Recent Comments

લેબલ Fun સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Fun સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

Swine Fly!

ગુરુવાર, 30 એપ્રિલ, 2009 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Rundle Mall upgrade થઈ રહ્યો હતો ત્યારે નગરપંચાયત (Adelaide City Council) દ્વારા કલાત્મક રચનાઓ વડે તેને સજાવવાની મંજૂરી અપાઈ હતી. Marguerite Derricourtએ બનાવેલા ચાર કાંસાની પ્રતિમાઓ Myer center ના ઊંચા building સામે સ્થાપિત કરાઈ અને 3 July 1999 ના રોજ તેમનું અનાવરણ થયું ત્યારથી તે 'મૂર્તિસમૂહ' ખ્યાતનામ થઈ ગયો.



જાણે હમણા હલશે કે દૉડવા માંડશે તેવી વાસ્તવિક આ આકૃતિઓને એકદમ જોઈને પહેલીવાર તો ઘણા ડઘાઈ જાય છે - 'આ વળી અહીં શું કરે છે?'.

લોકો પાસે પડાવેલ નામ દઈને કહું તો Truffles તેની જગ્યાએથી હલતો પણ નથી તો બાળકો તેની પર બેસીને કોઈ જાદુગરના ખેલ જુએ છે, Horatioને બેસી રહેવાનું પસંદ છે એટલે તેને હાથ પસવારવાનું દરેકને ગમે તેમ છે, Oliver સ્વભાવગત અકરાંતીયો છે એટલે એને રમવાનો time નથી અને and Augustaને આમતેમ દૉડાદૉડ કરવી ગમે છે એટલે તેની સવારી કરીને બાળકો photos પડાવે છે. આવતાં-જતાં માનવમેળાને પોતપોતાની સુનિશ્ચિત જગ્યાએથી તદ્દન ભોળાભાવે તાકી રહેલ આ અબોલ અસ્તિત્વોને કચકડે કંડારવાનો લ્હાવો મુલાકાતીઓ ચૂકતાં નથી અને બાળકો ને પણ તે અતિપ્રિય થઈ ગયા છે.

આ વાત છે Rundle Mallના logoમાં સ્થાન પામેલ "Mall's Balls" પછી કદાચ સૌથી વિખ્યાત "A Day Out" તરીકે ઓળખાતી ચાર ભૂંડની પ્રતિમાઓની!

અત્યારે એમને યાદ કરવાનું કારણ એ કે ગઈકાલે અમારા staff માં ફરતી થયેલી એક email માં ચારેયના મૉઢે માસ્ક પહેરાવીને Swine Flu થી સાબદા રહેવા ચેતવણી આપવામાં આવી છે! તમામ airports પર આ virus ને પ્રવેશબંધી ફરમાવતી કરડાકી વર્તાય છે જેથી Flu fly કરીને ના આવે!
SAARS, Bird Flu અને Swine Flu થી ત્રાહિમામ્ પોકારી ગયેલી દુનિયાના તારણહાર તરીકે Adelaide ના વૈજ્ઞાનિક Dr. મોહમ્મદ અલશરીફીને ચમકાવતા આજના The Advertiserના મુખપૃષ્ઠ પર એમાંના એકની આવી 'masked' તસવીર છે. યોગાનુયોગ હું આ લેખ online વાંચતો હતો ત્યારે ANZ Bankની "SmartyPig" campaign ની flash ad ચાલતી હતી!

Bonus:
ચકલી ઊડે ............ફૂર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર....
પોપટ ઊડે ............ફૂર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર....
ભૂંડ ઊડે..............??????????
હા ભઈ, ભારતના નેતાઓ એમણે આપેલા તમામ વચનો પાળવાના છે, ક્યારે? ભૂંડ ઊડે ત્યારે!

ગબ્બરનો Orkut Profile!

બુધવાર, 15 એપ્રિલ, 2009 કાપલીઓ , , , , , , 2 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

એક મિત્રના Orkut photos માં મૂકેલ કોઈક અજ્ઞાત કલાકારે હાથે બનાવેલ ચિત્ર ના આધારે અને Orkut ના screenshot વાપરીને Paint.Net વડે બનાવેલ "The Orkut Profile of Gabbar Singh / गब्बर सिंह का ऑर्कुट प्रोफाईल / ગબ્બર સિંહનો ઑર્કુટ પ્રોફાઈલ") સારી Quality માં જોવા માટે નીચેના ચિત્ર પર click કરો!



From Blogger Pictures
Bonus:
"અરે ઓ સાંભા!" થી શરુ થતા scene માં ગબ્બર તેના સાથીઓ સાથે જે ગમખ્વાર ગેમ રમે છે તેનું નામ છે Russian Roulette એવું અહિં આ forum પરની શોલે વિશેની પ્રશ્નાવલી માંથી જાણવા મળ્યું!

અહો, શું અજાયબ છે જગત!

શનિવાર, 24 જાન્યુઆરી, 2009 કાપલીઓ , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

મારી મનપસંદ સંદેશાત્મક Animation Movie "Madagascar" માંના વ્યંગગીત "What a wonderful world!" નાં શબ્દો

ના ભાવાનુવાદનો પ્રયાસ. પ્રાણી સંગ્રહાલયની આરામદાયક જિંદગીથી ભાગીને માડાગાસ્કરના ટાપૂ પરના જંગલમાં અકસ્માતે આવી પહોંચેલી જીરાફ,ગર્દભ, હિપ્પો અને સિંહની મિત્રટોળકીને "અદ્ભૂત જગતની વાસ્તવિકતાઓ"નો સામનો થાય છે તે મતલબના जीवो जीवस्य भोजनम् સમજાવતા આ ગીત ના એક દ્રષ્યમાં કેડી પાર કરતા બતકના બચ્ચાને કોઇ ખાઈ જશે તે બીક લાગતાં આ મિત્રો તેને સાચવીને તેના ઘરઆંગણા જેવી સુરક્ષિત નદીમાં ઊંચકીને માંડ કૃતકૃત્યતાપૂર્ણ "હાશ" અનુભવતાં હૉય છે ત્યાં તો પાણીનો પટ ચીરીને બહાર આવેલા એક વિકરાળ મગરના જડબામાં તે પધરાવાઈ જાય છે. કેટલું કડવું સત્ય!

