Recent Comments

લેબલ Unicode સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Unicode સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

Google Cache: રોકડું ને ઢૂંકડું

બુધવાર, 25 ફેબ્રુઆરી, 2009 કાપલીઓ , , , , , , , 3 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

  • તમારું માનીતું web page નથી ખુલી રહ્યું?
  • slow connection હોવાથી સંદેશ કે દિવ્યભાસ્કર ના અમુક page ખુલવામાં વાર લાગી અને connection error નો સામનો કરવો પડ્યો?
  • હમણાં જ ખોલેલો Readગુજરાતી.com પરનો લેખ જ્યારે પપ્પાને વંચાવવા ખોલ્યો તો site down છે?
  • લેખનું લખાણ copy કરવું છે પણ સાથે સાથે બિનજરૂરી જાહેરાતો, ચિત્રો અને links પણ આવે છે?
Login જરૂરી ના હૉય તેવી કોઈ પણ સાઇટ પર Google Cache  Try કરો! ('catch' નહિં 'cash' બોલો! સાચો ઉચ્ચાર અહિં સાંભળો!)

તમને જે તે web page નું સરનામું એટલે કે URL (જેમ કે www.manishmistry.com) ખબર હૉય તો તેની આગળ http://www.google.com/search?strip=1&q=cache: એટલું ઉમેરી જુઓ. Google જેટલા પાનાં search results માં list કરે છે તેના કરતાં ઘણા વધારે વાંચે છે અને તેને પોતાના અલગ storage માં (જે 72.14.235.132 IP દ્વારા ઉપ્લબ્ધ કરાય છે) સંગ્રહિત કરે છે. 'cache:' એક search operator છે જેના થકી તમે આ ભંડાર ને પણ ફેંદી શકો છો. જૂની websites જે તાજેતરમાં બંધ થઈ ગઈ હૉય તે પણ અહિં ઉપલબ્ધ હૉઈ શકે છે.

આગળ નોંધ્યું તેમ મજાની વાત એ છે કે ગુજરાત સમાચાર જેવી જાણીતી સમાચાર ની site ને તો આ caching ની પ્રક્રિયા દરમિયાન જ unicode માં રૂપાંતરિત કરવામાં આવે છે.જેમકે કદાચ તમને ગઈકાલે cache કરાયેલ ગુજરાત સમાચાર મુખપૃષ્ઠ જોવા અહિં click કરો. (Hindi સમાચારપત્ર નવભારત પણ આ રીતે unicode રૂપાંતરણ પામે છે!) તેથી માત્ર એકાદ જૂનો લેખ વાંચવા માટે કોઇના computer પર font download અને install કરવાની ઝંઝટમાં ના પડવું હૉય તો પણ આ cache ને ફંફોસવું સાર્થક નીવડી શકે છે.

Bonus:
  1. Google Cache Bookmarklet version 2 જે graphical content strip કરીને માત્ર text એટલે કે લખાણ પર ધ્યાન આપે છે! GoogleCacheStrip
  2. ઑનલાઈન પસ્તી ભંડાર જેવા Archivals ની 'યાદી'


આવે છે! ગુજરાતી net unicoded by Google!

ગુરુવાર, 18 ડિસેમ્બર, 2008 કાપલીઓ , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Google અંદરખાને પ્રમુખ non-Unicode ગુજરાતી websites ને Unicode માં રૂપાંતરિત (કે 'યુનિકોડિત') કરી રહ્યું હૉય તેમ લાગે છે. ગઈકાલે મેં જે નવાઈ જોઈ હતી તેને આજે ફરી test કરી confirm કરી કે ખરેખર Google ગુજરાતી websites પરના non-Unicode content ને Unicode માં ફેરવી ને index અને ખાસ તો cache કરે છે.

અમૂક site ને search કરવાથી મળતાં પરિણામો માં sample text યુનિકોડમાં આવે છે જ્યારે જે તે website પોતે Unicode માં છે જ નહિં! તમે જો આપેલી link પર click કરો તો મૂળ web page દેખાય છે જે મારા computer પર required fonts install ન કરેલા હૉવાથી હજી junk characters (ગરબડદાસ ગોટાળાવાળા જેવા!)  દેખાય છે પણ જો Google ની cached page link 'cache' check કરો તો perfect Unicode રૂપાંતર મળે છે.

