Recent Comments

લેબલ Gujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Gujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુજરાતી લખો જાદૂઈ Lipy વડે!

સોમવાર, 6 એપ્રિલ, 2009 કાપલીઓ , , , , , , 7 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

વિચાર:
ગુજરાતી blog જગતની બહુ જૂની ફરિયાદ છે કે અમારા comment box માં ગુજરાતી લખાતું કેમ નથી? comment box ની નજીક વાચકો IndicIME install કરે કે અન્ય typepads વાપરી લખાણ copy-paste કરે તેવા સૂચનો મૂકવા પડે છે. વિશાલભાઈએ ઘણા સમય પહેલાં આનો ખૂબજ સરળ જવાબ આપતાં પ્રમુખ typepad નું અત્યંત સરલ સ્વરૂપ પણ બનાવ્યું હતું અને એના ઉપયોગ વિશે સમજૂતી આપી હતી પણ કદાચ technical મર્યાદાઓને કારણે આ ખૂબ જ સુંદર રચના એટલી વપરાશમાં ન આવી. મને હંમેશા થતું હતું કે એવું કંઈક હોવું જોઇએ જેથી આ copy-paste ની કડાકૂટ માંથી બચી શકાય. એવું કંઈક કે એક button દબાવો અને સાદું textarea control (કે જેમાં તમે તમારી comments કે લાંબા લખાણ લખો છો) તરત જ એક સરળ ગુજરાતી type pad માં પરિવર્તિત થઈ જાય! આ જાદુ એટલો સરળ દેખાતો હતો કે મેં ઘણી વાર પ્રયત્નો કર્યા પણ અંતે એટલું જ સમજાતું હતું કે આ ખરેખર એટલું સરળ નહોતું! એક છડી ફેરવો ને દેડકામાંથી રાજકુમાર બની જાય! ABRACADABRA! હવે સુધરેલા browsers અને મારા વધેલા અનુભવના આધારે આ પાઘડીનો વળ છેડે આવ્યો! એ વસ્તુ છે મારી પ્રિય technique - bookmarklet! 'લીપિ' શબ્દ પરથી મેં આને Lipy એવું નામ આપ્યું છે!

કાર્ય:
આ bookmarklet ખુલ્લી tab માં મુખ્ય પાના પરના તમામ textarea ને સરળ ગુજરાતી Typepad માં પરિવર્તિત કરે છે.

પદ્ધતિ:
service.vishalon.net પરથી એક javascript current document માં સામેલ કરે છે
current tab ના document ના તમામ forms ના દરેક textarea control ને ગુજરાતી typepad માં પરિવર્તિત કરે છે અને તે મતલબ નો સંદેશ ઉમેરે છે.

ઉપયોગ:
તો આ રહી એ bookmarklet!

માત્ર આ bookmarklet ને ઢસડીને તમારા firefox, Safari કે Chrome ના bookmark bar પર મૂકી દો. જ્યારે તમે કોઇ બ્લોગ ના comment box માં ગુજરાતીમાં type કરવા ઈચ્છો ત્યારે માત્ર આ bookmarklet ને click કરી દો. માત્ર થોડી seconds માં જે તે comment box અને અન્ય textareas માં હવે ગુજરાતી લખી શકાશે. દર વખતે જ્યારે તમે એ blog ની મુલાકાત લો ત્યારે bookmarklet વાપરવી જરૂરી છે જ્યાં સુધી જે તે blogger પોતે ગુજરાતી typing ની વ્યવસ્થા ના કરી આપે. વધુ માહિતી માટે મારી bookmarklets સંબંધિત posts ની મુલાકાત લો.

મુશ્કેલીનિવારણ:
આ કોઈ guaranteed program નથી અને તમે તેને પોતાના જોખમે વાપરશો પણ જો bookmarklet click કરવાથી textarea માં ગુજરાતી type થવાનું શરુ ના થાય તો textarea નું લખાણ copy કરી પાના ને refersh/reload F5 કરીને paste કરવું અને શક્ય હૉય તો પાના નું સરનામું URL અને તમારા Browser નું તથા તમારી operating system નું version જણાવવા મારો સંપર્ક કરવો.

નોંધ:
Windows Vista પર નીચેના Browsers માં બરાબર ચાલે છે.
બીજે વાપરીને અનુભવ જણાવશો.

મોટાભાગના web developers FireBug વાપરે છે F12 shortcut key નો ઉપયોગ કરે છે. તેથી મેં Lipyમાં F9 shortcut key નો ઉપયોગ કર્યો છે અર્થાત્ ગુજરાતી-અંગ્રેજી અદલ-toggle-બદલ કરવા માટે keyboard માં છેક ઉપરની હરોળની F9 key નો ઉપયોગ કરવો.

વિસ્તાર:
  1. આ પ્રકારના bookmarklets દરેક ભાષા માટે બનાવી શકાય.
  2. textarea માંથી વધુ વિસ્તૃત પ્રમુખ Typepad પ્રકારનું toolbar અને જોડણી પરિક્ષક સહિતનું editor બનાવી શકાય.
  3. હું જાણું છું કે આ સર્વશ્રેષ્ઠ રીત નથી પણ bloggers પોતે આ Lipy link પોતાના comment box ની બાજુમાં મૂકે તો તેને વાચક bookmarklet ની અવેજમાં વાપરી શકે.
  4. આ bookmarkletનું offline version પણ શક્ય છે પણ મને તેની જરૂરિયાત જણાઈ નથી. પણ કોઈને જરૂર જણાય તો "order પર પૂરતું ધ્યાન આપવામાં આવશે"
આભાર:
વિશાલભાઈ મોણપરા

Bonus:
અપેક્ષિતપણે આ bookmarklet IE8 (8.0.6001.18702) માં ચાલતી નથી!

મૉડું

શનિવાર, 27 ડિસેમ્બર, 2008 કાપલીઓ , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો



ચાર રસ્તા વચાળે
ચક્કર પરનું ભડભડતું ઘાસ

ચારેબાજુથી 
અચાનક વછૂટેલી
બંબાના પાણીના ફૂવારાની
જોરદાર ધારથી
ડઘાઈ ગયું, હેબતાઈ ગયું
વાહ રે માણસ!
કે થોડા છાંટા નાંખ્યા હૉત
મહિનો-દા'ડો પહેલાં
તો અમે કાળઝાળ ગરમીમાં
આમ ભડકે બળત?

આવે છે! ગુજરાતી net unicoded by Google!