દીઠાં મેં લીલાંછમ્મ જંગલ, લાલ ગુલાબ પણ
દીઠાં મેં એમને ખિલતાં, મારા-તમારા કાજે
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
દીઠાં મેં આસમાની આભ ને વાદળ શ્વેત,
વરદાનસમ ઊજ્જવલ દિન અને પવિત્ર ઘનઘોર રાત,
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
મેઘધનુષી રંગો, શું સુંદર આકાશે,
અને આવતાંજતાં લોકોનાં ચહેરે દેખાશે,
મને દીસે મિત્રો હાથ હલાવી પૂછતાં - કેમ છો?
ખરેખર કહેતાં - "તમે અમારો પ્રેમ છો!"
મને બાળકો રડતાં સંભળાય છે, હું તેમને મોટાં થતાં જોઉં છું
મેં કદી પણ જાણ્યું હશે તેનાથીય વધારે એ બધાં શિખશે,
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
અને હું વિચારું મનોમન, "અહો, શું અજાયબ છે જગત!"
વાહ!


Bonus:

અંગ્રેજની ગોળી થી મરેલું તેતર પટેલની વાડીમાં પડ્યું. પટેલે અંગ્રેજને વાડ ઠેકતો અટકાવીને કહ્યું કે એમ તેતર ના મળે. ગામના રિવાજ પ્રમાણે આપણે બન્ને એકબીજાને ત્રણ-ત્રણ પાટાં (લાતો) મારીએ અને જે હારી જાય એ તેતર લઈ જાય. ભારતીય રીતિરિવાજોના "અભ્યાસુ" અંગ્રેજે હા ભણી એ સાથે પટેલે એને માથે-પેટમાં અને પગે એક એક એવી દેવાડી કે અંગ્રેજ ભૉંયભેગો. થોડીવારે માંડમાંડ ઊભો થઈ એ બોલ્યો - "હવે મારો વારો" તો પટેલ કહે - "જા હું હાર્યો, લઈ જા તેતર!"

"બીજાઓથી છાનું-છપનું" એટલે BCC!

મંગળવાર, 28 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ચંદ્રેશકુમાર ઉર્ફે ચંદુનું આ વર્ષ ખૂબ સારું જશે તેવો વર્તારો બધા છાપાંવાળાએ આપ્યો હતો. એના પપ્પાના જીગરી દોસ્તદાર જ્યંતીલાલ જ્યોતિષે તો ધમાકેદાર શરુઆત થશે તેવી બાંહેધરીપૂર્વકની આગાહી કરી હતી! બાજુવાળા બદરીનાથના બાબલાએ બેસતા વર્ષની વહેલી સવારે બારી પાસે સૂતેલા ચંદુના બિલકુલ કાન આગળ લક્ષ્મીછાપ ટેટો ફોડીને એ આગાહી સાચી પાડી હતી! પણ jokes apart, ગતવર્ષાંતે ઘેરાવા લાગેલી શક્યતાઓ જોતાં એ સવારે ટૂટી ગયેલાં રંગીન સપનાંઓ કરતાં પણ સુંદર નવું વર્ષ આગળ આવી રહ્યું છે તેવો ચંદુને વિશ્વાસ હતો.

પહેલી નવરાત્રીએ ચંદુએ તેની પોતાની કંપની "ચંદ્રેશ stationary supplies" ચાલૂ કરી ને બીજા જ દિવસે એના પપ્પાની ઓળખાણથી નરસીસેઠની schoolનો પહેલો મોટો contract મળેલો. થોડા જ દિવસોમાં એટલે કે આઠમની રાત્રે નજીકના "દાંડિયા"માં થી ગલીના નાકે આવેલા shopping centerમાં આવેલા tuition classમાંથી નરસીસેઠની જ schoolની monopoly તોડવા શરુ થઈ રહેલી નવી English medium schoolનો મોટો contact પણ હાથવગો થવાના સંજોગો ઉજળા થયા હતા! તો સાથે સાથે પાંચમે એ જ ગરબામાં  એની ખુશીમાં વધારો થયો. Collegeમાં બે અઠવાડીયા આવીને ગાયબ થઈ ગયેલી ચંદ્રિકા ત્યાં ફરી મળી. ત્યાર પછી દશેરા સુધીમાં તો તેની સાથે mobileનો plan વધારી દેવો પડે એટલી averageના SMSનો વહેવાર ખૂબ જ ચોરી-છૂપી જામી ગયો હતો!

નજીકની એક મોટી school ના ખંધા principalનો નાનો જમાઈ જયકિશન ઉર્ફે જયલો ચંદુનો જૂનો દોસ્તદાર હતો. પણ એ ધંધામાં competition લઈને આવ્યો હતો. ચંદુને પોતાની આવડત અને marketing ની નવી નવી technologyના ઉપયોગ પર જોરદાર ભરોસો હતો. એણે જે market research કરીને માત્ર ત્રણ મહિના જેવા ટૂંકાગાળામાં બોરીવલીના તમામ stationers અને wholesalers ને પોતાના વશમાં કરી લીધા હતાં. એ લોકો પણ mobile (missed-calls પણ વાંચવું) અને internet (એટલે કે email-forwards પણ વાંચવું) વાપરીને ધંધો કરવાની ચંદુની hi-tech નીતિથી પ્રભાવિત હતાં.

પણ આ ખુશનુમા હવામાન ધીમેધીમે વસંતમાથી વાવાઝોડામાં પલટાઈ ગયું! ભાઈબીજના દિવસે ચંદ્રિકાના ભાઈએ ધાકધમકી, ધોલધપાટથી ચાલો કર્યું તે છેલ્લે ચંદુને ધીબી નાખ્યો! લાભ પાંચમે ચંદુના હાથમાંથી એના પહેલા મોટા contractનો મોટો લાભ અવિશ્વાસના મુદ્દે સરકી ગયો કારણકે એમને ક્યાંકથી જાણ થઈ ગઈ હતી કે English School પણ ચંદુ supply કરવાનો છે! અને આજે દેવઊઠી એકાદશીએ તો ધંધાનું ઊઠમણું થઈ જાય તેવી હદ થઈ ગઈ! પેલો જયલો વાયદાનો વૅપાર કરીને તેના બધા ભાવિ ઘરાકોને તફડાવી રહ્યો હતો. ચંદુ એ વિચારતો રહ્યો કે ચંદ્રિકાના ભાઈ ને ખબર કેવી રીતે પડી? નરસીભાઈને કૉણ બાતમી આપી ગયું! અને હજી માંડ બે અઠવાડિયાથી ગામમાં આવેલા જયલાએ કઈ માયાના જોરે એના પેટ ઉપર લાતંલાત ચાલૂ કરી દીધી છે? આ બધામાં પોતાની ક્યાં ભૂલ થઈ? આ બધાનું કિસ્મત connection શું?