ઉદાહરણ તરીકે
ગુજરાત સમાચારની website પર 'ગૂગલ'


ઝાઝી.com પર 'ગુજરાત'


ગુજરાત સમાચાર પણ યુનિકોડમાં postમાં મેં Font conversion ની આ પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલ છે. એ list માં હવે ગૂગલ પણ જોડાઈ ગયું છે. એટલે કે તમે ગુજરાત સમાચાર પર કે ઝાઝી પર કોઈ લેખ કે કવિતા કે સમાચાર વાંચી રહ્યા હૉવ અને તમને એ Unicode form માં જોઈએ તો માત્ર તેના url આગળ http://www.google.com/search?q=cache: લગાડીને અજમાવી જુઓ. (cache ની definition જ કહે છે કે એ content જૂનું હોઈ શકે અને તેથી homepage જેવાં dynamic pages કે જેના પર નું content બદલાતું રહેતું હૉય તેને માટે ગુર્જરદેશ કે મેધા નું converter વાપરવું પડે!) દા.ત. ફિલ્લમ ફિલ્લમ નો 2008-12-14 નો આ episode વાંચવા માટે ગુર્જરદેશ કે મેધા કે google ના font-transformation માં થી કોઇ પણ ચાલે પણ ગુજરાત સમાચારનું homepage ગુર્જરદેશ કે મેધા કરતાં google જૂદું બતાવશે! (તારિખ નોંધજો!)

આ એક સરસ શરુઆત છે. પણ ખબર નહિં આને content-theft અને copyright વાળી વાતો લાગુ પડે કે ના પડે! well, after all ફાયદો તો વાચકોને જ થવાનો છે! એટલે Google ને કહેવું કે "ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા 'ઓર્રાઇટ' છે!"

Bonus:
font-transformation માટે ઉપર સૂચવેલા ત્રણેય ઉપાયોની Bookmarklets! જલ્સા કરો!
  1. GurjarDesh
  2. Medha
  3. GoogleCacheSearch

પદ્મા Transformer for Indic Scripts

બુધવાર, 10 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

પદ્મા એક firefox Indic Scripts Transformer plug-in છે જે ગુર્જરદેશની web-based service (વેબસાઇટ હવે યુનિકોડમાં) નો browser-based વિકલ્પ છે. હાલ તો માત્ર ગુજરાત સમાચાર અને માણિભદ્રદાદા એમ બે sites જ ઉપલબ્ધ છે. ફાયદો એ છે કે માત્ર fonts પરિવર્તિત થાય છે તેથી url બદલાતો નથી પણ સામે તે firefoxના જે તે installation સાથે વણાય છે એટલે બધે તેને install કરવુ પડે! પણ પદ્મામાં અન્ય ભાષાઓની પણ ઘણી sites ઉપ્લબ્ધ છે જેમાં હિન્દી (8 sites) પણ સમાવિષ્ટ છે. page load થઇ જાય પછી તે url ને ઓળખીને fonts transform કરે છે.

ગુજલિશનું નવું રૂપ કે ભાષાની ભેળસેળ?

સોમવાર, 28 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , , , , , 2 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

દિવ્ય ભાસ્કર અને પ્રુફ રીડર માં તો ક્યાંક પ્રૂફરીડરની નૉકરી જશે! આવાં લેખો ઘણાં છે. દિવ્યભાસ્કર પર ગૂગલ સર્ચથી તો મળશે જ પણ બીજે બધે પણ છે ઉ.ત. જેમકે બિઝનેસ સ્ટાન્ડર્ડ નો આ લેખ! "ત્ર્દ્દદ્દષ્ટ://ફુફૂૃં.રુiસ્ન્ર્ત્ર્ીશ્રંઁ.ઁફૂદ્દ/ ઞ્યસ્ત્ર્aર્શ્વીદ્દi વ્ક્કષ્ટફૂભ્ફૂફુ.ત્ર્દ્દૃઃ" જેવા ઉખાણા ઉકેલવાનું આ કામ કદાચ વિશાલભાઈ કરી શકે! જે તેમણે કર્યું છે (ગુજરાતી ટાઈપ-પૅડ) તેનાથી બિલકુલ ઉંધી દિશામાં (ગુજરાતીમાંથી અંગ્રેજી) છે!
હવે, આમાં તો હું એમ જ કહી શકું કે કદાચ દિવ્યભાસ્કરના ટાઈપિસ્ટ્સ એન્ટ્રી કરતી વખતે કોઇ બીજું સૉફ્ટ્વૅર (જેમ કે શ્રીલિપિ ('લિપિ'ની આ જોડણી ચકાસવા ગુજરાતી લૅક્સિકૉન ની ડીક્ષ્નરી સેવા નો ઉપયોગ કરવો પડ્યો) વાપરતાં હોય અને પછી કોઇ ઑટોમેટેડ કન્વર્ટરની મદદથી તેને યુનિકોડમાં લાવતાં હોય! (શ્રીલિપિ સોફ્ટવૅર તો કદાચ ઇનબિલ્ટ યુનિકોડ કન્વર્ટર આપે છે.). મારી આ પોસ્ટમાં મેં આ રીતનો ઉલ્લેખ કર્યો છે. પણ વિશાલભાઈ ની સાઈટ પર મૂકાયેલ દિવ્યભાસ્કરે આપેલ આ PDF માં તો ગોવિંદ ફૉન્ટ્સ વાપર્યાં છે તે જોતાં લાગે છે કે ત્યાં શ્રીલિપિ નથી વપરાતું! જોકે, ઈંટરનેટને ઉપયોગી અને મહત્વનું ગણીને વૅબસાઈટ શરૂ કરો તો પછી તેના લેખોમાં સમાવિષ્ટ બધી લિંક્સ ચાલતી હોય તે જોવાની જવાબદારી પણ કોઈકની તો છે જ, ભલે તે પ્રિન્ટ વર્ઝનના પ્રૂફરીડરની ના હોય!
તા.ક. ગમે તે કારણ હોય, દેશ-ગુજરાતની ફોન્ટ રૂપાંતર સેવાઓમાં હજી શ્રીલિપિ નું કન્વર્ઝન થતું નથી.