ગુરુવાર, 18 ડિસેમ્બર, 2008 કાપલીઓ , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Google અંદરખાને પ્રમુખ non-Unicode ગુજરાતી websites ને Unicode માં રૂપાંતરિત (કે 'યુનિકોડિત') કરી રહ્યું હૉય તેમ લાગે છે. ગઈકાલે મેં જે નવાઈ જોઈ હતી તેને આજે ફરી test કરી confirm કરી કે ખરેખર Google ગુજરાતી websites પરના non-Unicode content ને Unicode માં ફેરવી ને index અને ખાસ તો cache કરે છે.

અમૂક site ને search કરવાથી મળતાં પરિણામો માં sample text યુનિકોડમાં આવે છે જ્યારે જે તે website પોતે Unicode માં છે જ નહિં! તમે જો આપેલી link પર click કરો તો મૂળ web page દેખાય છે જે મારા computer પર required fonts install ન કરેલા હૉવાથી હજી junk characters (ગરબડદાસ ગોટાળાવાળા જેવા!)  દેખાય છે પણ જો Google ની cached page link 'cache' check કરો તો perfect Unicode રૂપાંતર મળે છે.

ઉદાહરણ તરીકે
ગુજરાત સમાચારની website પર 'ગૂગલ'


ઝાઝી.com પર 'ગુજરાત'


ગુજરાત સમાચાર પણ યુનિકોડમાં postમાં મેં Font conversion ની આ પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલ છે. એ list માં હવે ગૂગલ પણ જોડાઈ ગયું છે. એટલે કે તમે ગુજરાત સમાચાર પર કે ઝાઝી પર કોઈ લેખ કે કવિતા કે સમાચાર વાંચી રહ્યા હૉવ અને તમને એ Unicode form માં જોઈએ તો માત્ર તેના url આગળ http://www.google.com/search?q=cache: લગાડીને અજમાવી જુઓ. (cache ની definition જ કહે છે કે એ content જૂનું હોઈ શકે અને તેથી homepage જેવાં dynamic pages કે જેના પર નું content બદલાતું રહેતું હૉય તેને માટે ગુર્જરદેશ કે મેધા નું converter વાપરવું પડે!) દા.ત. ફિલ્લમ ફિલ્લમ નો 2008-12-14 નો આ episode વાંચવા માટે ગુર્જરદેશ કે મેધા કે google ના font-transformation માં થી કોઇ પણ ચાલે પણ ગુજરાત સમાચારનું homepage ગુર્જરદેશ કે મેધા કરતાં google જૂદું બતાવશે! (તારિખ નોંધજો!)

આ એક સરસ શરુઆત છે. પણ ખબર નહિં આને content-theft અને copyright વાળી વાતો લાગુ પડે કે ના પડે! well, after all ફાયદો તો વાચકોને જ થવાનો છે! એટલે Google ને કહેવું કે "ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા 'ઓર્રાઇટ' છે!"

Bonus:
font-transformation માટે ઉપર સૂચવેલા ત્રણેય ઉપાયોની Bookmarklets! જલ્સા કરો!
  1. GurjarDesh
  2. Medha
  3. GoogleCacheSearch

તિથિ-તહેવાર અને તારિખિયું GCal and GDocs in GMail

બુધવાર, 29 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

નવું વર્ષ એટલે calendar શોધવાનો અને બદલવાનો સમય. વિદેશી-દેશીઓ ઘરે અવારનવાર phone કરે તો વાર-તહેવારની ખબર પડે નહિંતર ભારતમાં જાહેર રજાનું માનભર્યું સ્થાન ભોગવતો કોઇ જાણીતો તહેવાર ક્યારે આવીને જતો રહે તે કોઇકવાર ખબર પણ ન પડે! મૃગેશભાઈ (readગુજરાતી) એ ગુજરાતી calendar(હા હા એ જ કારતક-માગશર વાળું)ને shared Google Calendar રૂપે મૂક્યું છે અને તેને regular update કરતાં રહે છે. એ shared હૉવાથી publicly available છે. અને તેમાં જે તે દિવસ વિશે વિશેષ માહિતી મૂકતા રહે છે. એ જ calendar ને readગુજરાતી પર પ્રથમ પાનું અને ગુજરાતી કેલેન્ડર પર દર્શાવવામાં આવે છે. મૃગેશભાઈનું calendar તમારી site કે blog પર મૂકવા માટે અહિં personalise કરી શકાય છે અને એટલીય મહેનત ના કરવી હૉયતો આ જોઇ લો!
Gmailમાં આજથી officially Google Calendar અને Google Docs નો Gadget તરીકે સમાવેશ થયો છે ત્યારે મને મૃગેશભાઈનું એ calendar હું જે પેજ પર સૌથી વધુ online રહું છું તે gmail inbox ની બાજુમાં મૂકવાનો મૉકો મળ્યો. આ રહી એ માત્ર ત્રણૅ step ની process! ઘણો ઘણો આભાર મૃગેશભાઈ!
 

આ ઉપરાંત કેટલાંક live online calendars અહિં પણ ઉપલબ્ધ છે.
  1. http://www.swaminarayan.org/calendar/
  2. http://deshgujarat.com/2008/10/22/gujarati-calendarnov-2008-kartak-magshar-vikram-samvat-2065/
  3. http://www.swargarohan.org/Calendar.htm 
  4. http://timepiece.shubhkaamna.com/hinducal/months.htm
  5. http://www.swaminarayangurukul.org/calendar/yearly/calendar2008/
  6. calculated live 3 months: http://www.futurepointindia.com/panchang/monpan.asp
  7. સૌથી detailed છે http://www.vikramsambat.org

ઍલાવ! ગુજ્જુ speaking!

ગુરુવાર, 9 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

તા. ક. : Sorry આ Trick YouTube ના Security Modelના કારણે નથી ચાલતી પણ તમને interest હૉય તો comment કરશો તો હું કંઈક બીજો રસ્તો ખૉળી કાઢીશ! ત્યાં સુધી Audio Word of the Dayના Google Gadgetsનું આ list જોઈ જાઓ!

  • તમારે English speaking શિખવું છે પણ ઘણા શબ્દોનાં ઉચ્ચાર નથી આવડતાં?
  • તમને કોઇ એવો શબ્દ ભટકાઈ ગયો છે કે જેનો ઉચ્ચાર ખબર નથી?
  • કે પછી ધાણીફૂટ અંગ્રેજી "ફાડતા" કોઈ colleague સાથે એક શબ્દ ના સાચા American ઉચ્ચાર માટે શરત મારી બેઠા છો? (જીતો તો અડધાઅડધા કરી લઈશું!)
YouTube પર comment મૂકતાં પહેલાં તમારી comment નો audio preview સાંભળી શકાય છે તે જાણ્યા પછી તેનો એક જબરો ઉપયોગ સૂઝ્યો! અહિં આપેલા boxમાં Englishમાં (હા ભાઈ હજી એ લોકોને ગુજરાતી બોલતાં કરવામાં વખત લાગશે ત્યાં સુધી તો business is business :)!) કોઈ શબ્દ કે ટૂંકું વાક્ય type કરીને Audio Preview button દબાવવાથી YouTube તેને બોલીને સંભળાવે છે!