ShortCut Cyber Cafeના અંધારા ખોપચામાં બેઠોબેઠો ચંદુ cancel થયેલાં orderના email check કરતાં કરતાં આનું રહસ્ય વિચારતો જ હતો  ત્યાં તેનો જવાબ browserમાં પ્રકટ થયો. ચંદુને પોતાનો લંગોટિયો યાર ગણાવતો અને વાતવાતમાં અડધી રાતે યાદ કરવાનું યાદ કરાવતો રાઘવ ઉર્ફે રઘલો હવે રહી રહીને જાગ્યો હતો. તેણે ચંદુને એક email forward કર્યો હતો. ચંદુએ Browser પર ત્રણ page scroll કર્યા ત્યારે તેનો નાનકડો picture message વાંચવા મળ્યો - એક સરસ મજાનુ ઝગમગ-ઝગમગ થતો દિવો અને આજુબાજું વેરાયેલાં ફૂલ અને નીચે મોઓઓઓટ્ટ્ટા અક્ષરે લખેલું Happy New Year! - પણ ચંદુને interest પડ્યો એ emailના પૂર્વાર્ધમાં. email addressesના સરસ alphabetically sorted list માં એનું ધ્યાન ખેંચી ગયું એક નામ - ચંદ્રિકા! આ રઘલો ચંદ્રિકાને ક્યાંથી ઓળખે? અને ચંદ્રિકાનું એ એકમાત્ર email address હતું. ચંદુએ પોતે શરદપૂનમની રાતે રાસ પત્યા પછી આ જ CyberCafe માં ચંદ્રિકા માત્ર ચંદુ માટે જ વાપરશે એવી ખાતરી લઈને બનાવી આપેલું હતું. પણ એનો જવાબ મળતાં બહુ વાર ના લાગી કારણ કે રઘલો અને પોતે એક જ college માં એક year આગળ પાછળ હતાં. અને એણે પણ ચંદ્રિકામા interest બતાવ્યો હતો. હવે એને રઘલાના અવાજમાં આકાશવાણી જેવું સંભળાવા લાગ્યું: "જો ભાઈ હું કંઈ નવરો નથી તને આમ emails કરવા માટે! આ તો મારી girlfriendને wish કરવા માટે બેઠો હતો તે થયું લાવ એક copy તારા mailbox માં પણ નાખી દઉં! વળી આ to addressના listમાં જોયું હું કેટલાં બધાને ઓળખું છું? આ બધાને એક પછી એક wish કરવા બેસું તો બીજી દિવાળી આવીને ઊભી રહે કે નહિં? તો જલ્સા કર! અને મારા કરતાં વધારે careless હૉય તો તું પણ તારી આખેઆખી address bookને આ email ને એમ ને એમ forward કરી દે અને શાંતિથી મઠિયા ખા!" દાઝે ભરાયેલા ચંદુને સમજાયું કે આજે રઘલાએ એ જ ભૂલ કરી હતી જે તેણે પોતે બેસતા વર્ષના દિવસે કરી હતી - MailAll! એણે એકજ email તેના બધાં સગાંસ્નેહીઓ, ભાઈબંધો અને બહેનપણીઓ,આડોશી-પાડોશીઓ,અજાણ્યાઓ અને ઓળખીતા-પારખિતાઓને અને ધંધા-વ્યવસાયના સંપર્કોને એકસાથે કર્યો હતો માત્ર એક લીટીનો - Happy Diwali and New Year!

ચંદુએ આખું list ફેંદવાનું શરુ કર્યું તો તેને જયલો અને નરસીસેઠ પણ એ email મહેફિલમાં હાજર હતા! ચંદુને બધો તાગ મળવા માંડ્યો. આ રઘલાએ જ ચંદ્રિકા માટેના તેના પ્રેમની ચિનગારીને બુઝાવવા માટે તેના ભાઈની લાહ્યબંબા  સેવાની મદદ લીધી હતી. વળી એ જ ખબરીએ નરસીસેઠ આગળ ચંદુના ધંધાની પોલ ખોલી હતી. અને આ રઘલાને સાધ્યો જયલાએ. આમતો આ બધી પ્રવૃત્તિઓમાં નબળો એવો જયલો રઘલાની મદદથી તેના બધા ભાવિ ઘરાકોને એક એક ને personally મળીને ઓછા ભાવની offer વહેંચવા લાગ્યો હતો. ત્રણ મહિના મહેનત કરીને બનાવેલી એ મજબૂત અને મબલખ Address Book એણે એમ જ એક જ email માં ગામ આખામાં વહેંચી દીધી હતી!

બધાંને રૂ-બ-રૂ મળીને જયશ્રી કૃષ્ણ કહેવાનો યુગ આપણે પાછળ છોડી ચૂક્યાં છીએ, વિદેશી નકલ કરતાં કરતાં વિશાળ મિત્રવૃંદ સમેટીને માત્ર તહેવારે જ વહેવાર હૉય તેવા દૂરદૂરના contacts ને માત્ર એક greetings card મોકલી સંતુષ્ટ થવાના દિવસો પણ મોંઘવારી ભૂતકાળ બનાવી રહી છે ત્યારે emailની ચોવીસકલાક મફત સેવા લેવાનું ચલણ વધે તે દેખીતું છે! એક એક contact ને વીણી-વીણીને અલગ-અલગ personalised "શુભેચ્છાસંદેશ" પહોંચાડવામાંય કષ્ટ પડે તો તે નિવારવા માટે ઘણી email સેવાઓ mail to all જેવાં વિકલ્પો આપે છે અને લોકો તે ભરપૂર વાપરે છે. જો આવો કોઇ વિકલ્પ ન હૉય તો પણ ઢગલાબંધ email એક સાથે મોકલવાની લાલચ રોકી શકાતી નથી તેથી Address Book માં થી બધા address select કરીને પાંચ લીટીનો બિલકૂલ stereotype email "ફેંકી" દેવાની વૃત્તિ પણ વધતી જાય છે. નવા-નિશાળીયાઓ તો આવું કરે તે જાણે સમજ્યા પણ જૂના જોગીઓ પણ આ જ રમત રમે છે.