વાંચવાની મઝા તો સફારીમાં જ!

બુધવાર, 16 જુલાઈ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ખરેખર સફારીમાં અને તે પણ પાછા મારા મનગમતા ફૉન્ટ્સમાં ગુજરાતી વાંચવાની મઝા જ કંઈ ઑર છે!

Bye Bye PDF, Welcome Unicode!

કાપલીઓ , , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

લો અકીલા હવે પીડીઍફમાં મળશે! પણ યુનિકોડ કૅમ નહિં? સંદેશ અને દિવ્ય-ભાસ્કર તો ક્યારનાંય કરે છે! ગૂગલ અને (તેથી જ) સર્ચગુજરાતી તેનાં લેખ સર્ચ કરી શકે છે. ગુજરાત સમાચાર ને વિશાલ ભાઈએ તો નવો અવતાર આપ્યો, પણ હજી તેઓ પોતે યુનિકોડ બાબતે સક્રિય હોય તેમ જણાતું નથી. અને મને નથી લાગતું કે ગુજરાતી સમાચાર પત્રો માટે યુનિકોડ કંઈ મૉઘું છે! બસ આ ત્રણ પગલાં ની ગાઈડલાઈન્સ (અકીલાને ધ્યાનમાં રાખીને લખેલ છે.) અજમાવીને તેઓ કંઈ નહિં તો અખતરા સ્વરૂપે પણ તે કરી શકે છે, સાવ મફ્ફતમાં!

  1. Install a content management system like Joomla  on your server FREE. (Gives RSS as well, I love it!)
  2. After you publish your article on regular site, font-change from Krishna to Unicode Gujarati it on this page (A really cool service from Vishal Monpara, thanks a thousands, but unfortunately does not support SHREE fonts that have been used for more than a decade for creating Gujarati Stuff).
  3. Publish it as an article on the Joomla.

હવે, તમે એટલું તો સમજ્યા હશો કે અકીલા પરથી કંઈ યુનિકોડમાં જોઇતું હોય તો કેવી રીતે રૂપાંતરિત કરાય! થોરામાં ઘનું...

ગુજરાતી યુનિકોડ ફૉન્ટ્સ

મંગળવાર, 1 જુલાઈ, 2008 કાપલીઓ , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

એરિયલ યુનિકોડ એમ.એસ. વાંચીને કંટાળી ગયા છો? (કે એ પણ ખબર નથી કે આ ફોન્ટ શી બલા છે?) તો આ પાનાઓ પર જઈને જુદા જુદા ફોન્ટ્સ (કૉમ્પ્યુટર પર અક્ષરો દર્શાવવાની કલા કે સ્ટાઈલ્સ) ડાઊનલોડ કરી આ પ્રમાણે અજમાવી જુઓ. (આમતો યુનિકોડ વિષે જાણવા માટે આ પાનું સારૂં છે.)

  1. http://acharya.iitm.ac.in/fonts/iitmfonts.php મને આ ફોન્ટ્સ ગમ્યા!
  2. http://www.wazu.jp/gallery/Fonts_Gujarati.html
  3. http://tlt.its.psu.edu/suggestions/international/bylanguage/gujarati.html અને http://tlt.its.psu.edu/suggestions/international/bylanguage/gujaratichart.html
  4. http://cg.scs.carleton.ca/~luc/gujarati.html

UNICODE is Growing

મંગળવાર, 6 મે, 2008 કાપલીઓ , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Its a good news for Any Blogger of vernacular languages - wrt especially our gujju bloggers! Unicode is growing at an incredible rate! With release of Unicode 5.1 yeaterday, there are more milestones to be achieved. Google has started supporting Unicode 5.1 also in their services, which I believe will blow more air in the baloon.
 
What it means to us on the other hand is that internet is becoming more "accessible" to non-English speaking people. And hopefully all local websites will be presented in UNICODE like my favs - www.divyabhaskar.co.in and www.readgujarati.com ! It's really exciting!
 
Your participation can be limited to reading only but that too will help!
 
[Unicode2.gif]

ગુજરાતી માં ટાઈપ કરવાનો પ્રથમ પ્રયત્ન!

ગુરુવાર, 24 એપ્રિલ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

આજે આ પહેલો પ્રયત્ન છે, જેમાં હું ગુજરાતી માં ટાઈપ કરવા માટે મનુસોફ્ટના આ ટાઈપપેડ નો ઊપયોગ કરી રહ્યો છું.
http://www.vishalon.net/TypePad/GujaratiTypePad/tabid/80/Default.aspx.