ત્યાં સુધી પટેલville દ્વારા પ્રસ્તુત આ ટૂંકો પણ સચોટ પાઠ્યક્રમ પણ જોઈ જવા વિનંતી!



Firefox અને Chrome માં ચકાચક ચાલે છે, અને મને IEની પરવા નથી પણ તેમાં પણ MediaPlayer માં popup થઈને સંભળાય છે. તમારી આજમાઈશ શું કહે છે?

Tip: http://www.youtube.com/preview_comment?&t=gJYHfVuJOcOqzsn2jEAf8KR1uXF8MTIyMzUwOTMzOQ==&q=Put%20your%20words%20here

ગુજLex Bookmarklet

બુધવાર, 1 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , 6 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો


ગુજરાતી Lexiconની Teamએ રતિકાકાને આજે તેમના જન્મદિવસે ગુજરાતી Lexicon site ના નવા અવતારની સરસ ભેટ આપી! હું આ દિવસની રાહ જોઇ રહ્યો હતો. અગાઉ ભગવદ્ગોમંડલ Bookmarklet મૂક્યું હતું. મારા તરફથી પણ આ મહાન સેવાકાર્યને નાનકડાં અભિનંદન તરીકે ગુજરાતી Lexicon ની (બીજી એક!) bookmarklet!
કોઇ પણ ગુજરાતી યુનિકોડ શબ્દને select કરીને તેને  ગુજLex પર શોધવા માટે PA (Personal Assistant) જેવી bookmarklet આપની સેવામાં...



ઉદાહરણ તરીકે આ શબ્દ- ગુજરાતી - ને select કરો અને ઉપરની link પર click કરો.



અગાઉની bookmarklet ફરી અહિં મૂકું છું.


ભગવદ્ગોમંડલ Bookmarklet

શુક્રવાર, 26 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

સ્વાગતમ ભગવદ્ગોમંડલ! કોઇ પણ શબ્દને select કરીને તેને ભગવદ્ગોમંડલ પર શોધવા માટે હાજરાહજૂર જિન જેવી bookmarklet આપની સેવામાં...
Search ભગવદ્ગોમંડલ
ઉદાહરણ તરીકે આ શબ્દ- ગુજરાતી - ને select કરો અને ઉપરની link પર કરો. જાદૂ...!
પર વધુ માહિતિ માટે જુઓ www.bookmarklets.com 

તા.ક. Bookmarklets વિશે શિખતાં-શિખતાં આ bookmarklet બનાવી આપવા માટે મારા સાળા સ્વપ્નિલ મિસ્ત્રી નો આભાર!

વિખરાયેલી ગુજરાતી wikipedia

બુધવાર, 10 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

આજકાલ internet પર ગુજરાતી સંગીત ટહુકે ને રણકે છે. ખૂબ મઝા પડે છે. જે ગીતો હૈયે અને હોઠે હોય તે હવે screen અને speaker પર પણ આવે છે. જેના શબ્દો ન જડતાં હોવાથી ગણગણવાં પડતાં હતાં તે ગીતો ને હવે karaoke કરી શકાય છે. ટહુકો, રણકાર અને શીતલ સંગીત આનાં સમર્પિત અને શ્રેષ્ઠ ઊદાહરણો છે. પણ આ તબક્કે આ methodsને હજુ એક ડગલું આગળ લઈ જવા જેવી છે.

XSPF or Spiff એ Playlist (ગીતાનુક્રમ?) જેમ RSS Feed છે તેમ XMLમાં online સાચવવાની પદ્ધતિ છે જેને પછી online Media Player જેવા કે XSPF Web Music Player (Flash) દ્વારા સાંભળી/સંભળાવી શકાય છે. વધુમાં આ દિશામાં Vista અને Google માટે Gadgets અને Widgets પણ બને. આમાંની એ બધી sites પરથી શીતલ સંગીત જેવી radio સેવા પણ થઈ શકે અને Fun-n-Gyan જેવું Conduit Community Toolbar તેને વહેતું કરી શકે. જો આમ થાય તો આ sites પોતાના Branding પર વધુ ધ્યાન આપે તે પણ જરૂરી બને. દરેક ગીતમાં કોઇ signature tune કે શાબ્દિક પ્રચાર નો સમાવેશ પણ કરવો પડે. જેમ કે ટહુકો પરથી ગીત વાગે ત્યારે "સંગીત અને કવિતાના રંગોનો સમન્વય Tahuko.com" બોલાય! વળી પ્રાર્થનામંદિર જેવી site પર box માં upload કરાયેલી files જ share કરાતી હોવા છતાં તેઓ જે સીધી MP3 Download ની link મૂકે છે તેના કરતાં કલરવ પરની આ post માં રણકાર કે ટહુકોની જેમ સીધું ગીત વગાડી શકાય છે તેમ પણ કરી શકાય.

અને આટઆટલું ગુજરાતી સાહિત્ય અને સુગમ સંગીત માટે મથીએ છીએ તો પછી એક સમુદાયની જેમ કેમ ના વર્તી શકાય? બધી ઉત્તમ સેવાઓ સહિયારું કામ કેમ ન કરી શકે? એક general platform પર આ બધાનું અનુસંધાન મળે કે જ્યાંથી તમને કોઈ રચના શોધવા મળે સાથોસાથ તેના રચયિતા વિશે માહિતી (જીવનચરિત્ર, photograph અને અન્ય રચનાઓ ની links) , એ ગીત હૉય તો તેના શબ્દો (lyrics) અને ક્યાં સાંભળવા મળશે તેની link પણ મળે!

આ કોઇ એકલા હાથે કરાતાં research નું કામ નથી પણ ગુજરાતી blogger સમાજ છેલ્લા કેટલાંક સમય થી જે અંધાધુંધ મારો ચલાવી રહ્યો છે તેને એકદીશ કરવાનો સહિયારો પ્રયત્નમાત્ર બની શકે છે. સું કિયૉ છો?

PS: There is a rankar toolbar effort in the line of FunNGyan's at http://rankaar.ourtoolbar.com There is Radio but it is not from Rankaar. Still not published so might be work in progress. Watch it!

વિચાર સૂરજ સ, કોઈ કઈ ના હકઅ ક મીં પેલા જોયો – ScribeFire and Pramukh!

શુક્રવાર, 29 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

લ્યૉ મું વિશાલભઈન’ કૅતોતો ન આ લોકો તો ચાન્નાય લઈ આયા સ! મીં ઈવૉન અમણ જ email કર્યો તે ઈમૉં લખ્યુંતું ક ...

