષ્યપટલના નાનામાં નાના એકમ ‘પિક્સેલ’ થી પણ ઝીણી ચોકસાઈથી ચિત્રો રચવાની માઈક્રોસૉફ્ટની રીત છે જેથી અમુક પ્રકારના (ખાસ તો LCD flat panel monitors) સ્ક્રીન પરના લખાણની ગુણવત્તા અને સ્પષ્ટતા વધારી શકાય.

આ એક જાતનું ટ્વિકિંગ છે જેમા તમારા કૉમ્પ્યુટરમાં અમુક કૉંફિગ્યુરેશન બદલવા માત્રની જરૂર છે. અરે અરે ગભરાશો નહિ. તદ્દન સરળ છે – Next, Next, Next જેટલું. બસ માઇક્રોસોફ્ટની આ ઑનલાઈન ક્લિયર ટાઈપ ટ્યૂનર સેવા (IE Only) નો લાભ લો. Turn on ClearType ચૅકબોક્સ ને ચેક કરી Next બટન ક્લિક કરો અને પછી બીજાં બે સ્ટૅપ સુધી બસ તમને સૌથી સ્પષ્ટ દેખાતા ચિત્ર પર ક્લિક કરીને Next/Finish પર ક્લિક કરવાનું છે. બસ થઈ ગયું કામ!
આની અસર માત્ર વૅબસાઈટ જ નહિ તમારા સમગ્ર કૉમ્પ્યુટિંગ અનુભવ પર પડે છે કેમ કે તે આખી Operating Systemને અસર કરે છે, નહિ કે માત્ર બ્રાઉઝરને!

અને હા, આમ કરવાથી તમને સફારી બ્રાઉઝર વગર પણ મેં અગાઉ જેની વાત કરી હતી (વાંચવાની મઝા તો સફારીમાં જ!) તેવું સરસ પરિણામ મળી શકે જેથી સ્ક્રીન પરનાં અક્ષરો આંખોને ખૂંચે નહિ અને વધુ સમય સુધી થાક્યા વિના ઑનલાઈન વાંચન કરી શકાય.

સંદેશ ફરી આગળ...

બુધવાર, 23 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , , , , , , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ગુજરાતના અગ્રણી સમચારપત્ર સંદેશે આજે તેની વૅબસાઈટના ક્લેવર બદલ્યા છે. (કદાચ ઘણા સમય પહેલાં મેં કરેલી પોસ્ટ્સ અને અંગત ફીડબૅક કામ કરી ગયા છે :)). નવું રૂપ જે છાપા કરતાં મૅગેઝીન જેવું વધારે લાગે છે તે પહેલાં કરતાં ઘણૂં સારું છે. જોકે બેધડક કહી શકાય કે આ બાબતે દિવ્યભાસ્કર પાસેથી શીખવા જેવું ઘણું હતું (અને હજુ છે!) હું સંદેશની ટીમને આ માટે ધન્યવાદ આપું છું, Congrats! અને સાથે-સાથે એ પણ કહીશ કે સંદેશ ગુજરાતીમાં સમાચારપત્રની સારી વૅબસાઈટ બાબતે પણ આગળ આવ્યું છે.

આમતો નવું શું છે તે સંદેશ પર અંગ્રેજીમાં અહીં યાદી બનાવેલ જ છે પણ ગુજરાતીમાં કહું તો આ રહ્યા મારાં અવલોકનોઃ