આવી ટેવ પડવાનું કારણ forewardsના હુલામણા નામે ઓળખાતાં forwarded emails દ્વારા પડી હૉય તેમ હું માનું છું. પણ કદી વિચાર્યું કે એમ કરતાં તમે તમારી આખી Address Book તેમાંના દરેક contact સામે ઉઘાડી મૂકી દો છો? તમારો email મેળવનાર તમે કૉનેકૉને ઓળખો છો  તે મફતમાં જાણતો થઈ જાય છે! અમુક દેશોમાં તો તમે આ રીતે બીજાનાં email address વહેંચતા ફરો એ privacy issue બની જાય છે! માન્યામાં ના આવતું હૉય તો તમારા mailbox ને એક વાર ફરી ખંખેરી જુઓ - સૂપડાંભેર email addresses એવાં મળશે કે તમને થશે - અલ્યા આ ભૈરવ જે ત્રણ વર્ષથી મળ્યો નથી એ Australia જતો રહ્યો? જુઓને yahoo.com.au નું email address બનાવ્યુ છે તે! અને પાછો નામ બદલીને ભૈરવમાંથી Berry થઈ ગયો! બહુ ચાલૂ Item છે!  - શક્ય છે કે તમે એને email કરો અને તમારી જૂની મિત્રતા આ પ્રજાસત્તાકદિન પહેલાં પહેલાં જેવી જ નવપલ્લવિત થઈ જાય! Orkut માં મિત્રોના  મિત્રોનું list ફેંદવા જેવી જ સરળ આ process છે. ફરક બસ એટલો કે emailમાં તમે અજાણતાંમાં આ યાદી વહેંચો છો જ્યારે orkut માં તમારા scrap અને friends list બધા (registered users only) વાંચી શકે છે તે ખબર હૉય છે (કે એ પણ ખબર નથી!).

ચાલો ત્યારે હવે આ "મસલાનો હલ" એટલે કે problemનું solution આપું! એનું નામ છે BCC એટલે કે Blind Carbon Copy. email કરવા માટે એક્માત્ર જરૂરી field છે "TO" એટલે કે recepients કહેતાં સંદેશ મેળવનાર (કે મેળવનારાં). subject અને message ના આપો તો પણ ચાલે. (mailing list unsubscription method યાદ કરો unsubscribe@examplelist.com) પણ એવાં બીજા optional fields છે CC એટલે કે Carbon Copy અને BCC એટલે કે Blind Carbon Copy. CC ત્યારે વપરાય છે જ્યારે તમે જેને email મોકલો છો તેને કહેવા માગો છો કે જો આ વાત મેં ફલાણાભાઈને પણ કહી છે. સરકારી ભાષામાં એ "નકલ રવાના" વાળી વાત છે!
જ્યારે BCC email મેળવનારને ખબર પડી શકતી નથી કે બીજા કેટલાંને આ email મોકલાયો છે એટલે કે એવું ખોટ્ટેખોટ્ટું બોલવાનું કે "આ email મેં માત્ર તને અને તને મોકલ્યો છે બીજા કોઈ ને નહિં" - લગતા હૈ હમ પહેલે કહિં મીલેં હૈં. :)

આ BCC વિશે વધુ જાણવા માટે Wikipedia અને About ના આ લેખો વાંચવા વિનંતી.

શુભ દિવાળી અને નૂતન વર્ષનાં અભિનંદન

password બદલું-બદલું તોય એ નો એ!

બુધવાર, 22 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

જેમ જેમ આપણે વધુને વધુ computer અને internet વાપરતાં જઈએ છીએ તેમ તેમ નવા અને નવા passwords શોધતાં જવાં પડે છે. આશા રાખું છું કે આ યાદી તમને મદદરૂપ થશે, એમ કે તમે આમાંનો એકાદ paassword રાખી લો અથવા તમારા passwordને modify કરો! અને કદાચ તમનેય Google for hackers અને OpenID ગમવાં લાગે!

ઍલાવ! ગુજ્જુ speaking!

ગુરુવાર, 9 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

તા. ક. : Sorry આ Trick YouTube ના Security Modelના કારણે નથી ચાલતી પણ તમને interest હૉય તો comment કરશો તો હું કંઈક બીજો રસ્તો ખૉળી કાઢીશ! ત્યાં સુધી Audio Word of the Dayના Google Gadgetsનું આ list જોઈ જાઓ!

  • તમારે English speaking શિખવું છે પણ ઘણા શબ્દોનાં ઉચ્ચાર નથી આવડતાં?
  • તમને કોઇ એવો શબ્દ ભટકાઈ ગયો છે કે જેનો ઉચ્ચાર ખબર નથી?
  • કે પછી ધાણીફૂટ અંગ્રેજી "ફાડતા" કોઈ colleague સાથે એક શબ્દ ના સાચા American ઉચ્ચાર માટે શરત મારી બેઠા છો? (જીતો તો અડધાઅડધા કરી લઈશું!)
YouTube પર comment મૂકતાં પહેલાં તમારી comment નો audio preview સાંભળી શકાય છે તે જાણ્યા પછી તેનો એક જબરો ઉપયોગ સૂઝ્યો! અહિં આપેલા boxમાં Englishમાં (હા ભાઈ હજી એ લોકોને ગુજરાતી બોલતાં કરવામાં વખત લાગશે ત્યાં સુધી તો business is business :)!) કોઈ શબ્દ કે ટૂંકું વાક્ય type કરીને Audio Preview button દબાવવાથી YouTube તેને બોલીને સંભળાવે છે!










ત્યાં સુધી પટેલville દ્વારા પ્રસ્તુત આ ટૂંકો પણ સચોટ પાઠ્યક્રમ પણ જોઈ જવા વિનંતી!