You may create an online Application and host it on your own server for free that runs on PramukhTypePad, allows logins using Google (http://code.google.com/apis/accounts/docs/AuthForWebApps.html), Yahoo (http://developer.yahoo.com/auth), Live (http://msdn.microsoft.com/en-us/library/bb676633.aspx) or any OpenID (http://openid.net/specs/openid-authentication-2_0.html) and users can type and save text there. You may control the space provided by autoclearing the text everymonths or autoexpiry after a month. Or allow autoexport functions to blog on Blogger (http://code.google.com/apis/blogger/developers_guide_protocol.html#CreatingDraftEntries) or Wordpress.

પણ ઈવોન યૅ બીજા કૉમ વૉય ક નંઈ? તે આ હાથમૉં લેવાય ઈમ નથી પણ ScribeFire વાળા આવી સગવડ આપ સ તે આજ ખબર પડી! જૂઑ તાણ - ScribeFire, Blogger Custom Domain And The Image Not Appearing Issue!
આ post પસ ઈમૉં જ લશી નાશી! હારુ ચાલ સ તો જબરુ હૉં! અન હા ભઈ આ ભાશા તો ગુજરાતી જ સ પણ બોલી અમારી કૉઠાની સ તે ના ખબર પડ તો મૂંઝાતા નઈ ન કઈ દેજો તે ફરી લખતા ફાવ! અવ ઑમૉં જોડણી જોવા ના જતા પાસા હૉં!

જોડણીનો ઝઘડો અને પ્રમુખનો બેજોડ જોડીદાર અક્ષર Glad to see અક્ષર Spell Checker - Gujarati!

બુધવાર, 27 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , , , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો



આજે જ્યારે વિશાલભાઈના પ્રમુખPad માં અક્ષર જોડણી-પરીક્ષક (Akshar Spell Checker) ઉપલબ્ધ થયાના સારા સમાચાર અનિમેષભાઈએ આપ્યા ત્યારે ઘણો ઘણો આનંદ થયો. આભાર બન્નેનો, પહેલાં બનાવ્યું તેનો, પછી બતાવ્યું તેનો!


આમ તો મારાં computer/internet પર જોડણી ચકાસવાનાં રસ્તાઓ ઘણાં હતાં:


  1. મારા laptop પર તો કાર્તિકભાઈની સલાહથી ભાષાIndia નું indic IME ક્યારનુંય આવી ગયું છે. અને હું Microsoft Word નું (The Next generation of) Spell Checker વાપરું છું. પણ ગુજરાતીમાં તેનાં પરિણામો એટલાં Reliable નથી હૉતાં. આ બે જુદાં જુદાં ઉદાહરણો જુઓ.


  2. ક્યારેક ગુજરાતીLexicon ની મદદ લેતો થયો. ત્યાં જોડણી ચકાસવા માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી પણ જો મારી જોડણીનો સાચો અર્થ દર્શાવતો શબ્દ મળે તો સાચું એમ માનીને ચાલતો હતો.


  3. બીજો સારો project છે વિક્ષનરી (કોઈ માયાવી રાક્ષસી માટેનો પ્રાચીન સંસ્કૃત શબ્દ લાગે છે? ના ભાઈ આ તો Wiktionary છે!) પણ હું તેમાં એટલો potential નથી જોતો.


  4. ગૂગલ indic transliteration પર કેટલીક ભાષાઓ માટે Spell-Suggestion ક્યારનુંય છે.


  5. quillpad ગુજરાતી પર spell checker અને તેથી એક ડગલું આગળ કંઈક autocorrect જેવી વ્યવસ્થા છે.



  6. Webદુનિયા Quest ગુજરાતી પણ suggestion પૂરાં પાડે છે

  7. છેક છેલ્લે હજી ગૂગલ પણ તાજું તાજું Google Suggest લાવ્યું છે અને ગૂગલ ગુજરાતીની નબળી બાજુ આપણે હમણાં જ જોઈ હતી જુઓ ગૂગલદેવતાનો નૈવેદ્ય Gujarati as offered by Google પણ આ તેનું નવું ખૂબ જ સક્ષમ પાસું છે કે search box માં અંગ્રેજી અક્ષરો Type કરતાં ગુજરાતી unicode માં suggestions આવે છે. ત્યાં એક વિચાર એ પણ આવ્યો કે તેનો પણ જોડણી ચકાસવા માટે ઉપયોગ કરી શકાય. પણ ગૂગલ કોઈ Dictionary ને આધારે નહિં પણ અત્યાર સુધીમાં લખાયેલ અને તેણે index કરેલ શબ્દોની લોકપ્રિયતા ને આધારે suggest કરે છે એટલે એમાં ઉંધા જોડણી કહેતાં ઉંઝા જોડણી ભળવાની પણ ભારોભાર શક્યતા છે! સાચવવું. (નોંધઃ હું સાર્થ જોડણી પરત્વે પણ એટલો કટ્ટર નથી પણ જોડણી બચાવવા કરતાં ભાષા બચાવવી વધુ જરૂરી છે તેમ અચૂક માનું છું.)

હું Web 2.0 નો હિમાયતી હોવાથી અક્ષર નું સમર્થન કરવાનો સૌથી મોટો ફાયદો એ જોઉં છું કે શબ્દકોશ કેન્દ્રિત (centralised) થશે. મને મારા Microsoft Word માં Add to Dictionary નો option મળે છે પણ એ રીતે સાચી જોડણી ધરાવતી મારી પોતાની એક Dictionary બને છે. Windows Vista પર Office 2007 માં તેનું સ્થાન અહિં હોય છે C:\Users\(તમારું username)\AppData\Roaming\Microsoft\UProof\CUSTOM.DIC. તે માત્ર મને (અથવા મારા laptop પર Word માં Indic IME વાપરનાર ને) જ ઉપ્લબ્ધ છે. જ્યારે પ્રમુખ TypePad વાપરનાર વિશ્વના તમામ ને એક જ dictionary મળે છે. આમતો આ જોડણી કંઈ રોજેરોજ બદલાતી વસ્તુ નથી પણ જેમ અંગ્રેજી ભાષા સમયાંતરે બીજી ભાષાઓ પાસે થી શબ્દો ઉધાર લે છે (જુઓ અંગ્રેજીમાં હિન્દી શબ્દો તેમજ ભારતીય અંગ્રેજી) તેમ ગુજરાતી પણ તત્સમ અને તદ્ભવ શબ્દોને આવકારે છે. હવે, તેનો અર્થ એ કે જ્યારે એક જોડણી અક્ષર જોડણીપરિક્ષક માટે ઉમેરાય ત્યારે દરેકને એ જ ક્ષણે ઉપલબ્ધ થાય છે. અદ્ભૂત! મારા મતે આ Online Typepad વાપરવાનો સહુથી મોટો ફાયદો છે.