  1. સૌથી મોટી વાત એ થઈ કે હવે સંદેશ પોતે જ RSS માટે ઢગલાબંધ વિકલ્પો આપે છે, જુઓ અહિં! માફ કરશો પણ આ અગાઉ મેં મૂકેલી આ પોસ્ટ(Gujarati News Headlines)માં RSS માટેની લિંક્સ હવે નહી ચાલે અને તેની જરૂર પણ નથી.
  2. સંદેશ ડૅસ્કટૉપ ટીકર દ્વારા વૅબસાઈટ ખોલ્યા વિના પણ તાજાખબર જોવા મળશે (જોકે હું તો વિંડોઝ વિસ્ટાના RSS Reader સાઈડબાર ગૅજેટને વધુ પસંદ કરીશ, પણ એકાદો સ્ક્રીનશૉટ મૂક્યો હૉત તો વિચારત!)
  3. ફાયરકૉક્સ અને ઈન્ટરનેટ ઍક્સ્પ્લોરર માં ઓકે છે પણ સફારી ૩.૧.૨ માં અમૂક ભાગ બરાબર દેખાતા નથી.
  4. આખી વૅબસાઈટ ગુજરાતી યુનિકોડમાં છે તો મેનું અંગ્રેજીમાં રાખવાનો અર્થ શો છે?(આ બાબત દિવ્યભાસ્કર ને પણ એટલીજ લાગુ પડે છે.)
  5. કંઈ પણ હોય પણ સાઈટ ઘણી ધીમી છે, ઍડ્રૅસ ટાઈપ કરો, ઍન્ટર મારો, અને પછી થોડી વાર સુધી રાહ જુઓ અને છેલ્લે ધમ્મ દઈને આખ્ખું પેજ આવશે, કંઈક સુધારવાની જરૂર છે. હદ તો ત્યારે થઈ જ્યારે મને Server Error in '/' Application. નો મૅસેજ મળ્યો!
  6. સિવાય કે ગુરુજી.કૉમ સાથે સારા ઈંડેક્ષિંગના કોઈ કરાર થયા હોય, ગૂગલ કસ્ટમ સર્ચ માં કદાચ વધારે સારૂ પરિણામ આપી શકત.
  7. સંદેશ અર્ધસાપ્તાહિક પૂર્તિના ચાહકો માટે ખાસ મુખ્યપૃષ્ઠ ગમ્યું. (કૉલમનાં ટાઈટલ ક્યાં છે? કૉલમિસ્ટ મિત્રોને કોઇ જશ નહિ?) પણ આવો કૉમ્પ્લિકેટેડ યુઆરઍલ ના ગમ્યો એટલે મેં આ ટાઈનીયુઆરઍલ બનાવ્યો!
  8. અને છેલ્લે, મુખ્ય પૃષ્ઠ પર જાXખ નો અતિરેક નથી લાગતો?

ક્યાંક એવું તો નથીને કે સંદેશbeta લખવાનું રહી ગયું હોય? તમને શું લાગે છે?

વાંચવાની મઝા તો સફારીમાં જ!

બુધવાર, 16 જુલાઈ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ખરેખર સફારીમાં અને તે પણ પાછા મારા મનગમતા ફૉન્ટ્સમાં ગુજરાતી વાંચવાની મઝા જ કંઈ ઑર છે!

Bye Bye PDF, Welcome Unicode!

કાપલીઓ , , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

લો અકીલા હવે પીડીઍફમાં મળશે! પણ યુનિકોડ કૅમ નહિં? સંદેશ અને દિવ્ય-ભાસ્કર તો ક્યારનાંય કરે છે! ગૂગલ અને (તેથી જ) સર્ચગુજરાતી તેનાં લેખ સર્ચ કરી શકે છે. ગુજરાત સમાચાર ને વિશાલ ભાઈએ તો નવો અવતાર આપ્યો, પણ હજી તેઓ પોતે યુનિકોડ બાબતે સક્રિય હોય તેમ જણાતું નથી. અને મને નથી લાગતું કે ગુજરાતી સમાચાર પત્રો માટે યુનિકોડ કંઈ મૉઘું છે! બસ આ ત્રણ પગલાં ની ગાઈડલાઈન્સ (અકીલાને ધ્યાનમાં રાખીને લખેલ છે.) અજમાવીને તેઓ કંઈ નહિં તો અખતરા સ્વરૂપે પણ તે કરી શકે છે, સાવ મફ્ફતમાં!

  1. Install a content management system like Joomla  on your server FREE. (Gives RSS as well, I love it!)
  2. After you publish your article on regular site, font-change from Krishna to Unicode Gujarati it on this page (A really cool service from Vishal Monpara, thanks a thousands, but unfortunately does not support SHREE fonts that have been used for more than a decade for creating Gujarati Stuff).
  3. Publish it as an article on the Joomla.