Firefox અને Chrome માં ચકાચક ચાલે છે, અને મને IEની પરવા નથી પણ તેમાં પણ MediaPlayer માં popup થઈને સંભળાય છે. તમારી આજમાઈશ શું કહે છે?

Tip: http://www.youtube.com/preview_comment?&t=gJYHfVuJOcOqzsn2jEAf8KR1uXF8MTIyMzUwOTMzOQ==&q=Put%20your%20words%20here

Adelaideની ગુજરી - Sunday Markets @ Gepps Cross

બુધવાર, 8 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો


890 cars ને સમાવી શકતું Mainline Drive-In Theater નું આંગણું દર રવિવારે સવારે Adelaide ના સૌથી મોટા outdoor બજારમાં ફેરવાઈ જાય છે. આમ તો આ Cinema નું પ્રાંગણ માત્ર એક ખૂલ્લી જગ્યા છે અને પોતાનું વાહન પડદા સામે park કરીએ ત્યારે સહેજ ઉંચું રહે તે માટે પડદાને કેન્દ્રમાં રાખીને અર્ધવર્તુળાકારે નાના ઢોળાવો બનાવ્યાં છે. Google Maps માં મળતા Birds Eye viewમાં આ આકારો જાણે ગામડેગામમાં ઘરઆંગણે છાણમાટીનું લિંપણ કર્યું હૉય તેવી ભાત ઉપજાવે છે. પણ માથામાં પાંથી પાડી હૉય તેમ મેદાનના બિલકુલ મધ્યમાં રહીને movieનો soundtrack Carના Radio માં સાંભાળવા માટે Stereo FMમાં પ્રસારિત કરતી office થી લઈને ઉત્તરમાં આવેલી cafeteria ની મધ્યરેખા ની બે બાજુ જાણે બે જુદાજુદા વિભાગો પડે છે. પશ્ચિમ માં તાજા અને ખાસ તો સસ્તાં (આ સૌથી મોટું કારણ છે Sunday Markets ની લોકપ્રિયતાનું!) સંતરા, સફરજન, કેળાં, કાકડી, ટામેટાં, બટાકાં, મોટાંમોટાં રીંગણ અને કારેલાં, કોથમીર અને લીલી મેથી જેવાં ફળફળાદિ અને શાકબકાલું તથા તાજાં breadloaves તો સામે પૂર્વમાં રમકડાં, જૂનાં electronics, માછલીઘરનો સામાન, furniture, ફૂલછોડના કૂંડાં જેવી નવીનક્કોર અને જૂની (Australian Slangમાં તેના માટે એક સુંદર શબ્દપ્રયોગ છે - pre-loved!) ચીજવસ્તુઓ વેચાય છે. અહિં તાળાચાવીવાળો પણ છે અને TradingPost પણ વેચાય છે! અહિં સહુના માટે કંઈનેકંઈ છે. આને અહિંની ગુજરી કે રવિવારી કહી શકાય! ખરીદદાર તરીકે આવો તો આ વ્યાજબી ભાવનું ઠેકાણું છે અને વેપારી તરીકે આવો તો જે તમારે મન નક્કામું છે તે કોઇ માટે ખૂબ કામનું છે તે ન્યાયે નકામાને નગદનાણાંમાં ફેરવવાનું ઠાણું છે! વેચનારા વહેલી સવારે સાડાપાંચના ગોઠવાવા લાગે છે અને ખરીદનારાને સાત વાગ્યા પછી અંદર આવવા દેવાય છે. આ "કાછીયાઓ" 25-40 dollars ચૂકવે છે તો પ્રવેશમાટે રોકડો dollar fee છે. આ મેળો પછી છેક બપોરે એક વાગ્યા લગી ચાલે છે.


બે વર્ષ પહેલાં sunday markets સાથે મારી ઓળખાણ કરાવનાર હતા મોડાસાના મિત્ર ભાવેશભાઈ પટેલ. એ સમયે તે પોતાના અન્ય student friends સાથે રહેતાં હતાં જ્યાં મને તેમના ભાઈ-કમ-ભાઈબંધ-જ્યાદા એવા મારા મિત્ર ભાવિનભાઈ પટેલ થકી મારા Adelaide ના શરુઆતી પખવાડિયામાં "આશ્રય" મળ્યો હતો. પહેલીવાર એ મિત્રો સાથે sunday market ગયો ત્યારે એ અણસાર પણ આવ્યો નહોતો કે આ ખરેખર એક Drive-In Theater છે! ("betta than cinmena!" એવા big-screen પર એક car માંના પાચેક જણ ને માત્ર 12 dollar માં આખું movie બતાવતા Adelaideનું કદાચ સૌથી સસ્તા theater માં હજી કોઈ Hindi movie આવ્યાનું સાંભળ્યું નથી પણ આવશે ત્યારે અચૂક જવાનો વિચાર છે!) શરુઆતમાં અમે household economy નું ધ્યાન રાખીને :) entry fee નો એક Gold Coin કહેતાં dollar બચાવવાના હેતુથી port wakefield road પર આવેલા પ્રવેશદ્વાર પર બાર વાગે ticket વેચાવાનું બંધ કરાય અને entry મફત થાય તેની રાહ જોતાં હતાં. પછી પણ તાજું શાક લેવા થોડા વહેલાં આવીને carનું parking પણ બાજુના shopping centers ની જગ્યામાં કરતાં હતાં જે મફત છે અને એ પ્રવેશદ્વારે માથાદીઠ dollar ખર્ચીને જતાં હતાં. પછી ખબર પડી કે Main North Road તરફના મુખ્ય પ્રવેશદ્વારે એ જ માથાદીઠ એક dollar આપતાં carને theaterની અંદર જ market થી બિલકૂલ નજીક safe and legal parking મળે છે ત્યારથી એ જ રસ્તો વાપરીએ છીએ. મારા માટે અહિં આવવાનાં ત્રણ જણ માટે પૂરતા નાનકડા fridgeને બીજા અઠવાડિયા-બે-અઠવાડિયા માટે ભરી દેવા ઉપરાંત ઘણાં કારણો છે. Adelaideમાં ભારતીયો અને ખાસ તો ગુજરાતીઓ northern suburbs માં રહેવાનું પસંદ કરે કારણ કે:

  1. Grand Junction Road ની ઉત્તરે આવેલાં મોટાભાગના ઉદ્યોગોમાં job નજીક પડે છે
  2. City કે University (ટૂંકમાં Uni)થી પણ નજીક રહેવાય છે
  3. ઉપરના બંને માટે Main North Roadનો AdelaideMetro Busesનો 15 minute GoZone મળે છે
  4. sunday market, Indian Plaza અને Northpark અને sefton plaza જેવા shopping places સુલભ-સુગમ પડે
  5. પોતાના હમવતન-હમજબાન લોકોની communityથી પણ નજીક રહી શકાય છે


આમાંના મોટાભાગના ઓળખીતા-પારખીતાં Sunday Market માં મળી જાય છે. તમે એકબીજાના ખબરઅંતર થી શરુ કરીને ટામેટાં ક્યાં સસ્તા મળે છે ત્યાં સુધીનું પૂછી શકો છો. હવે ધાર્મિક પ્રસંગોના આમંત્રણો પણ વહેંચાય છે. છેલ્લા વર્ષ-દૉઢ-વર્ષમાં વધેલી ભારતીયોની અને તેમણે અહિં આવીને પછી વધારેલી Australian (બાળકો) ની સંખ્યા અહિં ઉડીને આંખી વળગે છે. દુકાનદારો પણ વસ્તુઓના ભારતીય નામો જાણતાં થવા લાગ્યા છે - ભારતીય ગ્રાહક જુએ તો fenugreek ને મેથી કહે છે! મોટાભાગનું બજાર immigrants થી ચાલે છે તેમ લાગે પણ ખરેખરતો તમામ raceના લોકો આવે છે. એમાંય વળી spring ની શરૂઆતના આ દિવસોમાં આછા તડકામાં ખુશનુમા વાતવરણની મજા સાથે શાકબજાર અને ઢગલાબજાર ની ગલીઓને ધીમે ધીમે scan કરવાની મજા લેવા આપણી ભાષામાં કહું તો "માનવ-મહેરામણ" ઉમટી પડે છે!


એંશીના દાયકાથી ઘેર-ઘેર video players આવતાં cinema નાં વળતાં પાણી થયાં અને Wallis Cinemasએ 2003 સુધીમાં પોતાના છ country-side અને સાત શહેરી theaters આટોપી લેવા પડ્યા તેમાં Modburyનું Valleyline, Salisbury Downsનું Hollywood અને South Australia stateનું સૌપ્રથમ drive-in theatre West Beachનું Blueline એક-પછી-એક બંધ થયા પછી બચેલું Gepps Cross નું Mainline Drive-In Theatre હાલ Adelaideનું એકમાત્ર Drive-In Theater છે. તેને બચાવી રાખવા માટે Wallis ના marketing manager Paul Besankoએ રજુ કર્યો trash and treasure market ઉર્ફે રવિવારી બજાર નો આ નુસ્ખો જે કારગત નિવડ્યો! સરેરાશ પાંચથી દસ હજાર લોકોને આકર્ષતું આ બજાર Theaterએ ની આવક પણ વધારી આપી છે જેથી તે હાલના સમયમાં પણ ટકી રહ્યું છે.


Adelaideમાં આવ્યો ત્યારથી એક બાળકની વિસ્મય અને કૂતુહલભરી નજરે હું આ બજારને માણતો રહ્યો છું અને સાથે ખૂણામાં ઊભેલો વિશાળ સફેદ પડદો Cinemaના બદલાતા સમય અને Adelaideની બદલાતી સિકલ નો સાક્ષી બનીને આ ફેરફારને મૂંગોમંતર જોયા કરે છે.




Gepps Cross Market,Mainline Drive-In Theatre, 588 Main North Road, Gepps Cross SA
P: +61 (0)8 8352 1377 between 9am-5pm










સ્રોત: http://news-review-messenger.whereilive.com.au/news/story/drive-in-buff-in-lasting-role/ અને http://www.telethon.com.au/events_details.asp?ID=13

ગગલ મફત સસસ - Google's Mobile RSS

ગુરુવાર, 2 ઑક્ટોબર, 2008 કાપલીઓ , , , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Digital Inspirationએ જણાવ્યું કે Googleએ ભારતમાં નવી Labs સેવા નામે Google SMS Channels શરુ કરી છે. માત્ર ભારતના (+91) કોઈ પણ Mobile number પર સસસ (અર્થાત સરળ સંદેશ સેવા કહેતાં SMS) દ્વારા તમને રોજેરોજ મળી શકે છે રાશિભવિષ્ય, jokes, quotes, shareબજારના ભાવો અને cricket ના scores તો ખાસ! મારા મતે આ પ્રયોગ Mobile RSS છે. Google આ રીતે ભારતના એવા અગણિત mobile ધારકો ને પહોંચવા ધારે છે કે જેમની પાસે mobile છે પણ internet નથી. આ સેવા મફત છે, એટલે આ બે ઉપયોગ હું વિચારી શકું છું:
  1. blogની નવી post વિશે મિત્રો ને SMS દ્વારા તત્કાલ જણાવી શકાય
  2. ગુજLex જેવી WordOfTheDay RSS સેવા આપે છે તેને આ રીતે Mobile પર વાંચી શકાય - back to roman લિપિ!
હા subscribe કરવા માટે સ્વાભાવિકપણે Google account હૉવું જરૂરી છે જે again મફત છે. Mobile પરથી SMS દ્વારા પણ subscribe કરી શકાય છે અને publish પણ કરી શકાય છે પણ એ SMS મફત નથી એટલે બને ત્યાં સુધી web ના મફતમાધ્યમ ને ન્યાય આપવો! મને યાદ છે કે હું ભારતમાં હતો ત્યાં સુધી મારા mobile પર forwarded SMS
અને Google calendarની મારી appointmentsનાં reminders સિવાય મફતના SMS ની
આવક કંઈ નહતી. ભારતનું population મોટી companiesને માટે એક વિશાળ market (અને હવે એક પ્રયોગશાળા પણ!) બની ગયું છે! હવે Australia માં આ સેવા આવે તેની રાહ જોઈએ! તો રૂબરૂ પધારીને ખાત્રી કરી લો - ઘરપાનું અને મદદકેન્દ્ર!