થોરામાં ઘનું:

દુનિયાના નકશા પર ગુજરાતી ઈન્ટરનૅટ જગત Guajrati Internet on Google Maps

બુધવાર, 13 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ગુજરાતી માણસ ગુજરાતી ભાષાને લઈને દુનિયા આખીમાં ફેલાયેલો છે. બ્લૉગર્સ પણ દેશ-વિદેશમાં બેઠા-બેઠા સાહિત્ય અને માહિતીના અંબાર રચતાં જાય છે. આ બધા ક્યાં છે? તે જાણવાનો સૌથી સરળ-સારો ઉપાય મને લાગ્યો ગૂગલ મૅપ્સ! તેથી મેં રીડગુજરાતી પર મૃગેશભાઈએ કરેલા સંકલનને આધાર બનાવી આ નકશો બનાવ્યો. સાધનો: ગૂગલ ડૉક્સ પરની આ સ્પ્રેડશીટ તથા તેમા ગોઠવેલ ગૂગલ મૅપ્સ ગૅઝેટ અને આનુષંગિક ફૉર્મ – તમામ મફત અને વહેંચેબલ! નીચેનો નકશો ના દેખાય તો આ અનુસંધાન પર જવા નમ્ર વિનંતી.


માફ કરશો પણ જ્યાં જ્યાં અમેરિકા લખ્યું છે ત્યાં મેં ન્યૂ યૉર્ક ધાર્યું છે. અને અન્ય કેટલાંક સ્થળોએ ગુજરાત માન્યું છે. હજી વધુ ચોક્કસ સરનામું દર્શાવવું શક્ય છે તેથી બ્લૉગર મિત્રો અને સાઈટ પ્રકાશકો ને વધુ માહિતી આ ફોર્મ દ્વારા પૂરી પાડવા વિનંતી. નવા દર્શકો મૂકવા પણ આસાન છે. માત્ર અહિં આપેલું ફૉર્મ ભરીને સબમિટ કરો.
ગુજરાતી સારસ્વત પરિચય પર આ જ રીતે ગુજરાતી સાહિત્યકારો ના જન્મસ્થળ દર્શાવી શકાય તથા મૃગેશભાઈએ ખૂબજ સરસ રીતે ગુજરાતી કૅલૅન્ડર બનાવવામાં કર્યો તેમ ગૂગલ કૅલૅન્ડરનો ઉપયોગ કરીને તેમના જન્મદિવસ પણ બતાવી શકાય!

આભાર: ગુજરાતી બ્લૉગર્સ પર ગુજરાતી બ્લોગર#1 કાર્તિકભાઈનો સાક્ષાત્કાર વાંચ્યા પછી આ ખૂબ જ જૂનો વિચાર અહિ મૂકવાનું મન થયું.



ગિરગિટ: ભાષા બદલતો કાચંડો!

ગુરુવાર, 7 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , , , , , , , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો


ભારતમાં ઘણા અન્યભાષીઓ છે કે જેમને બીજી ભાષાઓ સમજાય તો છે પણ વાંચતા નથી આવડતી કારણ કે ગુજરાતી લિપિ થી તેઓ અજાણ છે. તેમના સુધી આપનો શબ્દ પહોચાડવા અને ભારત આખાને ભાષાનો અવરોધ ઘટાડવા માટે આ સેવા અદ્ભૂત સામર્થ્ય ધરાવે છે. દાખલા તરીકે...

  1. વર્ષો થી હિન્દી ફિલ્મોમાં વપરાતા પંજાબી ભાષા અને શબ્દો સાંભળીને મોટી થયેલી એક પેઢી હજી પંજાબી વાંચી નથી શકતી.
  2. ਵਰ੍਷ੋ ਥੀ ਹਿਨ੍ਦੀ ਫਿਲ੍ਮੋਮਾਂ ਵਪਰਾਤਾ ਪਂਜਾਬੀ ਭਾ਷ਾ ਅਨੇ ਸ਼ਬ੍ਦੋ ਸਾਂਭਲ਼ੀਨੇ ਮੋਟੀ ਥਯੇਲੀ ਏਕ ਪੇਢੀ ਹਜੀ ਪਂਜਾਬੀ ਵਾਂਚੀ ਨਥੀ ਸ਼ਕਤੀ.

એક સામાન્ય ગુજરાતી બીજો ફકરો વાંચી-સમજી શકે તેની શક્યતા કેટલી? અને ઉપરનાં બંને ફકરાનું લખાણ સરખું છે તેમ કહું પછી? હા, હવે બીજી વાર પ્રયત્ન કરો તો શબ્દોની ગોઠવણ સરખી હોવાનું દેખાઈ આવે છે. તો પછી નડ્યું શું? માત્ર લિપિ! મેં પણ એ લખાણ પંજાબી લિપિ ગુરમુખી ਗੁਰਮੁਖੀ માં ફેરવવા માટે ગિરગિટના આ ઑનલાઈન સાધન નો ઉપયોગ કર્યો. પણ કેટલી બ્લૉગ કૉપી પેસ્ટ કરી શકાય? અને સમજાવું તો જોઈએને કે આ કામનું લખાણ છે? તો આખા પેજ ને જ Trans-Script કરવામાં આવે તો? ગુર્જરદેશ જેમ બીજા ફૉંટ માંનું લખાણ યુનિકોડમાં ફેરવી ને ગુજરાત સમાચાર જેવા આખા ને આખા સમાચારપત્રો ને નવજીવન આપે છે તેમ! ભાષા બદલતો કાચંડો ગિરગિટ એ કામ કરી આપે છે. નહિ Translation નહિ Transcription, આ છે Trans-Scription! ગિરગિટ સેવાનું આ તદ્દન જુદું અને વધુ રોમાંચક સ્વરૂપ છે. તે આપની ભારતીય ભાષા કહેતાં Indic Script ના બ્લૉગ કે ગૃપ કે વૅબપેજ કે વૅબસાઈટ ના ફૉંટ સૂચિત અન્ય ભારતીય ભાષા ના ફોંટમાં ફેરવી આપે છે. અરે SMS ને લાયક શાયરી કે લખાણ માટે તેના રોમન રૂપાંતર નો ઉપયોગ કરી શકાય છે.

હા, ગિરગિટ હજી એટલું પાછળ છે કે તે પેજ માંના અનુસંધાનો ને બદલતું ન હોવાથી રૂપાંતરિત પેજ પરના અનુસંધાનો ક્લિક કરતાં ફરી મૂળ ભાષા જોવા મળે છે. બીજું કે મુળ ડિઝાઈન પણ રૂપાંતર પછી ઘણી બદલાઈ જાય છે.

