Google મહાશયે હમણાં Google Pages ને સમેટીને Google Sites માં ભેળવવાના નિર્ણયનો અમલ કર્યો. Pages માં online webpage designer ની સુવિધા હતી પણ તેમાં પોતાના custom webpages અને xml અને opml files host કરવાની પણ સગવડ હતી.
મફતલાલ અખતરાવાળાની આખેઆખી lab ત્યાં આકાર અને વિકાસ પામી. પણ આ sites, જે wiki નું અનુ-રૂપ છે, તે attachment તરીકે storage કરવા દે છે પણ તે hosting (hoisting નહી!) નથી. આ દરમિયાન અમુક gadgets જેમકે ખેરખબર ગુજરાત 'ખોરંભે' ચડ્યા! હવે free hosting સેવાઓની મદદથી હાલ પૂરતું એમાંના અમુકને ઠેકાણે 'પાડી' દીધા છે! પણ આ મફતની માયા (કે fancy of FREE) છે ત્યાં લગી "साधु तो चलता भला"!
Bonus:
No promises પણ "મફતલાલનું અખતરાલય" પણ ઘર બદલે છે!
साधु तो चलता भला!
ગુરુવાર, 21 મે, 2009 કાપલીઓ Announcement, Free, Gadget, Google 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
તિથિ-તહેવાર અને તારિખિયું GCal and GDocs in GMail
બુધવાર, 29 ઑક્ટોબર, 2008 કાપલીઓ Calendar, email, Gadget, Google, Gujarati 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
Gmailમાં આજથી officially Google Calendar અને Google Docs નો Gadget તરીકે સમાવેશ થયો છે ત્યારે મને મૃગેશભાઈનું એ calendar હું જે પેજ પર સૌથી વધુ online રહું છું તે gmail inbox ની બાજુમાં મૂકવાનો મૉકો મળ્યો. આ રહી એ માત્ર ત્રણૅ step ની process! ઘણો ઘણો આભાર મૃગેશભાઈ!
આ ઉપરાંત કેટલાંક live online calendars અહિં પણ ઉપલબ્ધ છે.
- http://www.swaminarayan.org/calendar/
- http://deshgujarat.com/2008/10/22/gujarati-calendarnov-2008-kartak-magshar-vikram-samvat-2065/
- http://www.swargarohan.org/Calendar.htm
- http://timepiece.shubhkaamna.com/hinducal/months.htm
- http://www.swaminarayangurukul.org/calendar/yearly/calendar2008/
- calculated live 3 months: http://www.futurepointindia.com/panchang/monpan.asp
- સૌથી detailed છે http://www.vikramsambat.org
તાજાકલમ: મૅં આ blog પર ઉમેરેલા readગુજરાતી.com calendar ને તમારી blog પર ઉમેરવા માટે માત્ર આ line ને widget તરીકે ઉમેરો.
खेरखबर हिन्दुस्तान- हिन्दी समाचार Hindi News Headlines
મંગળવાર, 14 ઑક્ટોબર, 2008 કાપલીઓ Gadget, Headlines, Hindi, News 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
ખેરખબર ગુજરાત Gujarat News Headlines
બુધવાર, 1 ઑક્ટોબર, 2008 કાપલીઓ Blog, Gadget, Google, Grazr, Guajrati, News, Outlook, Reading, RSS, Web2 2 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
Updated: 21MAY2009
મને આ Gadgets નામનાં રમકડાં ગમે છે, Web2 માં તેમની જ બોલબાલા છે! મારા એ મિત્રો માટે ખાસ વિવિધ સમાચારપત્રો અને બ્લોગ્સ પર મૂકાતાં સમાચારોને એકત્રિત કરીને Grazr નું આ રમકડું બનાવ્યું છે. outline, slider અને three pane એમ ત્રણ જુદા જુદા views માંથી મને three pane view ગમ્યો! તમે બીજા view અને options અજમાવી જુઓ કંઈ ના ચાલે તો મને feedback આપો. હા, આ સમાચારો "તાજાખબર" છે! આ બ્લોગ પરનું આ બળકટ બાળક રૂપ તમને ન ફાવે તો આપ અહિં આ Gadgetને Full Screenમાં જોઈ-વાંચી શકો છો. વળી જો તેને તમારા browserનું home page બનાવી દો તો તે આપના માટે અનોખું "સુપ્રભાત ગુજરાત" બની શકે. આ Gadget પસંદ ના પડ્યું? વાસ્તવમાં આ પ્રકારના Gadgets subscription list અથવા feed list ના સ્વરૂપમાં બનાવેલ OPML fileને ઈશારે કામ કરે છે. જો તમે પણ મારી માફક Google Readerના રસિયા હોવ તો આ Gadgetમાં વપરાયેલ OPML file ને Google Readerમાં Import કરી શકો છો. Microsoft Outlook 2007 પણ આ તૈયાર ભાણું સ્વીકારે છે! તમે આવા કોઈ opml list બનાવો તો મને જણાવવા વિનંતી.
તા.ક. Adelaide માં વસતાં મારા Immigrant અને Student મિત્રો માટે ખાસ ખેરખબર Adelaide પણ જુઓ.