भात भात के blog

બુધવાર, 10 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

રોજેરોજ ઢગલાબંધ posts જોયા પછી ગૂગલ પર types of bloggers શોધવાથી Types of Bloggers, 10 Blogger Types: The Good, the Bad, and the Sleazy જેવી posts અને આ લખવાની પ્રેરણા મળી! આમ તો પૃથક્કરણ અને વર્ગીકરણ લાંબુ ચાલે પણ ગુજરાતીમાં લખવું આસાન થઈ ગયું છે ત્યારથી ચાર પ્રકારના ગુજરાતી bloggers દેખાય છેઃ

  1. સર્જકો/રચયિતાઓ જે પોતે રચના કરે છે અને તે બધા સુધી પહૉંચે તે હેતુથી site કે blog ચલાવે છે. એમાંના ઘણા જામી પડેલા જૂના જોગીઓની લોકો ક્યારના internet પર રાહ જોતાં હતાં તો સામે કેટલાંક એવાંય છે કે જેમની રચનાઓ ક્યાંય પ્રકાશિત થવા લાયક નથી એટલે પોતે જ જગતમાત્ર ને અર્પણ કરવાના ઉમદા હેતુથી વહેતાં મુકી દે છે!
  2. સંકલકો/પ્રકાશકો જે કોઈ library ના અંધારા ખૂણામાં કે કો'ક જૂના કબાટની છાજલી પર કે ગુજરીના ઢગલામાં પડેલી કવિતા થી માંડીને કોઇક અજાણી site પર જ્યાં ગૂગલનો શોધપ્રકાશ (searchlight) ના પહૉંચી શક્યો હૉય તેવા લેખને ત્યાંથી બહાર લાવી તેનો અજ્ઞાતવાસ પૂરો કરતાં કરતાં નવનીત કે રસથાળની માફક વૈવિધ્ય પીરસે છે તો સામે કેટલાંકને માત્ર પોતાની blog પર થતી hits અને adsense નાં કમાઉ graph જોવામાં રસ છે!
  3. ખબરીઓ/ઉદ્ઘોષકો/વિવેચકો/સમિક્ષકો કે જે આ બધી હિલચાલ પર નજર રાખે છે અને તેના વિકાસ અને પ્રગતિ અંગે ચિંતાતુર રહે છે તો સામે કેટલાંક એવા પણ છે કે જેમને કોઈ સાંભળતું નથી છતાં સલાહો આપવામાંથી ઉંચા નથી આવતાં!
  4. દર્શકો/શ્રોતાઓ/વાચકો/પ્રતિભાવકો કે જેમને bloggers માત્ર એટલા માટે કહી શકાય કે તેમણે બીજી blogs પર મૂકેલ comments અમુક ધારધોરણ પ્રમાણે પોતે એક blog બની શકે તો સામે કેટલાંક ભાંગફોડિયાઓને હવનમાં હાડકાં નાંખવામાંથી નવરાશ મળે તો પોતે કંઈ લખેને!

આ ટોપીઓ અજમાવવાની છૂટ છે પણ પછી બંધબૅસતી ટોપી પહેરી લેવી/પહેરાવી દેવી નહિં! થોરામાં ઘનું!

ધીરજનાં ફળ Internet Diploma

સોમવાર, 8 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

મારા એક મિત્રએ એક Fruit Stall ખોલવા વિચાર્યું અને નામ પાડવા માટે મારો મત પૂછ્યો તે મેં કહ્યું રાખો "ધીરજ ફળ ભંડાર" કારણ કે ધીરજનાં ફળ મીઠાં! છેલ્લા આઠ વર્ષથી ભણતો હતો તે આજે મને આ પ્રમાણપત્ર મળ્યું! Certificate પર click કરવાથી વધુ માહિતિ મળશે.

બગાસું ખાતાં પતાસું મળ્યું I am a ClustrMaps User of The Month Sep08

શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ખબર નહિં કઈ site પર મેં આ ClustrMaps જોયા હશે પણ આ પહેલાં એક wordpress blog પર એ અજમાવવાનો વિચાર તો હતો જ. આ માધ્યમ ની આ એક નબળાઈ છે, તમે પોતે હાથમાં mic લઈને stage પર ઉભા હોવ છો અને audience માં કેટલાં છે તેની તમને ખબર નથી હૉતી! મારા પરિચિત એક professor સાહેબે એક વાર કહ્યું હતું કે "અમે college ના professor લોકો દૂરદર્શનની channel જેવા હોઈએ છીએ. જેમ કોઈ જુએ છે કે નહિં તેની પરવા કર્યા વગર તેનું પ્રસારના દિવસરાત ચાલૂ હૉય છે તેમ વર્ગખંડમાં કોઈ ભણે કે ના ભણે - ધ્યાન આપે કે ના આપે અમારે તો અમારી speech ચાલૂ જ રાખવી પડે છે!". એક મજાની કબૂલાત તો એ છે કે મારા આ blogને હજી કંઈ નૉંધપાત્ર સફળતા મળી કહેવાય નહિં પણ છતાંય કેટલાં સાંભળે છે તે જાણવાની ઈંતેજારી રોકી ના શક્યો તે blog ચાલૂ કર્યાને થોડા જ weeks માં મે ClustrMaps ને sidebar માં સ્થાન આપી દેધું હતું.

આજે mailbox ખૂલતાવેંત મારું ધ્યાન આ email પર ગયું જે કહે છે કે મારી આ blog ને ClustrMaps User Of The Month - September 2008 નો ઈલ્કાબ ઍનાયત થયો!

I'm pleased to announce that you're a winner of the ClustrMaps User Of The Month (there are more than one this month)! CONGRATULATIONS!! I've already updated you to ClustrMaps+ status, and the 'zoomed in maps' (continents) will begin appearing after the next map update (normaly overnight at 0400 GMT, but it also depends on there being an increase by 20% of the number of 'dots' shown, so it may take an extra day or two). The ads have already been removed from the big map page.