ચાલો બીજા થોડા નમૂના જોઈએ

જોકે ગુજરાતીમાં વાંચવાની શક્યતા સંસ્કૃત આધારિત ભાષાઓ માટે ઊજળી છે નહિતર તે હાસ્યાસ્પદ બની શકે છે જેમ કે

તો વળી ક્યાંક આ રૂપાંતર અર્થહિન થઈ જાય છે જ્યારે તમે બીજી લિપિ જાણતા હોવ જેમ કે હિન્દી માટે વપરાતી દેવનાગરી લિપિમાં જ લખાતી મરાઠી ભાષા ને ગુજરાતી માં ફેરવવાનો અર્થ નથી જેમ કે

અગાઉ એક પોસ્ટ ...कब गझल ये बनाई મુકતી વખતે મે ગિરગિટનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર એક હિન્દીભાષી વાચકનો પ્રતિભાવ આવ્યો ત્યારે સાચી લિપિ ના ઉપયોગનું મહત્વ સમજાયું. હાલના તબક્કે સર્ચ એંજીનો માટે Hindi, હિન્દી અને हिन्दी, ત્રણે નો અર્થ જુદો છે. કારણ કે ત્રણેય ના HTML Code જુદા છે. તેથી જો મેં માત્ર એ ગઝલ ગુજરાતી લિપિમાં લખી હૉત તો એ વાચક કદાચ અહિં સુધી કદી ન આવત! અહિં મારી ગઝલ નું કંઈ મહત્વ નથી પણ અખાના છપ્પા કોઇ બંગાળી ને સમજાય કે ગુરદ્વારાના કિર્તનમાં રહેલો ભક્તિભાવ કોઇ ગુજરાતીને રસ તરબોળ કરી જાય તે જરૂરી છે. સાહિત્યને ભાષા હૉય છે પણ તે તેની સીમા ના બનવી જોઇએ.

ગિરગિટ નો એક ખૂબ જ સરસ અભિગમ છે રૂપાંતરિત લખાણ નો સર્ચમાં સમાવેશ કરવા માટે નો આગ્રહ. શું ફરક પડશે? ગુરુવર વિશે વધુ જાણવા માટે ગૂગલ સર્ચ કરશો તો હિન્દી માં લખેલ બ્લૉગ ના ગુજરાતી રુપાંતર ના કારણે તેનો પણ સર્ચ પરિણામોમાં સમાવેશ થાય છે ઉપરાંત લિંક પર ક્લિક કરતાં રેડિયોનામા પરની તે હિન્દી બ્લૉગ પોસ્ટ ગુજરાતી માં વંચાય છે. છે ને અદ્ભૂત!

તમારી બ્લૉગને પણ વધુ મોટો વાચક ગણ આપવા માટે આ પાના પરથી વિઝેટ વાપરો. મેં આ વિઝેટ નો મારા સાઈડબારમાં ઉપયોગ કર્યો છે અને હજુ તો ગિરગિટ બૂકમાર્કલેટ પણ આવશે.

પાયણાં

મંગળવાર, 29 જુલાઈ, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ઘણા સમય પહેલાં સહિયારું સર્જન – પદ્ય પર પ્રકાશિત થયેલી મારી રચના પાયણાં અહિં મૂકું છું.


યાદ છે ને નામ આપણ કોતર્યાં'તા કો'ક 'દિ,
પ્રેમ ને પણ પ્રેમથી જો સાચવે છે પાયણાં.

ડુંગરા ને પર્વતો પણ ખળખળે છે રાત 'દિ,
છે કઠણ પણ કેટલું - કેવું રડે છે પાયણાં!

એ ઘસાઈને ધરે છે ઘાટ તે પણ ઊજળાં,
આમ તો મૂંગા મરીને કઈં કહે છે પાયણાં.

મૂરતી કે પગથીયું, જે ટાંકણે કાયા ધરી,
કામ આપેલુ સદા દિલથી કરે છે પાયણાં.

શુકર છે એનો કે આપ્યો દેહ આ માનવ તણો,
કઈ બનો 'સર્જન' નહીતર રહી જશો થઈ પાયણાં.

ફન-ઍન્-ગ્યાન ટૂલબાર

સોમવાર, 28 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , , , , , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

કંઈ વાંચવાનું ચૂકીના જવાય એટલા માટે ઑનલાઈન ગુજરાતી વાંચનના નવનીત સ્વરૂપે ફન-ઍન્-ગ્યાન ટૂલબાર ઈન્સ્ટૉલ કર્યું છે. ધન્યવાદ વિનયભાઈ ખત્રી ઉર્ફે "અનિમેશ અંતાણી"!
તેમનું લિસ્ટ સમૃદ્ધ છે પણ ગુજરાતના દરેક શહેર માટે વૅબસાઈટ છે તેનો અલગ વિભાગ આપી શકાત જેમકે.

  1. અમદાવાદઃAhmedabad.com, amdavad.com
  2. મહેસાણાઃmehsanamarathon.com
  3. જામનગરઃ jamnagar.co.in,
  4. રાજકોટઃhttp://rajkot.in/
  5. ભાવનગરઃhttp://www.bhavnagar.com/
  6. વડોદરાઃ http://www.baroda-online.com/ vadodara.net.in
  7. સૂરતઃ (એક સૂરત અહિં ઑસ્ટ્રૅલિયામાં પણ છે! અને સૂરતની ગૂગલ ડેફીનીશન પણ જોવા જેવી છે.) insurat.com, infosurat.com,surat.net.in
  8. અને અમરેલી પણઃamrelionline.com

વળી ગુજરાતીઓ સ્વભાવે જ વૅપારીઓ છે. આ ટૂલબાર સાહિત્યિક ઋચી અને ટૅકનોલૉજી વિષે ઘણું જોડે છે પણ ધંધા-વૅપાર ('મારા કેટલા ટકા?') ની પણ લિંક્સ આપવી ઘટે જેમકે બિઝનેસ સ્ટાન્ડર્ડ ગુજરાતી (યુનિકોડ) (RSS)અને બૉમ્બે સ્ટૉક ઍક્ષ્ચેન્જ ગુજરાતી (કેટલુંક યુનિકોડમાં નથી (?!?!?!?) પણ ગુર્જરદેશની ફૉન્ટ-રૂપાંતર સેવાઓમાં અવન્તિકા કે સંદેશ ફૉન્ટ્સ થી યુનિકોડમાં લાવી શકાય છે.)! ગુજરાતી સાઈટ્સ અને સોફ્ટવૅરની લિંક્સના લિસ્ટ્સ (જેમકે GSWA અથવા દિનેશભાઈ(?) ની આ યાદી કે જેમાં ઢગલાબંધ સાઈટ્સ માત્ર કોઇ જોતું નહોતું એટલે બંધ થઈ ગઈ છે કદાચ!) ફેંદવાથી પણ કઈ ફાયદો થાય તેમ છે.