ડૉ. શરદ ઠાકર on Google Books
મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ Books, DrSharadThakar, Gadget, Google 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
- લતા - એક દંતકથા - Dr શરદ ઠાકર
- શ્વાસના પ્રવાસમાં - ડૉકટરની ડાયરી(Doctorની diary)ની સત્યકથાઓ - હરીશ ભિમાણી એ લખેલા વૃતાંતનું ભાષાંતર Dr શરદ ઠાકર દ્વારા
- પડઘા ઊગ્યા પ્રેમમાં - Dr શરદ ઠાકર :: No Preview :(
- ડોક્ટરની ડાયરી (Doctorની diary) - Dr શરદ ઠાકર :: No Preview :(
સંદેશ ફરી આગળ...
બુધવાર, 23 જુલાઈ, 2008 કાપલીઓ Beta, Design, Divyabhaskar, Gadget, Google, Guajrati, Guruji, Headlines, News, Reading, RSS, Sandesh, Sidebar, TinyURL, Vista 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
ગુજરાતના અગ્રણી સમચારપત્ર સંદેશે આજે તેની વૅબસાઈટના ક્લેવર બદલ્યા છે. (કદાચ ઘણા સમય પહેલાં મેં કરેલી પોસ્ટ્સ અને અંગત ફીડબૅક કામ કરી ગયા છે :)). નવું રૂપ જે છાપા કરતાં મૅગેઝીન જેવું વધારે લાગે છે તે પહેલાં કરતાં ઘણૂં સારું છે. જોકે બેધડક કહી શકાય કે આ બાબતે દિવ્યભાસ્કર પાસેથી શીખવા જેવું ઘણું હતું (અને હજુ છે!) હું સંદેશની ટીમને આ માટે ધન્યવાદ આપું છું, Congrats! અને સાથે-સાથે એ પણ કહીશ કે સંદેશ ગુજરાતીમાં સમાચારપત્રની સારી વૅબસાઈટ બાબતે પણ આગળ આવ્યું છે.
આમતો નવું શું છે તે સંદેશ પર અંગ્રેજીમાં અહીં યાદી બનાવેલ જ છે પણ ગુજરાતીમાં કહું તો આ રહ્યા મારાં અવલોકનોઃ
- સૌથી મોટી વાત એ થઈ કે હવે સંદેશ પોતે જ RSS માટે ઢગલાબંધ વિકલ્પો આપે છે, જુઓ અહિં! માફ કરશો પણ આ અગાઉ મેં મૂકેલી આ પોસ્ટ(Gujarati News Headlines)માં RSS માટેની લિંક્સ હવે નહી ચાલે અને તેની જરૂર પણ નથી.
- સંદેશ ડૅસ્કટૉપ ટીકર દ્વારા વૅબસાઈટ ખોલ્યા વિના પણ તાજાખબર જોવા મળશે (જોકે હું તો વિંડોઝ વિસ્ટાના RSS Reader સાઈડબાર ગૅજેટને વધુ પસંદ કરીશ, પણ એકાદો સ્ક્રીનશૉટ મૂક્યો હૉત તો વિચારત!)
- ફાયરકૉક્સ અને ઈન્ટરનેટ ઍક્સ્પ્લોરર માં ઓકે છે પણ સફારી ૩.૧.૨ માં અમૂક ભાગ બરાબર દેખાતા નથી.
- આખી વૅબસાઈટ ગુજરાતી યુનિકોડમાં છે તો મેનું અંગ્રેજીમાં રાખવાનો અર્થ શો છે?(આ બાબત દિવ્યભાસ્કર ને પણ એટલીજ લાગુ પડે છે.)
- કંઈ પણ હોય પણ સાઈટ ઘણી ધીમી છે, ઍડ્રૅસ ટાઈપ કરો, ઍન્ટર મારો, અને પછી થોડી વાર સુધી રાહ જુઓ અને છેલ્લે ધમ્મ દઈને આખ્ખું પેજ આવશે, કંઈક સુધારવાની જરૂર છે. હદ તો ત્યારે થઈ જ્યારે મને Server Error in '/' Application. નો મૅસેજ મળ્યો!
- સિવાય કે ગુરુજી.કૉમ સાથે સારા ઈંડેક્ષિંગના કોઈ કરાર થયા હોય, ગૂગલ કસ્ટમ સર્ચ માં કદાચ વધારે સારૂ પરિણામ આપી શકત.
- સંદેશ અર્ધસાપ્તાહિક પૂર્તિના ચાહકો માટે ખાસ મુખ્યપૃષ્ઠ ગમ્યું. (કૉલમનાં ટાઈટલ ક્યાં છે? કૉલમિસ્ટ મિત્રોને કોઇ જશ નહિ?) પણ આવો કૉમ્પ્લિકેટેડ યુઆરઍલ ના ગમ્યો એટલે મેં આ ટાઈનીયુઆરઍલ બનાવ્યો!
- અને છેલ્લે, મુખ્ય પૃષ્ઠ પર જાXખ નો અતિરેક નથી લાગતો?
ક્યાંક એવું તો નથીને કે સંદેશbeta લખવાનું રહી ગયું હોય? તમને શું લાગે છે?
Gujarati News Google Gadget
મંગળવાર, 22 એપ્રિલ, 2008 કાપલીઓ Gadget, Google, Gujarati, Headlines, News, WriteKA, Yahoo 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
http://www.google.com/ig/authors?author=edeater2001%40yahoo.com. I liked the tool and added it to my homepapge.
Gujarati Search
Edit: I have recently added a Gujarati search widget on my blog.
Guruji website has always come up with exciting endevors. The latest one I liked was Gujarati Search with http://www.guruji.com/gu/.
Try it for the word "Gujarati"
I have also foung some good tips about how to blog in Gujarati here http://www.kidsfreesouls.com/gujblogging.htm
HTH