આમતો આ ચારમાંનું એક સ્થાન છે કારણ કે આ મહિના ના ચાર Users Of The Month છે! આ જ પાના પર નીચે ચોખવટ કરેલી છે તે સાચી જ છે કે આ માટે મારે કોઈ contest entry ભરવી પડી નથી. પણ ClustrMaps ના ઉપયોગનું મારું observation ( નકશામાં જોયું તો જોયું જાણે ન કશામાં Tracing Gujarat through ClustrMaps) તેમને ગમ્યું (Pingback ના કારણે કદાચ!) એટલે તેઁમણે પોતાની blog પર તેનો ઉલ્લેખ કર્યો (Gujarat ClustrMaps Users: નકશામાં જોયું તો જોયું જાણે ન કશામાં). પછી મને લાગ્યું કે તેમની પાસે મૅં શું લખ્યું છે એ સમજાવનાર કોઇ ગુજરાતી બંદો નહિં હૉય (ભજીયાની લારી પર હું નાનો હતો ત્યારે જૅમ ભજીયા વિંટાળવા માટે વાપરેલા Times Of India ના કટકામાં ચિત્રો જોતો હતો) તેમ તેમણે પણ મેં વાપરેલા free slideshow gadget ના જ વખાણ કર્યા એટલે મેં એમની ભાષામાં એ post પર પ્રતિભાવ આપ્યો. એ પરથી કદાચ પ્રભાવિત થયા લાગે છે! મને તો બે વર્ષ સુધીનું ClustrMaps+ status મળી ગયું! Thanks ClustrMaps Team! અને અંતે, રાબેતા મુજબ, આ બધું આપના પ્રેમ અને સહકારને લીધે જ શક્ય બની શકે છે તે યાદ કરાવી વિરમું છું.

ગૂગલદેવતાનો નૈવેદ્ય Gujarati as offered by Google

સોમવાર, 25 ઑગસ્ટ, 2008 કાપલીઓ , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Google India નું homepage હમણાં જ થોડી વધુ ભાષાઓ સાથે પુનઃપ્રસ્તુત થયું. પણ computerised translation થી કેવાં લોચા વાગે છે તે દેખાઈ આવ્યું. offering નો એક અર્થ છે નૈવેદ્ય કે सजदा (ગુજરાતી શબ્દકોષ અજમાવી જુઓ). પણ અંગ્રેજી ભાષાની ગરીબાઈ કે આ જ શબ્દ એક જુદા પરિપ્રેક્ષ્ય(context)માં “ઉપલબ્ધતા” સૂચવે છે. અહિ ભાષાનુવાદની નહિ પણ ભાવાનુવાદની જરૂર હતી પણ ચાઈલા કરે!

Google.co.in આમા નૈવેદ્ય છે: English हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ಕನ್ನಡ മലയാളം Punjabi

Google.co.in offered in: Hindi Bengali Telugu Marathi Tamil Gujarati Kannada Malayalam Punjabi

Google.co.in इस भाषा में: English বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી ಕನ್ನಡ മലയാളം Punjabi

નચલે Bollywood!

ગુરુવાર, 21 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો


કાલે રાત્રે TV Channels બદલતાં બદલતાં અચાનક એક Channel પર જૂનું અને જાણીતું ધમાકેદાર Bollywood music એ જ regular ડફલી અને ઢોલ સાથે ગુંજતું સાંભળ્યું તો કાન પર વિશ્વાસ ન થયો. પણ પછી ખાતરી થઈ કે Katee અને Joshua channel TEN પરનાં Ametica’s No. 1 dance show “So you think you can dance?” (તમને લાગે છે કે તમે નાચી શકશો?) પર આપણા તાજેતર માં release થયેલા bollywood superhit ઓમ શાન્તિ ઓમ ના ગીત ધૂમ તાના ... પરનો તેમનો અદ્ભૂત dance પૂરો કરી રહ્યા હતાં. મને આખો dance miss કરી ગયાનો વસાવસો થઈ આવ્યો પણ પછી youtube પર આખી વિડિયો (ડાઉનલોડ) મળી. એ dance ના choreographer હતા Artesia, California નિવાસી ભારતીય મૂળના નકૂલ દેવ મહાજન! Fusion in Dance ની સરસ રજૂઆત હતી જેમાં માત્ર વિભિન્ન નૃત્યપ્રણાલીઓ જ નહિં પણ Etnicity પણ અજમાવી છે!



આમ તો ગઈ સાલ SBS channel પર દર રવિવારે રાત્રે 9 વાગ્યે દેવદાસ અને પરિણિતા જેવી સારી સારી હિન્દી movies જોવા મળી હતી પણ આ ટુકડો બીલકૂલ Cool હતો! સાથે સાથે એ પણ ગૌરતલબ બાબત છે કે અહિં Australia માં ઘણા (કે બદ્ધા જ?) TV programs America થી જ યથાવત બતાવાય છે – પણ ના અહિં એકતા કપૂરની જરાય જરૂર નથી હોં!

કાર્ટૂન કંકોતરી!

મંગળવાર, 12 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Radio Mirchi રૅડીયો મિર્ચી (હૈદરબાદ) ઑનલાઈન સાંભળો!

સોમવાર, 21 જુલાઈ, 2008 કાપલીઓ , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ઍડીલેઈડવાસી મિત્ર ચેતનભાઈ પટેલે આપેલી ફેવરાઈટ લિક પરથી પ્રસ્તુત છે આ પોસ્ટ...


Gujarati News Headlines

સોમવાર, 23 જૂન, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Content Aggregation has never been so easy! They already do something like that at Bixee Gujarati News, but I chose to be more experimental and geeky! Click on the links to follow the examples...

The following sites offer Gujarati News Headlines that you can

  1. Yahoo Gujarati News: iGoogle OR RSS
  2. GujjuWeb Blog: iGoogle OR RSS
  3. My-Gujara: RSS

Alternatively you can use excellent tools like http://www.dapper.net/ to create such for you e.g.

  1. Divyabhaskar Headlines iGoogle OR RSS
  2. Sandesh Headlines iGoogle OR RSS OR RSS (Sabarkantha Headlines Only)
  3. Nobat Headlines iGoogle OR RSS OR RSS (Cartoons)

Also, try this Google Gadgets search to have a look at what others have built too

If these links don't work for you, please let me know in comments!