વિશ્વ ગુજરાતી સમાજ કે ગુજરાતી સમાજ ઑફ ન્યૂ સાઉથ વૅલ્સ ઑસ્ટ્રૅલિયા, ગુજરાતી સમાજ ઑફ વૅસ્ટર્ન ઑસ્ટ્રૅલિયા , ગુજરાતી સમાજ ઑફ ડૅટ્રૉઈટ , દિલ્હી ગુજરાતી સમાજ ( વધુ સાઈટ્સ માટે ગૂગલ સર્ચ) જેવી સામાજિક પ્રવૃત્તિઓને પણ આગળ ધપાવી શકાય.

ઑનલાઈન સંગીતની અલગ શ્રેણી બની શકે જેમાં ટહૂકો કે રણકાર તો થાય અને સાથો-સાથ શીતલ-સંગીત અને ગુજરાત-ઑન-ઍર નો સમાવેશ કરી શકાય!

ગુજલિશનું નવું રૂપ કે ભાષાની ભેળસેળ?

કાપલીઓ , , , , , , , , , 2 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

દિવ્ય ભાસ્કર અને પ્રુફ રીડર માં તો ક્યાંક પ્રૂફરીડરની નૉકરી જશે! આવાં લેખો ઘણાં છે. દિવ્યભાસ્કર પર ગૂગલ સર્ચથી તો મળશે જ પણ બીજે બધે પણ છે ઉ.ત. જેમકે બિઝનેસ સ્ટાન્ડર્ડ નો આ લેખ! "ત્ર્દ્દદ્દષ્ટ://ફુફૂૃં.રુiસ્ન્ર્ત્ર્ીશ્રંઁ.ઁફૂદ્દ/ ઞ્યસ્ત્ર્aર્શ્વીદ્દi વ્ક્કષ્ટફૂભ્ફૂફુ.ત્ર્દ્દૃઃ" જેવા ઉખાણા ઉકેલવાનું આ કામ કદાચ વિશાલભાઈ કરી શકે! જે તેમણે કર્યું છે (ગુજરાતી ટાઈપ-પૅડ) તેનાથી બિલકુલ ઉંધી દિશામાં (ગુજરાતીમાંથી અંગ્રેજી) છે!
હવે, આમાં તો હું એમ જ કહી શકું કે કદાચ દિવ્યભાસ્કરના ટાઈપિસ્ટ્સ એન્ટ્રી કરતી વખતે કોઇ બીજું સૉફ્ટ્વૅર (જેમ કે શ્રીલિપિ ('લિપિ'ની આ જોડણી ચકાસવા ગુજરાતી લૅક્સિકૉન ની ડીક્ષ્નરી સેવા નો ઉપયોગ કરવો પડ્યો) વાપરતાં હોય અને પછી કોઇ ઑટોમેટેડ કન્વર્ટરની મદદથી તેને યુનિકોડમાં લાવતાં હોય! (શ્રીલિપિ સોફ્ટવૅર તો કદાચ ઇનબિલ્ટ યુનિકોડ કન્વર્ટર આપે છે.). મારી આ પોસ્ટમાં મેં આ રીતનો ઉલ્લેખ કર્યો છે. પણ વિશાલભાઈ ની સાઈટ પર મૂકાયેલ દિવ્યભાસ્કરે આપેલ આ PDF માં તો ગોવિંદ ફૉન્ટ્સ વાપર્યાં છે તે જોતાં લાગે છે કે ત્યાં શ્રીલિપિ નથી વપરાતું! જોકે, ઈંટરનેટને ઉપયોગી અને મહત્વનું ગણીને વૅબસાઈટ શરૂ કરો તો પછી તેના લેખોમાં સમાવિષ્ટ બધી લિંક્સ ચાલતી હોય તે જોવાની જવાબદારી પણ કોઈકની તો છે જ, ભલે તે પ્રિન્ટ વર્ઝનના પ્રૂફરીડરની ના હોય!
તા.ક. ગમે તે કારણ હોય, દેશ-ગુજરાતની ફોન્ટ રૂપાંતર સેવાઓમાં હજી શ્રીલિપિ નું કન્વર્ઝન થતું નથી.

વાંચવાની મઝા તો સફારીમાં જ!

બુધવાર, 16 જુલાઈ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ખરેખર સફારીમાં અને તે પણ પાછા મારા મનગમતા ફૉન્ટ્સમાં ગુજરાતી વાંચવાની મઝા જ કંઈ ઑર છે!

Bye Bye PDF, Welcome Unicode!

કાપલીઓ , , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

લો અકીલા હવે પીડીઍફમાં મળશે! પણ યુનિકોડ કૅમ નહિં? સંદેશ અને દિવ્ય-ભાસ્કર તો ક્યારનાંય કરે છે! ગૂગલ અને (તેથી જ) સર્ચગુજરાતી તેનાં લેખ સર્ચ કરી શકે છે. ગુજરાત સમાચાર ને વિશાલ ભાઈએ તો નવો અવતાર આપ્યો, પણ હજી તેઓ પોતે યુનિકોડ બાબતે સક્રિય હોય તેમ જણાતું નથી. અને મને નથી લાગતું કે ગુજરાતી સમાચાર પત્રો માટે યુનિકોડ કંઈ મૉઘું છે! બસ આ ત્રણ પગલાં ની ગાઈડલાઈન્સ (અકીલાને ધ્યાનમાં રાખીને લખેલ છે.) અજમાવીને તેઓ કંઈ નહિં તો અખતરા સ્વરૂપે પણ તે કરી શકે છે, સાવ મફ્ફતમાં!

  1. Install a content management system like Joomla  on your server FREE. (Gives RSS as well, I love it!)
  2. After you publish your article on regular site, font-change from Krishna to Unicode Gujarati it on this page (A really cool service from Vishal Monpara, thanks a thousands, but unfortunately does not support SHREE fonts that have been used for more than a decade for creating Gujarati Stuff).
  3. Publish it as an article on the Joomla.

હવે, તમે એટલું તો સમજ્યા હશો કે અકીલા પરથી કંઈ યુનિકોડમાં જોઇતું હોય તો કેવી રીતે રૂપાંતરિત કરાય! થોરામાં ઘનું...