હવે, તમે એટલું તો સમજ્યા હશો કે અકીલા પરથી કંઈ યુનિકોડમાં જોઇતું હોય તો કેવી રીતે રૂપાંતરિત કરાય! થોરામાં ઘનું...

ઑફ-લાઈન/મોબાઈલ ગુજરાતી વાંચન

કાપલીઓ , , , , , , , , , , 3 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

કેસ ૧. ગુજરાતી વાંચવું ઘણું ગમે છે પણ આ ઈન્ટરનેટ ક્યાં બધે ઊપલબ્ધ છે? અને સાલું મૉઘુંય પડે છે! કઈં ડાઊનલોડ થાય એવં કરોને યાર! એયને લૅપટૉપમાં કે મારી ૮ જીબીની યુ.ઍસ.બી.મા ખડકલો કરી દીધો હોય તો નિરાંતે ચા પીતા-પીતાં હિંચકે બેઠાં વાંચી શકાય!
કેસ ૨. મારા નવા મોબાઈલમાં PDF Reader અને Microsoft Word Reader પણ છે. મને બસમાં કે બાંકડા પર બૅઠાં-બૅઠાં વાંચવા માટે ઈન્ટરનેટ પર કંઈ ના મળે પણ ગુજરાતીમાં હોવું જોઇએ બૉસ!

મળે ન, કેમ નહિં! આ સર્ચ અજમાવી જુઓ.

અગડમ્-બગડમ્ લાગે છે ને? ચિંતા ન કરો વત્સ! એ તો યુનિકોડ નથી એટલે પેજ પર તો જંક જ આવશે, પણ PDF માં ફૉન્ટ્સ સમવેલા હોય છે. એટલે કે PDF માં ગુજરાતી જ વંચાશે. (જો કે કોઇ ગૅરંટી નહિં હોં!). ઘણી લિંક્સ પર રાઈટ-ક્લિક કરીને Save Link As... કે Save Target As... કરવાથી ડાઊનલોડ કરી શકાય છે. વધુમાં જો શાણા વૅબ-વાચક હોવ તો ફાયરફોક્સ જ વાપરતાં હશો, ડાઊન-ધૅમ-ઑલ વાપરીને આ કામ પણ સરળ કરી શકાશે!
તમે બીજી કોઇ સાઈટ જાણો છો જેના પર ગુજરાતી PDF ફાઈલ ડાઊનલોડ માટે ઊપલબ્ધ હોય? મને કહોને, પ્લીઝ?

વાંચન વિશેષ: ડૉ. શરદ ઠાકર અને અશોક દવે

મંગળવાર, 1 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ગુજરાત સમાચાર પૂર્તિના ચાહકો માટે ખાસ સર્ચ

બુધવાર, 25 જૂન, 2008 કાપલીઓ , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

http://www.gujaratsamachar.com/gsa/20061011/guj/supplement/ જેવા પાના પરની દરેક કડી ચોક્કસ એચટીએમએલ ને સાધે છે. જેને કી-વર્ડ તરીકે વાપરીને ગુજરાત સમાચારની સાઈટ પુરતું સર્ચ કરવાથી એ આર્ટીકલની જૂની કડીઓ મળશે.
માઈક્રોસોફ્ટ લાઈવ (તમે RSS કડીનો ગૂગલ રીડરમાં ઉપયોગ કરી શકશો)
ગૂગલ (સર્ચ RSS ઉપ્લબ્ધ નથી - ૨૦૦૮-૦૬-૨૫)
આ માત્ર ઉદાહરણો જ છે, આપ પણ આવા કી-વર્ડ્ઝ વાપરીને આવી ખાસ સર્ચ બનાવી શકો છો.

સંસ્કૃત સર્ચ

સોમવાર, 23 જૂન, 2008 કાપલીઓ , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

આજે જાણ્યું કે http://www.sanskritdocuments.org/all_sa/ પર સંસ્કૃત ભાષામાં રચાયેલ સાહિત્ય અને વૈદિક કૃતિઓનો ભંડાર છે.