ઑફ-લાઈન/મોબાઈલ ગુજરાતી વાંચન

કાપલીઓ , , , , , , , , , , 3 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

કેસ ૧. ગુજરાતી વાંચવું ઘણું ગમે છે પણ આ ઈન્ટરનેટ ક્યાં બધે ઊપલબ્ધ છે? અને સાલું મૉઘુંય પડે છે! કઈં ડાઊનલોડ થાય એવં કરોને યાર! એયને લૅપટૉપમાં કે મારી ૮ જીબીની યુ.ઍસ.બી.મા ખડકલો કરી દીધો હોય તો નિરાંતે ચા પીતા-પીતાં હિંચકે બેઠાં વાંચી શકાય!
કેસ ૨. મારા નવા મોબાઈલમાં PDF Reader અને Microsoft Word Reader પણ છે. મને બસમાં કે બાંકડા પર બૅઠાં-બૅઠાં વાંચવા માટે ઈન્ટરનેટ પર કંઈ ના મળે પણ ગુજરાતીમાં હોવું જોઇએ બૉસ!

મળે ન, કેમ નહિં! આ સર્ચ અજમાવી જુઓ.

અગડમ્-બગડમ્ લાગે છે ને? ચિંતા ન કરો વત્સ! એ તો યુનિકોડ નથી એટલે પેજ પર તો જંક જ આવશે, પણ PDF માં ફૉન્ટ્સ સમવેલા હોય છે. એટલે કે PDF માં ગુજરાતી જ વંચાશે. (જો કે કોઇ ગૅરંટી નહિં હોં!). ઘણી લિંક્સ પર રાઈટ-ક્લિક કરીને Save Link As... કે Save Target As... કરવાથી ડાઊનલોડ કરી શકાય છે. વધુમાં જો શાણા વૅબ-વાચક હોવ તો ફાયરફોક્સ જ વાપરતાં હશો, ડાઊન-ધૅમ-ઑલ વાપરીને આ કામ પણ સરળ કરી શકાશે!
તમે બીજી કોઇ સાઈટ જાણો છો જેના પર ગુજરાતી PDF ફાઈલ ડાઊનલોડ માટે ઊપલબ્ધ હોય? મને કહોને, પ્લીઝ?

ટાઈપપૅડ

શુક્રવાર, 11 જુલાઈ, 2008 કાપલીઓ , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

તા.ક. તમે તાજામાં તાજું list જોઈ શકો એટલે મેં તે અહિં share કર્યું છે.

શ્રી ધર્મેશભાઈ જોશી માટે ખાસ પોસ્ટમાં રજૂ કરું છું બ્લૉગીંગ માટે વાપરી શકું તેવા ટાઈપપૅડનું મારૂ અત્યાર સુધીનું કલેક્શન! મે ગુજરાતી સ્ક્રિપ્ટ માટે શોધ આદરી હતી પણ ૧૦મા ક્રમે આવતા ફન ટાઈપપૅડ કે ગૂગલના ટાઈપપૅડને સમાવિષ્ટ કરવાની લાલચ રોકી ના શક્યો! [/] અર્થાત પાંચમાંથી ત્રણ ગુણ- જે આજના તાજા વલોકન પરથી છે. તમે પણ મુક્તમને યાદી માં ઊમેરો કરી શકો છો. વધુમાં, યાદી ગૂગલ ટૂલબાર દ્વારા પાછલા ત્રણ મહિના દરમિયાન ગૂગલ બૂકમાર્ક્સ એકઠી કરીને ગૂગલ નોટબૂક મારફતે પછી તેને માઈક્રોસૉફ્ટ વર્ડ માં પેસ્ટ કરીને ઍડીટ કરવામાં આવી છે.

1. Pramukh Type Pad for Indian Languages
service.vishalon.net/pramukhtypepad.htm
[5/5] The best, also available for offline use, I love it so I use it! Thanks Vishalbhai.
પોષ્ટ પણ આમાં લખી છે!

2. QuillPad - Typing in Gujarati has never been easy
quillpad.in/gujarati
[4/5] A project to watch for

3. Webdunia Quest
http://quest.webdunia.com/index.aspx?LangId=7&Language=Gujarati
[3/5] requires mouse intervention sometimes, not a full fledged one

4. TypePad - Gujarathi -Text and Image Editor
www.aravinda.in/TypePad.aspx?Lang=sa
[3/5] another good work

5. Saurabh Joshi's Home Page
www.cse.iitk.ac.in/users/sbjoshi/typepad.php
[2/5] Primitive look

6. hindini Gujarati Transliteration Tool
hindini.com/tool/gujarati/gujarati.html
[2/5] Early versions; not so sophisticated

7. Tarakash.com Gujarati Typing Tool, Type in Gujarati
tarakash.com/guj/tool/hug2.html
[2/5] Early versions; not so sophisticated; same as Hindini I think

8. Gujarati Editor For The Unicode™ Standard
http://www.geocities.com/matthewblackwell/gujaratiEditor.html
[1/5] Mousebased!

9. Google Indic Transliteration
www.google.co.in/transliterate/indic#
[3/5] I always am curious when it is from Google, but does not support Gujarati yet.

10. Search Gujarati
http://www.searchgujarati.com
[3/5] I use this for quick phrase or sentense; search use.

11. Flip
www.revfad.com/flip.html
[2/5] Not a gujarati Editor but a fun tool!

તમારો ઈન્ટરનેટ અવતાર

સોમવાર, 7 જુલાઈ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

દુનિયાભરમા પાથર્યો મેં તો વૅબ તણો વસ્તાર,
આગેકૂચ જ કરે છે મારી "લોકશાહી સરકાર"!

પોર્ટલ-વોર્ટલ સ્વરૂપ મારાં, સાઈટોની ભરમાર,
ઑડીયો-વિડીયો-પિક્ચર્સ, લખલૂટ મિડીયાની રસધાર

ચૅટ-બ્લૉગ-ફોરમ વાચા મારી, ક્લિક-ક્લિકનો ધબકાર
ઈમેઈલ ભાષા, સર્ચની દ્રષ્ટી, લિંક્સ તો અપરંપાર

તમે સમાંતર કેવો રચાવ્યો સુંદર આ સંસાર,
મને રાખજો, સુગમ-સુલભ, હું સહજ ને સદાબહાર,

વાપરવાથી વધતો મારો અસીમ  જ્ઞાન-ભંડાર
પણ વાપરજો વિવેક, હુ તો "બે-ધારી તલવાર"

આપ છો તો છું, વહ્યા કરે અપડેશન નો વહેવાર,
બ્રાઉઝર કેરી બારીમાંથી મળજો વારંવાર,

આપનું હુ તો અદકું "સર્જન", હૈયે હેત અપાર,
બીજુ કઈં નહિ, હું તો તમારો ઈન્ટરનેટ અવતાર!